android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi : દિલ્હીથી મેરઠ હવે ફક્ત 55 મિનિટમાં, PM મોદીએ 'નમો ભારત રેપિડ રેલ'ના સંપૂર્ણ ભાગનું ઉદ્ઘાટન કર્યું
calendar_today February 22, 2026

Delhi : દિલ્હીથી મેરઠ હવે ફક્ત 55 મિનિટમાં, PM મોદીએ 'નમો ભારત રેપિડ રેલ'ના સંપૂર્ણ ભાગનું ઉદ્ઘાટન કર્યું

PM નરેન્દ્ર મોદી દ્વારા આજે 82 કિલોમીટર લાંબા દિલ્હી–મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ના બાકીના તમામ ભાગોનું ઉદ્ઘાટન કર્યું છે. આ ઐતિહાસિક પગલાંથી દિલ્હી થી મેરઠ વચ્ચેની મુસાફરી હવે માત્ર 55 મિનિટમાં પૂર્ણ થશે, જે પહેલાં ઘણો સમય લેતી હતી. ન્યૂ અશોક નગર સુધીનો 5 કિમીનો વિભાગ આ પ્રોજેક્ટમાં દિલ્હીના સરાય કાલે ખાનથી ન્યૂ અશોક નગર સુધીનો 5 કિમીનો વિભાગ અને મેરઠ દક્ષિણથી મોદીપુરમ સુધીનો 21 કિમીનો વિભાગ સામેલ છે. સાથે જ 23 કિલોમીટર લાંબી મેરઠ મેટ્રોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે દેશની સૌથી ઝડપી મેટ્રો સેવાઓમાંની એક છે. ઉદ્ઘાટન બાદ આજે સાંજે 6 વાગ્યાથી આ બંને સેવાઓ સામાન્ય જનતા માટે શરૂ કરવામાં આવી. પ્રધાનમંત્રીનું સ્વાગત ગાઝિયાબાદ સ્થિત હિંડોન એરપોર્ટ પ્રધાનમંત્રીનું સ્વાગત ગાઝિયાબાદ સ્થિત હિંડોન એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ બંને મેરઠ પહોંચ્યા, જ્યાં ઉદ્ઘાટન સમારોહ સાથે એક જાહેર રેલીને પણ સંબોધન કરવામાં આવ્યું. આ પહેલા પ્રધાનમંત્રીએ મેરઠમાં અંદાજે ₹12,930 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ‘નમો ભારત’ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને NCRTCના અધિકારીઓએ શતાબ્દી નગરથી મેરઠ દક્ષિણ સુધી ‘નમો ભારત’ ટ્રેનમાં મુસાફરી કરી અને મુસાફરો સાથે સંવાદ કર્યો. અધિકારીઓએ રેપિડ રેલની કામગીરી, સુરક્ષા વ્યવસ્થા અને ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી આપી. ‘નમો ભારત રેપિડ રેલ’ ‘નમો ભારત રેપિડ રેલ’માં મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અંદાજે 80 ટકા ડ્રાઇવર સ્ટાફ મહિલાઓનો રહેશે. ટ્રેનમાં મહિલાઓ માટે ખાસ કોચ, વિશાળ સામાન જગ્યા, વધારાની ઊભા રહેવાની જગ્યા, પાણી બોટલ હોલ્ડર, મેગેઝિન સ્ટેન્ડ અને ફૂટરેસ્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. ટેક્નોલોજીની દૃષ્ટિએ પણ આ રેલ અત્યંત આધુનિક ટેક્નોલોજીની દૃષ્ટિએ પણ આ રેલ અત્યંત આધુનિક છે. ટ્રેન 180 કિમી પ્રતિ કલાકની ગતિએ દોડી શકે છે, સંપૂર્ણ ડિજિટલ ડ્રાઇવર કન્સોલ ધરાવે છે અને પ્રીમિયમ કોચમાં મોબાઇલ-લેપટોપ ચાર્જિંગ પોઇન્ટ તથા સૂર્યપ્રકાશથી બચાવ માટે બ્લાઇન્ડ કર્ટેન્સ આપવામાં આવ્યા છે. સરાય કાલે ખાન સ્ટેશન પર સ્માર્ટ ટિકિટિંગ, QR કોડ આધારિત ટિકિટિંગ અને ભવિષ્યમાં દિલ્હી–અલવર તથા દિલ્હી–કરનાલ રેપિડ રેલ જોડાણ માટે છ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. આ રીતે ‘નમો ભારત રેપિડ રેલ’ દિલ્હી–NCR વિસ્તારમાં આધુનિક, ઝડપી અને વિશ્વસ્તરીય પરિવહન તરફનું એક મોટું પગલું સાબિત થશે.આ પણ વાંચો : Iran US tension : ઈરાન સામે હુમલો કે સંયમ? ટ્રમ્પ વહીવટીતંત્રમાં ગંભીર મતભેદો

Read Full Story arrow_forward
Mehsana News : મહેસાણા પોલીસે પોલીસને જ ફટકાર્યો દંડ, કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કારના માલિકો સામે કાર્યવાહી
calendar_today February 22, 2026

