android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News: વાહન ચેકિંગ દરમિયાન વિવાદ, વકીલ અને તેમના પરિવારે PSIને ધમકી આપી ફરજમાં રુકાવટ કરી
calendar_today February 22, 2026

Amreli News: વાહન ચેકિંગ દરમિયાન વિવાદ, વકીલ અને તેમના પરિવારે PSIને ધમકી આપી ફરજમાં રુકાવટ કરી

અમરેલી જિલ્લાના રાજુલામાં પોલીસની કાયદેસરની કામગીરીમાં દખલગીરી કરી, મહિલા અધિકારીને ધમકાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન ડોક્યુમેન્ટ માંગતા ઉશ્કેરાયેલા એક વકીલ અને તેમના પરિવારે મહિલા પીએસઆઈ (PSI) અને પોલીસ સ્ટાફ સાથે બીભત્સ વર્તન કરી ફરજમાં રુકાવટ ઉભી કરતા અંતે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.ઘટનાની વિગતો રાજુલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એસ. બી. જાની અને તેમનો સ્ટાફ જાહેર માર્ગ પર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક સવારને અટકાવી તેની પાસે વાહનના કાગળો માંગવામાં આવ્યા હતા. કાગળો ન હોવાથી PSIએ કાયદેસરની કાર્યવાહી કરી બાઈક ડિટેઈન કરવાનું કહેતા મામલો બિચક્યો હતો. ગાળો આપી એટ્રોસીટીની ધમકી આપી આરોપી વકીલ અરવિંદ ખુમાણ, તેમની પત્ની અને પુત્રીએ પોલીસ સ્ટાફ સાથે ગેરવર્તન શરૂ કર્યું હતું. આરોપ મુજબ, તેમણે પોલીસને જાહેરમાં બીભત્સ ગાળો આપી હતી અને PSIને ધમકી આપી હતી કે, જો બાઈક ડિટેઈન કરશો તો તમને એટ્રોસીટી અને માર મારવાની ખોટી ફરિયાદમાં ફસાવી દઈશું. આ પ્રકારની ગુનાહિત ધમકી આપી સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરી હતી. કાયદેસરની કાર્યવાહી પોલીસ અધિકારી સાથેના આ દુર્વ્યવહાર બાદ મહિલા PSI એસ.બી. જાનીએ પોતે જ ફરિયાદી બની રાજુલા પોલીસ સ્ટેશનમાં વકીલ અરવિંદ ખુમાણ અને તેમના પરિવાર સામે ફરજમાં રુકાવટ અને ધમકી આપવા બદલ ગુનો નોંધાવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ પણ વાંચો - Amreli News: સાવરકુંડલામાં બે કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, આઠ ઘાયલ

Read Full Story arrow_forward
Tharad News: ભાજપ નેતા ગૌતમ ગેડિયાએ છૂટાછેડા માટે મોબાઈલને જવાબદાર ગણાવ્યો
calendar_today February 22, 2026

Tharad News: ભાજપ નેતા ગૌતમ ગેડિયાએ છૂટાછેડા માટે મોબાઈલને જવાબદાર ગણાવ્યો

બનાસકાંઠાના થરાદ ખાતે આયોજિત ગુરુ બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેલા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાએ નવદંપતીઓને શીખ આપતા એક વિવાદાસ્પદ અને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે વર્તમાન સમયમાં વધી રહેલા છૂટાછેડાના કિસ્સાઓ માટે સીધો જ મોબાઈલ અને સોશિયલ મીડિયાને જવાબદાર ઠેરવ્યા છે.છૂટાછેડા પાછળ સોશિયલ મીડિયાને ગણ્યું જવાબદારગૌતમ ગેડિયાએ નવવધૂઓને સંબોધતા કહ્યું હતું કે, "અત્યારના સમયમાં છૂટાછેડા પાછળનું મુખ્ય કારણ મોબાઈલ છે." તેમણે બહેનોને શિખામણ આપતા ઉમેર્યું કે, સંસારમાં સુખી થવું હોય તો સ્ત્રીઓએ એ ભાવ કેળવવો જોઈએ કે "મારો પતિ જ મારું સોશિયલ મીડિયા છે." તેમણે વધુમાં જણાવ્યું કે, "મારું Instagram, Facebook, WhatsApp અને Twitter મારો ઘરવાળો છે જો આ ભાવ સાથે તમે સંસારની શરૂઆત કરશો, તો ક્યારેય પ્રશ્નો નહીં સર્જાય."ગુરુ બ્રાહ્મણ સમાજના સમુહ લગ્ન આપ્યું નિવેદનસોશિયલ મીડિયાના વળગણને કારણે પારિવારિક સંબંધોમાં આવતી તિરાડ અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી અને નવદંપતીઓને સુખી જીવન માટે ડિજિટલ દુનિયા કરતા વાસ્તવિક સંબંધોને વધુ મહત્વ આપવા અપીલ કરી હતી. લઆ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતા મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. કેટલાક લોકો તેને યોગ્ય શિખામણ ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને વ્યક્તિગત સ્વતંત્રતા પરના પ્રહાર તરીકે જોઈ રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Morbi News: જેતપુર-રાપર રોડ પર કાર પાણી ભરેલા નાળામાં ખાબકી, બે મિત્રોના મોત
calendar_today February 22, 2026

Morbi News: જેતપુર-રાપર રોડ પર કાર પાણી ભરેલા નાળામાં ખાબકી, બે મિત્રોના મોત

મોરબી જિલ્લામાં ગમખ્વાર અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગત રાત્રે જેતપુર-રાપર રોડ પર એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર માર્ગ સાઈડમાં આવેલા પાણી ભરેલા નાળામાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર મોરબીના મહેન્દ્રનગર વિસ્તારના બે આશાસ્પદ યુવકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.ઘટનાની વિગતો ઘટનાની મળતી માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નિલેશભાઈ કાનાણી અને ભીખાલાલ દલસાણીયા પોતાની કાર લઈને જેતપુર-રાપર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક કાર પરથી કાબૂ ગુમાવતા કાર રોડ નીચે ઉતરી ગઈ હતી અને પલટાઈને પાણી ભરેલા નાળામાં ખાબકી હતી. કાર ઉંધી પલટી મારી ગઈ હોવાથી બંને યુવાનોને બહાર નીકળવાની તક મળી ન હતી. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રાણ પંખેરું ઉડ્યા અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ કારના દરવાજા તોડીને બંને યુવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક જેતપરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા. પરિવારમાં શોકનું મોજું યુવાન વયના બે મિત્રોના અકાળે અવસાનના સમાચાર મહેન્દ્રનગર પહોંચતા જ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Morbi: સાઈડ કાપવાની સામાન્ય તકરારમાં સોની યુવાનની કરપીણ હત્યાના કાળજું કંપાવી દેતા CCTV ફૂટેજ

Read Full Story arrow_forward