android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Savarkundlaના દેતડ ગામમાં દારૂ મુદ્દે મહિલાઓ સહિત ગ્રામજનોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ
calendar_today February 22, 2026

Savarkundlaના દેતડ ગામમાં દારૂ મુદ્દે મહિલાઓ સહિત ગ્રામજનોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં દારૂના બેફામ વેચાણને લઈને ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો છે. આજે ગામના સરપંચ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓએ પોલીસ અધિકારીઓ સમક્ષ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ગામમાં બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે બહેનો-દીકરીઓ માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.દેતડમાં દારૂના બેફામ વેચાણ મુદ્દે ગ્રામજનોમાં રોષદારૂના અડ્ડાઓને કારણે ગામનું વાતાવરણ દૂષિત થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે લોકો પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ ધરણા પર બેસી ગયા હતા. ગ્રામજનોએ પોલીસને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી 24 કલાકમાં દેતડ ગામમાં દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પોલીસે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યુંબુટલેગરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગ સાથે લોકોએ લાંબા સમય સુધી પોલીસ સ્ટેશન ગજવ્યું હતું. મામલો વધુ બિચકતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ પર દોડી આવી ગ્રામજનોને શાંત પાડ્યા હતા. પોલીસે ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં જ દારૂના અડ્ડાઓ પર દરોડા પાડીને કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસના આશ્વાસન બાદ હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે, પરંતુ ગ્રામજનોએ આક્રમક વલણ યથાવત રાખ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Assam: કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું, વિસ્તરણથી ક્ષમતા 13.1 મિલિયન
calendar_today February 22, 2026

Assam: કનેક્ટિવિટીને મજબૂત બનાવતું ગુવાહાટી ટર્મિનલ ખુલ્લું મૂકાયું, વિસ્તરણથી ક્ષમતા 13.1 મિલિયન

