Vadodara News : વડોદરાના તરસાલીમાં બેફામ ડમ્પર ચાલકે યુવકનો જીવ લીધો, સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો
વડોદરાના તરસાલી બળીયાદેવ પાસે અકસ્માતમાં યુવકનું મોત થયું છે. બેફામ દોડતા ડમ્પરે એકિટવા ચાલકને અડફેટે લીધો અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ડમ્પર ચાલકની અટકાયત કરી હતી, ,સ્થાનિકોનો આક્ષેપ છે કે ડમ્પરો વારંવાર અકસ્માત સર્જતા હોય છે. વડોદરામાં ડમ્પરની અડફેટે એકનું મોત વડોદરાના તરસાલી બળીયાદેવ મંદિર નજીક ડમ્પરની અડફેટે એકનું મોત થયું છે, અને એક્ટિવા સવારને યુવકને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને મૃતદેહને પીએમ માટે ખસેડયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, તરસાલી બળીયાદેવ મંદિર પાસેના માર્ગ પરથી એક યુવક એક્ટિવા પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવતા બેફામ ડમ્પરના ચાલકે તેને ટક્કર મારી હતી અને યુવક ડમ્પરના ટાયર નીચે આવી ગયો હતો. પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધ્યો પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. અકસ્માત સર્જી ભાગવા જતાં ડમ્પરચાલક સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો : Railway News : મહેસાણા–જગુદણ સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Read Full Story arrow_forward