android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: દમણમાં છુપાયેલો બિહારનો નક્સલવાદી ઝડપાયો, પોલીસે એક રાતમાં 100 રૂમો તપાસી
calendar_today February 22, 2026

Gujarat News: દમણમાં છુપાયેલો બિહારનો નક્સલવાદી ઝડપાયો, પોલીસે એક રાતમાં 100 રૂમો તપાસી

દમણ પોલીસનું ઓવરનાઈટ ઓપરેશન સફળ થયું છે.બિહારનો મોસ્ટ વોન્ટેડ નકસલવાદી આરોપી ઝડપાયો છે. મોડી રાત્રે દાભેલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. હત્યા અને ગંભીર ગુનાઓમાં આરોપી વોન્ટેડ હતો. 100 જેટલી રૂમોમાં પોલીસે તપાસ કરી હતી.મનોજ હાંસદા નામનો કુખ્યાત આરોપી પકડાયો હતો. બિહાર SSBની બાતમીતી પોલીસને સફળતા મળી હતી.જમુઈ જિલ્લામાં નકસલવાદી પ્રવૃત્તિમાં સામેલ હતો.દમણ પોલીસે બિહાર પોલીસને આરોપી સોંપ્યો હતો. ટીમો બનાવીને આખી રાત સર્ચ ઓપરેશન કર્યું બિહારની એસએસબી દ્વારા દમણ પોલીસને બાતમી આપવામાં આવી હતી. આ બાતમીને આધારે પોલીસે ઓવરનાઈટ ઓપરેશન શરૂ કર્યું હતું. બિહારના નક્સલવાદી જૂથ સાથે સંકળાયેલા અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીને પોલીસે દમણના દાભેલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. બિહારના જમુઈ જિલ્લાના ચરકાપથ્થર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલી પ્રવૃત્તિઓમાં આરોપી સામેલ હતો. આરોપી મનોજ હાંસદા દમણમાં છુપાયો હતો. દમણ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આખી રાત સર્ચ ઓપરેશન કર્યું હતું. આશરે 100 જેટલી રૂમોની તપાસ કરી હતી. અંતે એક ખોલીમાંથી આરોપી ઝડપાયો હતો. તેની ધરપકડ કરીને બિહાર પોલીસને સોંપવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ Morbi News: જેતપુર-રાપર રોડ પર કાર પાણી ભરેલા નાળામાં ખાબકી, બે મિત્રોના મોત

Read Full Story arrow_forward
Shankaracharya Avimukteshwarananda વિરુદ્ધ બાળ જાતીય શોષણના કેસની તપાસ કરાઇ શરૂ
calendar_today February 22, 2026

Shankaracharya Avimukteshwarananda વિરુદ્ધ બાળ જાતીય શોષણના કેસની તપાસ કરાઇ શરૂ

પ્રયાગરાજમાં ઝુંસી પોલીસ સ્ટેશન વાદી, આશુતોષ બ્રહ્મચારી સાથે માઘ મેળામાં ઘટના સ્થળે પહોંચી હતી. FIR નોંધી તપાસ શરૂ આ કેસમાં તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ કોર્ટ દ્વારા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. કોર્ટના હસ્તક્ષેપ બાદ ઝુંસી પોલીસ સ્ટેશનની પોલીસે FIR નોંધી અને તપાસ શરૂ કરી. આ કાર્યવાહી વાદી, આશુતોષ બ્રહ્મચારીની હાજરીમાં કરવામાં આવી હતી. પોલીસે POCSO એક્ટની અનેક કલમો હેઠળ અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ FIR દાખલ કરી હતી. શિબિરનું ઔપચારિક નિરીક્ષણ આ સમયગાળા દરમિયાન, તપાસ અધિકારીએ માઘ મેળાના સ્થળ, ત્રિવેણી માર્ગ પર સ્થિત સ્વામી અવિમુક્તેશ્વરાનંદ શિબિરનું ઔપચારિક નિરીક્ષણ કર્યું. પોલીસે આરોપોની ન્યાયી, પારદર્શક અને વૈજ્ઞાનિક તપાસ સુનિશ્ચિત કરવા માટે શિબિર પરિસર, પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો, સંબંધિત રૂમો અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોની ભૌતિક ચકાસણી અને ચિહ્નિત કર્યા. POCSO કોર્ટના આદેશ બાદ, ઝુનસી પોલીસ સ્ટેશનમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જાતીય શોષણનો આરોપ તુલસી પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારીએ તેમના પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. તેમણે બે કથિત સગીર પીડિતો વતી ઝુનસી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરી હતી. જોકે, જ્યારે એફઆઈઆર નોંધાઈ ન હતી, ત્યારે તેમણે 28 જાન્યુઆરીએ કલમ 173 (4) હેઠળ જિલ્લા કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ADJ રેપ અને POCSO સ્પેશિયલ કોર્ટે 21 ફેબ્રુઆરીએ અરજી મંજૂર કરી હતી અને FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. આ પણ વાંચોઃ Bangladesh News: ચૂંટણી બાદ સક્રિય થયા આવામી લીગના કાર્યાલયો, શું શેખ હસીનાની થશે વાપસી?