આસામના લોકપ્રિય ગોપીનાથ બારડોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકમાં નિર્માણ કરાયલા નવા ટર્મિનલનું વ્યાપારી કામકાજ આજ સાંજથી શરૂ થતાં મુસાફરોની અવરજવરની વાર્ષિક ક્ષમતા 13.1 મિલિયન થઈ છે તે સાથે ગુવાહાટીની દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયાના ભારતના વ્યૂહાત્મક ઉત્તર-પૂર્વીય પ્રવેશદ્વાર નામ મુખ્ય ઉડ્ડયન પ્રવેશદ્વાર તરીકેની સ્થિતિ વધુ મજબૂત થઈ છે.આ સંક્રમણ ચેક-ઇન, બેગેજ હેન્ડલિંગ, સુરક્ષા અને સંપૂર્ણ તૈનાતી પહેલાં એરક્રાફ્ટ ટર્નઅરાઉન્ડમાં જીવંત ટ્રાયલ જેવી તબક્કાવાર કામગીરીનો આધાર લઇ કરવામાં આવ્યું હતું.જે સફળ થતાં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ ટર્મિનલ 20 ડિસેમ્બર, 2025 ના રોજ વિધિવત ખુલ્લું મૂક્યું હતું. જીત અદાણીની ઉપસ્થિતિમાં કામગીરી આરંભાઇ આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા શર્મા અને ભારતના સૌથી મોટા ખાનગી એરપોર્ટ ઓપરેટર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL)ના ડિરેક્ટર જીત અદાણીની ઉપસ્થિતિમાં કામગીરી આરંભાઇ હતી.આ વેળા આ ટર્મિનલના પ્રથમ પ્રવાસીને ઔપચારિક બોર્ડિંગ પાસ જારી કરવામાં આવ્યો હતો.આ નવા ટર્મિનલ ખાતે મુંબઈથી અકાસા એરની ફ્લાઇટનું આગમન થયું હતું.માળખાગત વિસ્તરણની સાથે પ્રદેશની સાંસ્કૃતિક ઓળખની ઝાંખી કરાવતા આગમનને વધાવવા પરંપરાગત દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક પ્રદર્શન યોજાયું હતું,આ પ્રસંગે કારીગર સમૂહ, ચાના બગીચાના કામદારો, ફ્રન્ટલાઈન સ્ટાફ અને કેન્દ્રીય ઔદ્યોગિક સલામતિ દળના જવાનો હાજર રહ્યા હતા. નવું ટર્મિનલ આસામ માટે ગેમચેન્જર બનશે આ પ્રસંગે આસામના મુખ્ય મંત્રી હિમંતા બિશ્વ શર્માએ જણાવ્યું હતું કે ગયા વર્ષે એડવાન્ટેજ આસામ ૨.0 દરમિયાન રુ. ૫૦,૦૦૦ કરોડના રોકાણના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા શર્માએ ગૌતમ અદાણીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે નવું ટર્મિનલ કાર્યરત થવાથી આસામના પ્રવાસનને વેગ મળવા સાથે આસામ માટે તે ગેમચેન્જર બનશે તેવો વિશ્વાસ છે.નવા એરપોર્ટ ટર્મિનલના નિર્માણ કરતી વેળા આસામની પારંપારિક સંસ્કૃતિનું સન્માન કરવામાં આવ્યું છે તેનું એક આસામી નાગરિક તરીકે ગૌરવ હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી. આસામ અને ઉત્તર-પૂર્વના લોકો માટે ગૌરવની ઘડી જીત અદાણીએ જણાવ્યું હતું કે પ્રદેશની વિકસતી માંગ અને લાંબા ગાળાના વિકાસના માર્ગને આ વિસ્તરણ પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું હતું કે આજનો દિવસ ફક્ત એક વ્યાપારી સીમાચિહ્ન જ નહી પણ આસામ અને ઉત્તર-પૂર્વના લોકો માટે ગૌરવની ઘડી છે. આ સિદ્ધિ એ અસંખ્ય હાથ અને હૃદયની છે જેમણે સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવ્યું છે. તે ભવિષ્ય માટે તૈયાર માળખાગત સુવિધા માટેના વડા પ્રધાનના વિઝન અને રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના આસામને ઉત્તર-પૂર્વના આર્થિક એન્જિન તરીકે સ્થાન આપવાના મિશનનું ગુંજન કરે છે.ગુવાહાટી ભારતના સૌથી ઝડપથી વિકસતા નોન-મેટ્રો એરપોર્ટમાંના એક તરીકે ઉભરી આવ્યું છે, જેણે છેલ્લા દાયકામાં સતત ટ્રાફિક વિસ્તરણ નોંધાવ્યું છે. ગુવાહાટીની ભૂમિકા વધુ મજબૂત થવાની અપેક્ષા તાજેતરના વર્ષોમાં નવ મિલિયન મુસાફરોને પાર કરીને થ્રુપુટ સાથે આ એરપોર્ટ મુસાફરોના નોંધપાત્ર પ્રવાહ સાથે દેશના ટોચના 10 થી 12 વ્યસ્ત એરપોર્ટમાં સ્થાન ધરાવે છે. 13.1 મિલિયન ક્ષમતામાં વધારો પ્રવાસીઓની માંગ અનુસાર રૂટમાં ઉમેરો, ઉચ્ચ વિમાન આવર્તન અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક વૃદ્ધિ માટે જરુરી સુવિધાઓ પૂરી પાડે છે. 21 સ્થાનિક સ્થળો ઉપરાંત બેંગકોક, પારો અને સિંગાપોર સહિત ત્રણ આંતરરાષ્ટ્રીય રૂટને જોડતા આ એરપોર્ટ ઉપરથી હાલમાં દરરોજ 130 થી વધુ એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM)નું સંચાલન કરવામાં આવે છે. આ વધારાની ક્ષમતાના નિર્માણથી ઉત્તર-પૂર્વને મુખ્ય ભૂમિ ભારત અને દક્ષિણપૂર્વ એશિયા સાથે જોડતા પ્રાદેશિક હબ તરીકે ગુવાહાટીની ભૂમિકા વધુ મજબૂત થવાની અપેક્ષા છે. ઉત્તર-પૂર્વના વિશાળ સાંસ્કૃતિક માળખાની ઝાંખી સિસ્ટમ માન્ય કામકાજમાં એરલાઇનનું સંકલન,ગ્રાઉન્ડ હેન્ડલિંગ,કટોકટી પ્રોટોકોલ અને ડિજિટલ એકીકરણનો સમાવેશ થાય છે. ડિજી યાત્રા-સક્ષમ પ્રક્રિયા, સંકલિત માર્ગની શોધ અને કેન્દ્રિય સંચાર પ્રણાલીઓ કાર્યરત છે. છૂટક અને ખાદ્યાન્નની સેવાઓ તબક્કાવાર શરું કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય વિખ્યાત ભારતીય આર્કિટેક્ટ નુરુ કરીમ દ્વારા ડિઝાઇન કરાયેલ આ ટર્મિનલ આસામના કોપૌ ફૂલ (શિયાળની પૂંછડીવાળું ઓર્કિડ) પ્રેરીત છે અને તેમાં 140 મેટ્રિક ટન (MT) થી વધુ વાંસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આસામના ભોલુકા વાંસ કારીગરી અને અરુણાચલ પ્રદેશના અપટાણી જનજાતિ સાથે સંકળાયેલ વાંસ આધારિત માળખાકીય પરંપરાઓના સ્થાપત્યના સંદર્ભો ઉત્તર-પૂર્વના વિશાળ સાંસ્કૃતિક માળખાને ઝાંખી કરાવે છે. અભિવ્યક્તિઓ વડે ફોરકોર્ટ પ્રવાસીઓને આવકારે છે અવકાશી પ્રવાહને મજબૂત બનાવતા તિજોરીવાળી છત આ ટર્મિનલમાં કુદરતી સૂર્ય પ્રકાશ ફેલાવે છે, જ્યારે એમ્ફીથિયેટર-આસામી શૈલી પ્રાદેશિક કલા અને પ્રદર્શન આ પ્રદેશના વારસાની અભિવ્યક્તિઓ વડે ફોરકોર્ટ પ્રવાસીઓને આવકારે છે.આ ડિઝાઇનને સમકાલીન માળખાગત સુવિધાઓ સાથે પ્રાદેશિક ઓળખને સંકલિત કરવા બદલ આંતરરાષ્ટ્રીય સ્થાપત્ય પુરસ્કાર 2025 પ્રાપ્તથયો છે.આ એરપોર્ટનું સંચાલન અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.ની પેટાકંપની ગુવાહાટી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ. (GIAL) દ્વારા કરવામાં આવે છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ તિરુવનંતપુરમ, મુંબઈ, નવી મુંબઈ, લખનૌ, જયપુર, અમદાવાદ અને મેંગલુરુમાં પણ એરપોર્ટનું સંચાલન કરે છે. આ પણ વાંચોઃ India Vs South Africa : સુપર 8માં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર,દક્ષિણ આફ્રિકાએ 76રનથી હરાવ્યું

