Vadodara News: સમામાં 25 ફૂટનો ખાડો કૂદાવનાર કારચાલક ઝડપાયો, પોલીસે જાહેરમાં કરાવી ઉઠક-બેઠક
વડોદરાના સમા વિસ્તારમાં થોડા સમય પહેલા એક લક્ઝુરિયસ કાર હવામાં ફંગોળાઈને 25 ફૂટ લાંબો ખાડો કૂદી ગઈ હોવાનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ જોખમી સ્ટંટ અને અકસ્માત મામલે સમા પોલીસ દ્વારા વીડિયોના આધારે તપાસ કરી કાર ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આરોપી પાસે જાહેરમાં ઉઠક-બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.નશાની હાલતમાં મચાવી હતી ધમાલ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અકસ્માત સર્જનાર કાર ચાલક હરણી વિસ્તારમાં રહેતો 21 વર્ષીય તરુણ સોની છે. ઘટના સમયે તરુણ નશાની હાલતમાં હતો અને બેફામ ગતિએ કાર હંકારી રહ્યો હતો. નશાના જોરમાં તેણે રસ્તા પર રહેલા 25 ફૂટ લાંબા ખાડા પરથી કાર કુદાવી દીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી.https://x.com/sandeshnews/status/2025466513130725650 પોલીસની કડક કાર્યવાહી સમા પોલીસે આરોપી તરુણ સોની વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ અને મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. વાયરલ વીડિયોમાં તેની જોખમી ડ્રાઈવિંગ સ્પષ્ટ દેખાતી હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. યુવાનોમાં આવું કૃત્ય કરતા ડર બેસે તે હેતુથી પોલીસે આરોપી પાસે જાહેરમાં માફી મંગાવી ઉઠક-બેઠક કરાવી હતી. વડોદરા પોલીસની આ કડક કાર્યવાહીની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે. દારૂ પીને વાહન ચલાવનારા તત્ત્વોમાં પોલીસ કાર્યવાહી બાદ ફફડાટ ફેલાયો છે. આ પણ વાંચો - Vadodara News : વડોદરાના તરસાલીમાં બેફામ ડમ્પર ચાલકે યુવકનો જીવ લીધો, સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો
Read Full Story arrow_forward