Mehsana News : મહેસાણા પોલીસે પોલીસને જ ફટકાર્યો દંડ, કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કારના માલિકો સામે કાર્યવાહી

મહેસાણામાં કાર પરથી કાળા કાચ દૂર કરાયા છે અને આ કાર્યવાહી પોલીસની કાર હોય તેની સામે કરવામાં આવી છે, હેડક્વાર્ટરમાં પોલીસકર્મીઓએ કાળા કાચ દૂર કર્યા છે અને નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, કાળા કાચ, નંબર પ્લેટ વગરની 30 કાર સામે કાર્યવાહી કરાઈ છે. મહેસાણા SPએ પોલીસને નિયમ પાલન માટે સૂચના આપી મહેસાણા એસપીએ નિયમ પાલનની શરૂઆત પોતાના જિલ્લાના પોલીસ કર્મીઓ સામે કરી છે, મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ કર્મીઓની કારના કાળા કાચ દૂર કરાયા છે અને નંબર પ્લેટ વગરની ગાડી સામે પણ કાર્યવાહી કરી છે, ટ્રાફિક નિયમનના પાલન માટે શરૂઆત હેડક્વાર્ટરથી કરી છે જેથી અન્ય વાહનચાલકોને એમ ના થાય કે પોલીસની સામે તો કોઈ કાર્યવાહી કરી નથી, ત્યારે વહેલી સવારથી પોલીસે પોલીસની સામે જ કાર્યવાહી કરી છે. 16 દિવસ અગાઉ ​મહેસાણામાં બે PI અને 22 PSIની આંતરિક બદલી કરાઈ મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ એક આદેશ જારી કરીને જિલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેક્ટર અને 22 પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરી છે. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના 80 શાહુકારોને કારણદર્શક નોટીસ, 15 દિવસમાં ખુલાસો રજુ ન કરનારના રજિસ્ટ્રેશન રદ થશે

Read Full Story arrow_forward
Dwarka News: ભારતીય કોસ્ટ ગાર્ડને મળી મોટી સફળતા, કરોડોના માલસામાન સાથે બોટ ઝડપાઈ
calendar_today February 22, 2026

Dwarka News: ભારતીય કોસ્ટ ગાર્ડને મળી મોટી સફળતા, કરોડોના માલસામાન સાથે બોટ ઝડપાઈ

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ ઉત્તર અરબી સમુદ્રમાં દેશની દરિયાઈ સીમાની સુરક્ષા કાજે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. દ્વારકાથી અંદાજે 115 નોટિકલ માઈલ દૂર ભારતીય જળસીમામાં શંકાસ્પદ રીતે ફરી રહેલી એક વિદેશી બોટને કોસ્ટ ગાર્ડના જહાજે ઝડપી લીધી છે. આ બોટમાંથી અંદાજે રૂપિયા 2.5 થી 5 કરોડની કિંમતનો ગેરકાયદેસર માલસામાન મળી આવ્યો છે.ઘટનાની વિગતો 21 ફેબ્રુઆરીના રોજ પેટ્રોલિંગ દરમિયાન કોસ્ટ ગાર્ડને એક શંકાસ્પદ બોટ દેખાઈ હતી. કોસ્ટ ગાર્ડનું જહાજ નજીક આવતા જ બોટે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા (IMBL) તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સજાગ જવાનોએ તેને આંતરી લીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બોટનું નામ 'અલ મુખ્તાર' છે, જે શ્રીલંકાના કોલંબોમાં રજિસ્ટર થયેલી છે, પરંતુ તેના પર સવાર 4 ક્રૂ મેમ્બર ઈરાની નાગરિકો છે. બોટમાંથી શું મળ્યું? બોટની સઘન તપાસ કરતા તેમાંથી છુપાવેલા 200 કાર્ટન મળી આવ્યા હતા, જેમાં અંદાજે 1 લાખ સિગારેટના પેકેટ હતા. આ સિવાય ભારતમાં પ્રતિબંધિત એવો થુરાયા સેટેલાઈટ ફોન અને 8 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલા ક્રૂ મેમ્બર્સ પાસે ભારતીય જળસીમામાં હોવા અંગેના કોઈ માન્ય દસ્તાવેજો મળી આવ્યા ન હતા. એક સપ્તાહમાં બીજો મોટો કેસ ઉલ્લેખનીય છે કે, ગત 16 ફેબ્રુઆરીએ પણ કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS એ સંયુક્ત ઓપરેશન કરી 203 કિલો નશીલા પદાર્થો સાથે બે ઈરાની નાગરિકોને ઝડપ્યા હતા. હાલમાં આ બોટને વધુ તપાસ માટે પોરબંદર જેટી પર લાવવામાં આવી રહી છે, જ્યાં વિવિધ એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવશે. આ પણ વાંચો - Porbandar News: પોરબંદરના દરિયામાં ડ્રગ્સ વિરુદ્ધ કોસ્ટગાર્ડ અને ATSનું જોઇન્ટ ઓપરેશન

Read Full Story arrow_forward