Read Full Story arrow_forward
Patan News: હારીજમાં ગેનીબેનની હાજરીમાં જ ઠાકોર સમાજના બંધારણનો ભંગ, સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ
calendar_today February 22, 2026

Patan News: હારીજમાં ગેનીબેનની હાજરીમાં જ ઠાકોર સમાજના બંધારણનો ભંગ, સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ

ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના બંધારણનો વિવાદ વધી રહ્યો છે. કલાકાર ગબ્બર ઠાકોરને નાત બહાર કર્યા બાદ વિવાદ વકરી રહ્યો છે. ત્યારે પાટણના હારીજમાં ઠાકોર સમાજના બંધારણનો ભંગ કરાયો છે. સાંસદ ગેનીબેનની હાજરીમાં બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખના પુત્રના લગ્ન પ્રસંગમાં બંધારણનો ભંગ કરાયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બાબતે સોશિયલ મીડિયામાં પોસ્ટર વોર શરૂ થયું છે. ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું પાટણના હારીજમાં ઠાકોર સમાજના આગેવાને બંધારણ તોડ્યું હોવાનું સામે આવ્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરની ઉપસ્થિતમાં જ બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે બંધારણનું ઉલ્લંગન કરાયું છે. બંધારણમાં VIP રિસેપ્શન અને VIP ભોજન, VIP કંકોત્રી છપાવીને બંધારણ તોડ્યું છે. લગ્ન પ્રસંગે બંધારણમાં માત્ર એક જ મીઠાઈ પીરસવાનો ઉલ્લેખ કરાયો છે. બંધારણમાં હલ્દી રસમ,એન્ટ્રી મારવાની પ્રથા સહિત અન્ય કોઈ રસમોના પ્રસંગો કરવા પર પ્રતિબંધ છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર શરૂ ઠાકોર સમાજના આગેવાનો એક બાદ એક બંધારણનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ઠાકોર સમાજનું બંધારણ માત્ર ગરીબ લોકો માટે બનાવ્યું હોય તેમ સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર શરૂ થયા છે. ગબ્બર ઠાકોરના ભાઈ અર્જુન ઠાકોરે ફેસબુકમાં પોસ્ટ કરીને માત્ર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માટે જ બંધારણ બનાવ્યું હોવાની પોસ્ટ કરી છે. માત્ર સામાન્ય લોકો માટે બંધારણ નિયમો આગેવાનો માટે કેમ નહી એવા સવાલો પણ ઉભા થયાં છે. આ પણ વાંચોઃ Gujarat News: દમણમાં છુપાયેલો બિહારનો નક્સલવાદી ઝડપાયો, પોલીસે એક રાતમાં 100 રૂમો તપાસી

Read Full Story arrow_forward