android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: શહેરી વિકાસ વિભાગે પૂર્ણ થયેલા અને હાલમાં ચાલુ વિકાસ કામોનો હિસાબ માંગ્યો
calendar_today February 22, 2026

Gujarat News: શહેરી વિકાસ વિભાગે પૂર્ણ થયેલા અને હાલમાં ચાલુ વિકાસ કામોનો હિસાબ માંગ્યો

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. પાલિકા અને પંચાયતોની ચૂંટણી પહેલા સરકાર વિકાસ કામો પૂર્ણ કરવા માટે તત્પર બની છે. રાજ્યનો શહેરી વિકાસ વિભાગ ચૂંટણી પહેલા એક્શનમાં આવ્યો છે. એક પરિપત્ર જાહેર કરીને હાલમાં પૂર્ણ થયેલા અને ચાલુ રહેલા કામોનો હિસાબ આપવા માટે સૂચના આપવામાં આવી છે. કેટલા કામો થયા અને કેટલા કામ ચાલુ છે તેનો હિસાબ આપવા માટે સૂચના આપવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તંત્ર હરકતમાં ગુજરાતમા હાલમા વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા ફાઈનલ મતદાર યાદી પણ જાહેર કરી દેવાઈ છે. ત્યારે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીયો યોજાય તેનો માર્ગ મોકળો થયો છે. આ ચૂંટણીઓ પહેલા રાજ્યમાં ચાલી રહેલા વિકાસ કામોને લઈને શહેરી વિકાસ વિભાગ પણ એક્શનમાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગે એક પરિપત્ર કરીને હાલમાં ચાલી રહેલા અને પૂર્ણ થયેલા કામોનો હિસાબ માંગ્યો છે. ચૂંટણી પહેલા જ તમામ વિકાસ કામો પૂર્ણ થાય તે માટે તૈયારીઓ શરૂ કરાઈ છે. આ પણ વાંચોઃ Vadodara News: બેંક મેનેજરની સતર્કતાથી પાંચ દિવસ ડિજિટલ એરેસ્ટ રહેલા વૃદ્ધના 20 લાખ બચી ગયા

Read Full Story arrow_forward
Banaskantha News: બટાકાના ભાવ તળિયે, MLA માવજી દેસાઈએ CMને પત્ર લખી સહાયની માગ કરી
calendar_today February 22, 2026

Banaskantha News: બટાકાના ભાવ તળિયે, MLA માવજી દેસાઈએ CMને પત્ર લખી સહાયની માગ કરી

ગુજરાતના બટાકાના હબ ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાકાનું બમ્પર ઉત્પાદન તો થયું છે, પરંતુ બજારમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને "પડતા પર પાટું" જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોની આ વેદનાને વાંચા આપવા માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખાસ આર્થિક સહાય જાહેર કરવા રજૂઆત કરી છે.ખર્ચ સામે આવક શૂન્ય બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજે 64,948 હેક્ટર જમીનમાં બટાકાનું જંગી વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે, ઉત્પાદન વધતા ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, બટાકાના બિયારણ, ખાતર, ખેતીની મજૂરી અને ત્યારબાદ બટાકાને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજના ભાડાનો ખર્ચ અત્યારે મળતી આવક કરતા અનેકગણો વધી ગયો છે. આ સ્થિતિમાં ખેડૂતોને ખેતરમાંથી બટાકા નિકાળવા પણ પરવડી રહ્યા નથી. વીઘે રૂપિયા 25 થી 30 હજારનું નુકસાન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતોને સરેરાશ વીઘા દીઠ 25 થી 30 હજાર રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બટાકા પકવતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે, અને તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે. ખેડૂતોને બચાવવા માટે સરકાર દ્વારા તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી, સબસીડી અથવા ખેડૂતોના ખાતામાં સીધી આર્થિક સહાય આપવામાં આવે તેવી માગ ઉઠી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની આ હૈયા વરાળ સાંભળીને આગામી દિવસોમાં કોઈ હકારાત્મક નિર્ણય લે છે કે કેમ. આ પણ વાંચો - Dhanera News: જનાલી-ધરણોધર વચ્ચે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત, યુવકનું મોત

Read Full Story arrow_forward
Gujarat અને વેસ્ટ મિડલેન્ડ વચ્ચે નવા વ્યાપારી અધ્યાયનો પ્રારંભ: જોઈન્ટ વર્કિંગ ગ્રુપની થશે રચના
calendar_today February 22, 2026

Gujarat અને વેસ્ટ મિડલેન્ડ વચ્ચે નવા વ્યાપારી અધ્યાયનો પ્રારંભ: જોઈન્ટ વર્કિંગ ગ્રુપની થશે રચના

ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ કમબાઈન્ડ ઓથોરીટીના મેયર રિચાર્ડ પાર્કર અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. ભારત-યુકે ટ્રેડ ડીલ બાદ આ ડેલિગેશન પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યું છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ બંને પ્રદેશો વચ્ચે વ્યાપારી અને શૈક્ષણિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.વિવિધ ક્ષેત્રોમાં સહયોગની તત્પરતા મુખ્યમંત્રી સાથેની બેઠક દરમિયાન પ્રતિનિધિ મંડળે હાયર એજ્યુકેશન, ગ્રીન ઇકોનોમી, ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), સ્કીલ ડેવલોપમેન્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને એડવાન્સ મેન્યુફેક્ચરીંગ જેવા અત્યાધુનિક ક્ષેત્રોમાં સહકાર આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ખાસ કરીને 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં યુકેની નિષ્ણાત ટુકડી મદદરૂપ થશે. જોઈન્ટ વર્કિંગ ગ્રુપની રચના પરસ્પર વિકાસની સંભાવનાઓને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકાર અને વેસ્ટ મિડલેન્ડના અધિકારીઓનું એક જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવાનું સૂચન કર્યું હતું. આ માટે 'ઇન્ડેક્સ-બી'ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ પ્રતિનિધિ મંડળને આગામી 2027ની વાઈબ્રન્ટ સમિટમાં જોડાવા માટે પણ આમંત્રણ પાઠવ્યું હતું. ડેલિગેશનમાં સામેલ મહાનુભાવો આ હાઇ લેવલ ડેલિગેશનમાં વેસ્ટ મિડલેન્ડ ગ્રોથ કંપનીના CEO નેઇલ રામી, E.ON એનર્જીના વિજય ટાંક, બર્મીંગહાર્મ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડેવિડ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સામેલ હતા. ગુજરાત તરફથી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર અને ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward