android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: કામરેજમાં આંબોલી બ્રિજ પરથી અજાણ્યા યુવકે કરી આત્મહત્યા
calendar_today February 22, 2026

Surat News: કામરેજમાં આંબોલી બ્રિજ પરથી અજાણ્યા યુવકે કરી આત્મહત્યા

સુરત જિલ્લાના કામરેજ પંથકમાં આત્મહત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કામરેજ પાસે તાપી નદી પર આવેલા આંબોલી બ્રિજ પરથી એક અજાણ્યા યુવકે નદીના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. નેશનલ હાઈવે 48 પર બનેલી આ ઘટનાને પગલે વાહનચાલકો અને સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ઘટનાની વિગતો ઘટનાની મળતી માહિતી અનુસાર, એક અજાણ્યો યુવક કામરેજના નેશનલ હાઈવે 48 પરથી પસાર થતી તાપી નદીના બ્રિજ પર પહોંચ્યો હતો. ત્યાં પોતાના ચંપલ કાઢીને તેણે અચાનક જ નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. બ્રિજ પર યુવકના ચંપલ મળી આવતા પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી. રેસ્ક્યુ ઓપરેશન અને તપાસ આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. કામરેજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બોટ તેમજ લાઈફ જેકેટની મદદથી નદીમાં યુવકની શોધખોળ હાથ ધરી છે. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢ્યો છે. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો છે. બીજી તરફ, કામરેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવક કોણ છે, ક્યાંનો રહેવાસી છે અને તેણે શા માટે આ પગલું ભર્યું તે અંગે પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી છે. પોલીસે ગુમ થયેલા વ્યક્તિઓના રેકોર્ડ તપાસવાની કાર્યવાહી પણ હાથ ધરી છે. આ પણ વાંચો - Surat: સંકલન બેઠકમાં મેયર અને MLAનો હુંકાર, ખાડી પૂર, અશાંત ધારો અને ગેરકાયદે પાર્કિંગ મુદ્દે તંત્રને ખખડાવ્યું

Read Full Story arrow_forward
Jasdan: દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પૂજારીએ રાજકોટ સિવિલમાં અંતિમ શ્વાસ લીધા
calendar_today February 22, 2026

Jasdan: દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પૂજારીએ રાજકોટ સિવિલમાં અંતિમ શ્વાસ લીધા

જસદણ તાલુકાના કનેસરા ગામે બનેલી વન્યજીવ હુમલાની ઘટનામાં આજે એક દુખદ સમાચાર સામે આવ્યા છે. કનેસરા સ્થિત જડિયા મહાદેવ મંદિરના પૂજારી સવાભગતનું દીપડાના હુમલામાં ગંભીર ઈજાઓ થયા બાદ આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જસદણમાં દીપડાના હુમલામાં પૂજારીનું મોતજસદણના કનેસરા ગામે આવેલા જડિયા મહાદેવના મંદિરે દીપડો ત્રાટક્યો હતો. આ હિંસક દીપડાએ મંદિરમાં હાજર પૂજારી સવાભગત તેમજ તેમની સાથેના એક સેવક પર ઓચિંતો જીવલેણ હુમલો કર્યો હતો. દીપડાએ પૂજારીને ગંભીર રીતે ફાડી ખાતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા.સારવાર દરમિયાન નિધનઘટના બાદ પૂજારી સવાભગતને તાત્કાલિક અસરથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેઓ જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહ્યા હતા. જોકે, ડોક્ટરોની તમામ કોશિશ છતાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂજારીના નિધનના સમાચાર મળતા જ કનેસરા ગામ અને ભક્ત સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું છે.આ પણ વાંચો: Morbi: સાઈડ કાપવાની સામાન્ય તકરારમાં સોની યુવાનની કરપીણ હત્યાના કાળજું કંપાવી દેતા CCTV ફૂટેજ

Read Full Story arrow_forward
Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના 80 શાહુકારોને કારણદર્શક નોટીસ, 15 દિવસમાં ખુલાસો રજુ ન કરનારના રજિસ્ટ્રેશન રદ થશે
calendar_today February 22, 2026

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના 80 શાહુકારોને કારણદર્શક નોટીસ, 15 દિવસમાં ખુલાસો રજુ ન કરનારના રજિસ્ટ્રેશન રદ થશે

શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા જિલ્લાના 80 જેટલા શાહુકારોને તેમનો પરવાનો રીન્યુ ન કરાવવા બદલ કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે. શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર કોમલ કે. ચૌધરી અને સહકારી અધિકારી (ધિરધાર) નિકુલગીરી એન. ગોસ્વામી દ્વારા ઇશ્યુ કરવામાં આવેલી આ નોટીસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, નોટીસ મળ્યાના ૧૫ દિવસની અંદર સંબંધિત શાહુકારોએ લેખિત અથવા મૌખિક ખુલાસો કચેરી સમક્ષ રજુ કરવાનો રહેશે. એક તરફી રીતે રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ સાથે જ E-Cooperative Portal (https://ecooperative.gujarat.gov.in) પર જરૂરી આધાર પુરાવા સાથે રજિસ્ટ્રેશન તાજું અથવા રીન્યુ કરવા માટે અરજી કરવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં ખુલાસો કે અરજી રજુ કરવામાં કસુર કરનાર શાહુકારો સામે કડક વલણ અપનાવવામાં આવશે. જો રજુ કરાયેલ ખુલાસો અસંતોષકારક જણાશે અથવા સમય મર્યાદામાં જવાબ નહિ મળે, તો ગુજરાત નાણાંની ધિરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩ ની જોગવાઈ મુજબ એકતરફી રીતે રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ નાણાંની ધિરધારની પ્રવૃત્તિ પારદર્શક અને કાયદેસર રીતે થાય તે માટે સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. તમામ શાહુકારોને કાયદાનું પાલન કરી નિર્ધારિત સમયમાં જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવા માટે શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, સુરેન્દ્રનગર દ્વારા જણાવાયું છે. આ પણ વાંચો : Valsad News : વલસાડના ધરમપુરમાં તાજેતરમાં થઈ સાપોનાં ઝેરની હરાજી, જેમાં ઝેરની ઉચ્ચ ગુણવત્તાને કારણે અપેક્ષા કરતાં વધુ કિંમત મળી

Read Full Story arrow_forward