Read Full Story arrow_forward
Junagadh News: ડોન બનવા નીકળેલી વિવાદિત કીર્તી પટેલને લઈને પોલીસ જૂનાગઢ પહોંચી
calendar_today February 22, 2026

Junagadh News: ડોન બનવા નીકળેલી વિવાદિત કીર્તી પટેલને લઈને પોલીસ જૂનાગઢ પહોંચી

જૂનાગઢના ભવનાથમાં મહા શિવરાત્રીના દિવસે ભગવા કપડાં પહેરીના નાગા સાધુઓ વચ્ચે જઈને ડૂબકી મારનાર કીર્તિ પટેલ સામે કાયદાનો ગાળિયો કસાયો છે. કીર્તિ પટેલ સામે સાત દિવસમાં ત્રણ ફરિયાદો નોંધાતા પોલીસ એક્શનમાં આવી હતી. તેને રાજસ્થાનથી પકડીને જૂનાગઢ લાવવામાં આવી છે. પોલીસે મીડિયાને જોઈને ગાડી ભગાવી મુકી હતી. એક જ સપ્તાહમાં કીર્તિ પટેલ સામે ત્રણ ફરિયાદો જૂનાગઢમાં મહાશીવરાત્રીના મેળામાં મૃગી કૂંડમાં ડૂબકી લગાવવાનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને કીર્તિ પટેલને મંદિર પરિસરની બહાર કાઢી હતી. ત્યાર બાદ કીર્તિ પટેલે મહિલા પોલીસ અધિકારી સામે બબાલ કરતા તેની સામે પોલીસની ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ ધાર્મિક લાગણી દુભાવા અંગે પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. આટલેથી નહીં અટકતા જેતપુરના એક યુટ્યૂબરે કીર્તિ પટેલે 20 લાખની ખંડણી માગીને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાથી તેણે દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. એક સાથે ત્રણ ફરિયાદો નોંધાતા કીર્તિ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. મીડિયાને જોઈ પોલીસ ગાડી ભગાડી પોલીસે વિવાદ વધતાં કીર્તિ પટેલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. આખરે તે રાજસ્થાનમાં હોવાની જાણકારી મળતાં જ પોલીસે તેને રાજસ્થાનથી પકડી પાડી હતી. રાજસ્થાનથી તેને જૂનાગઢ લાવવામાં આવી હતી.પોલીસ જ્યારે કીર્તિને લઈને જૂનાગઢ પહોચી હતી ત્યારે તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે કીર્તિ પટેલ સામેથી મીડિયાને પણ દૂર રાખી હતી અને ગાડી ભગાવી મુકી હતી. આ પણ વાંચોઃ Vadodara News: બેંક મેનેજરની સતર્કતાથી પાંચ દિવસ ડિજિટલ એરેસ્ટ રહેલા વૃદ્ધના 20 લાખ બચી ગયા

Read Full Story arrow_forward