android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway News : મહેસાણા–જગુદણ સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
calendar_today February 22, 2026

Railway News : મહેસાણા–જગુદણ સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે

રેલ મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂ કરે. મુસાફરો ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર માહિતી મેળવી શકે છે. પૂર્ણ રદ્દ ટ્રેન •તા. 20.02.2026 ની ટ્રેન સંખ્યા 79435/79436 સાબરમતી–પાટણ–સાબરમતી ડેમૂ રદ્દ રહેશે. માર્ગ પરિવર્તિત ટ્રેનો 01-તા. 19.02.2026ની 19032 યોગનગરી ઋષિકેશ સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા – આંબલિયાસણ – કલોલના બદલે પરિવર્તિત માર્ગ મહેસાણા – કટોસણ રોડ – કલોલના રસ્તે ચાલશે. 02-તા. 19.02.2026ની 19412 દૌલતપુર ચોક – સાબરમતી એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ મહેસાણા – આંબલિયાસણ – કલોલના બદલે પરિવર્તિત માર્ગ મહેસાણા – કટોસણ રોડ – કલોલના રસ્તે ચાલશે. મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો. પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે ‘મિશન જીરો સ્ક્રેપ’ અંતર્ગત નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરતાં નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન અત્યાર સુધી ₹61.53 કરોડ મૂલ્યની સ્ક્રેપ સામગ્રીનું નિપટાન કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ ‘મિશન જીરો સ્ક્રેપ’ હેઠળ અમદાવાદ મંડળની તેની તમામ સ્થાપનાઓ અને એકમોને સ્ક્રેપ-મુક્ત બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ દર્શાવે છે.રેલવે પ્રશાસન દ્વારા બિનઉપયોગી, પરિત્યક્ત અને અપ્રચલિત સામગ્રીના સુવ્યવસ્થિત નિપટાન દ્વારા માત્ર આવક જ પ્રાપ્ત કરવામાં આવી રહી નથી, પરંતુ સંપત્તિઓનું અસરકારક સંચાલન તેમજ સ્વચ્છ પરિસર પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો : Railway News : અમદાવાદ રેલ મંડળમાં એલાર્મ ચેન પુલિંગને લઈ 449 કેસ નોંધવામાં આવ્યા, મુસાફરો પાસેથી 48,700 નો દંડ વસૂલાયો

Read Full Story arrow_forward
Bharuch: કંપનીમાં અચાનક લાગી આગ, પાલિકા અને GNFCના ફાયર ફાઈટરોએ ભારે જહેમતે આગ બુઝાવી
calendar_today February 22, 2026

Bharuch: કંપનીમાં અચાનક લાગી આગ, પાલિકા અને GNFCના ફાયર ફાઈટરોએ ભારે જહેમતે આગ બુઝાવી

ભરૂચ જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જીઆઈડીસીમાં આવેલી તુષાર ટ્રાન્સ એક્યુટમેન્ટ પ્રા. લિ. નામની કંપનીમાં આગની ઘટના બનતા કામદારો અને આસપાસની કંપનીઓમાં અફરાતફરી સર્જાઈ હતી.ફાયર ફાઈટરોની ત્વરિત કામગીરીઆગ લાગ્યાની જાણ થતા જ ભરૂચ નગરપાલિકાની ફાયર ટીમ તેમજ GNFC ની ફાયર ફાઈટરોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની જ્વાળાઓ વધુ પ્રસરે તે પહેલાં જ ફાયર વિભાગના જવાનોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.મોટી જાનહાનિ ટળીરાહતની વાત એ છે કે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જ જાનહાનિના સમાચાર નથી. કંપનીમાં હાજર તમામ કર્મચારીઓ સમયસર સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. જોકે, આગને કારણે કંપનીમાં રહેલા મશીનરી અને માલ-સામાનને નુકસાન થયું હોવાની આશંકા છે.આ પણ વાંચો: Ahmedabd: પાસાનો ગુનેગાર બેફામ! વસ્ત્રાલમાં ડેકોરેટર્સની દુકાનમાં તોડફોડ કરી

Read Full Story arrow_forward
Jamnagar News: ખેતરમાં પિયત કરતા ખેડૂતનું હાર્ટ એટેકથી મોત
calendar_today February 22, 2026

Jamnagar News: ખેતરમાં પિયત કરતા ખેડૂતનું હાર્ટ એટેકથી મોત

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપર ગામે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. ખેતરમાં મહેનત કરી રહેલા એક આધેડ વયના ખેડૂતનું હાર્ટ એટેક આવવાને કારણે નિધન થયું છે. પિયત કરી રહેલા ખેડૂતને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેઓ ઢળી પડ્યા હતા, જેના કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઘટનાની વિગતો ઘટનાની મળતી માહિતી અનુસાર, જામનગર જિલ્લાના લતીપર ગામમાં રહેતા 55 વર્ષીય ખેડૂત વિપુલગર ભીખુગર ગોસાઈ આજે સવારે લતીપર ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે કામ અર્થે ગયા હતા. ખેતરમાં હાલ શાકભાજીનું વાવેતર કરેલું હોવાથી તેઓ છોડને પાણી પાઈ રહ્યા (પિયત કરી રહ્યા) હતા. આ દરમિયાન અચાનક જ તેમના શરીરમાં બેચેની અનુભવાઈ હતી અને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત દુખાવો ઉપડતા જ વિપુલગર ખેતરમાં જ બેભાન થઈ ગયા હતા. આ અંગેની જાણ પરિવારજનોને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. જોકે, કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં જ ખેડૂતે અંતિમ શ્વાસ લીધા હતા. ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયું હતું. ખેતીકામ કરતા કરતા જ ખેડૂતનું હાર્ટ એટેકથી મોત નિપજતા લતીપર ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ પણ વાંચો - Jamnagar : ઈલેક્ટ્રીક બાઈકના સર્વિસ સેન્ટરમાં બબાલ, ઉશ્કેરાયેલા બે શખ્સો દ્વારા કરાઈ તોડફોડ, સર્જાયો અફરાતફરીનો માહોલ

Read Full Story arrow_forward