android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadhમાં બેહદ ફિલ્મનો વિરોધ યથાવત, ​બેહદ પિક્ચર એકતા માટે ખતરારૂપ હોવાનો મુસ્લિમ અગ્રણીનો આક્ષેપ, જુઓ Video
calendar_today February 22, 2026

Junagadhમાં બેહદ ફિલ્મનો વિરોધ યથાવત, ​બેહદ પિક્ચર એકતા માટે ખતરારૂપ હોવાનો મુસ્લિમ અગ્રણીનો આક્ષેપ, જુઓ Video

આ બેહદ પિકચરમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ​ફિલ્મના દ્રશ્યોથી ધાર્મિક લાગણી દુભાઈ છે અને ફિલ્મને લઇ ​મુસ્લિમ સમાજમાં ભારે રોષ છે અને ફિલ્મના ​ડાયરેક્ટર, પ્રોડ્યુસર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરાઈ છે. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા લવ જેહાદ મુદ્દે બનેલી ‘બેહદ’ ફિલ્મ સામે મુસ્લિમ સમાજના કેટલાક આગેવાનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ફિલ્મથી લાગણી દુભાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે પ્રોડ્યુસર ફિલ્મને જાગૃતિ માટે બનાવાઈ હોવાનું કહે છે. લવ જેહાદના મુદ્દા પર આધારિત ફિલ્મ ‘બેહદ’ રિલીઝ થયા બાદ કેટલાક વિસ્તારોમાં વિરોધની લહેર જોવા મળી રહી છે. ફિલ્મ ખાસ એક સમાજને નિશાન બનાવી રજૂ કરવામાં આવી હોવાનું કહી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. આ પણ વાંચો : Mehsana News : મહેસાણા પોલીસે પોલીસને જ ફટકાર્યો દંડ, કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કારના માલિકો સામે કાર્યવાહી

Read Full Story arrow_forward
Dhanera News: જનાલી-ધરણોધર વચ્ચે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત, યુવકનું મોત
calendar_today February 22, 2026

Dhanera News: જનાલી-ધરણોધર વચ્ચે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત, યુવકનું મોત

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં ફરી એકવાર માર્ગ અકસ્માતે એક આશાસ્પદ યુવકનો ભોગ લીધો છે. ધાનેરાના જનાલી અને ધરણોધર ગામ વચ્ચે બોલેરો ગાડી અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 25 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા યુવકને કાળ આંબી જતાં પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે.ઘટનાની વિગતો ઘટનાની મળતી માહિતી અનુસાર, 25 વર્ષીય અશોકભાઈ માજીરાણા નામના યુવક એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પોતાના બાઈક પર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જનાલી અને ધરણોધર ગામ વચ્ચેના માર્ગ પર સામેથી આવી રહેલી એક બોલેરો ગાડી અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે અશોકભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતક યુવકના દેહને તાત્કાલિક અસરથી ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત અંગે ધાનેરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. લગ્નના હરખમાં ગયેલા યુવકના અકાળે અવસાનથી માજીરાણા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ પણ વાંચો - Banaskantha News : વાવ-સુઈગામ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, વાવ ચાર રસ્તે સર્કલ બનાવવા સ્થાનિકોની માગ

Read Full Story arrow_forward
Ahmedabadની સેવન્થ ડે સ્કૂલના પૂર્વ સત્તાધીશો નહીં સુધરે, 68 દિવસ બાદ પણ દસ્તાવેજો ગુમ, જુઓ Video
calendar_today February 22, 2026

Ahmedabadની સેવન્થ ડે સ્કૂલના પૂર્વ સત્તાધીશો નહીં સુધરે, 68 દિવસ બાદ પણ દસ્તાવેજો ગુમ, જુઓ Video

સેવન્થ ડે સ્કૂલે કરી સરકારની પણ અવગણના અને નોટિસ છતાં પૂર્વ સંચાલકોએ ધારણ કર્યુ મૌન, સ્કૂલે નિયમોનો ખુલ્લેઆમ ભંગ કર્યો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે બેદરકારી થઈ હોવાની વાત સામે આવી છે, સ્કૂલ સરકાર હસ્તગત છતા ફાઇલ ગાયબ છે.RTEમાં સામાન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપીને ફી વસૂલી અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. સ્કૂલના પ્રાથમિક વિભાગમાં વર્ષ 2017-18થી RTEમાં એક પણ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો નથી. સ્કૂલે RTEની બેઠકોમાં સામાન્ય વિદ્યાર્થીઓની જેમ ફી વસૂલી છે.જેમાં 2017-18થી 8000 વિદ્યાર્થીઓને RTEમાં પ્રવેશ ના આપીને 19 કરોડની ફી વસૂલી છે. હાલ આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે જેનો ચુકાદો પણ આવશે. આ પણ વાંચો : Junagadhમાં બેહદ ફિલ્મનો વિરોધ યથાવત, ​બેહદ પિક્ચર એકતા માટે ખતરારૂપ હોવાનો મુસ્લિમ અગ્રણીનો આક્ષેપ, જુઓ Video

Read Full Story arrow_forward