android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad News: ભોમાં-પારડી રોડ પર દીપડાની લટાર, લોકોમાં ફફડાટ
calendar_today February 22, 2026

Valsad News: ભોમાં-પારડી રોડ પર દીપડાની લટાર, લોકોમાં ફફડાટ

વલસાડ જિલ્લામાં માનવ વસાહત અને જાહેર માર્ગો પર વન્ય પ્રાણીઓની અવરજવર વધતા ફફડાટ ફેલાયો છે. વલસાડના ભોમાં-પારડી મુખ્ય માર્ગ પર ગત રાત્રે એક કદાવર દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. જાહેર માર્ગ પર દીપડો દેખાતા આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.કારની લાઈટમાં કેદ થયો દીપડો ભોમાં-પારડી રોડ પરથી રાત્રિના સમયે પસાર થઈ રહેલા એક કાર ચાલકની સામે અચાનક દીપડો આવી ગયો હતો. કાર ચાલકે સમયસૂચકતા વાપરી કારની લાઈટ ચાલુ રાખી હતી અને પોતાના મોબાઈલમાં આ મહાકાય દીપડાનો વીડિયો કેદ કર્યો હતો. વીડિયોમાં દીપડો રસ્તાની વચ્ચે આરામથી ફરતો જોઈ શકાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. નોકરિયાત વર્ગ અને ગ્રામજનો ચિંતિત આ વિસ્તારમાં અનેક લોકો રાત્રિના સમયે નોકરી-ધંધા અર્થે અવરજવર કરતા હોય છે. દીપડાની હાજરીને પગલે ટુ-વ્હીલર ચાલકો અને પગપાળા જતા લોકોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. વન વિભાગ દ્વારા લોકોને રાત્રિના સમયે એકલા ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. પાંજરું મૂકવા ઉગ્ર માગ દીપડો જાહેર માર્ગ પર દેખાતા રોલા અને આસપાસના ગામના લોકોમાં ભારે ગભરાટ છે. ગ્રામજનોની માગ છે કે, વન વિભાગ તાત્કાલિક અસરથી આ વિસ્તારમાં પાંજરું મૂકે અને દીપડાને પાંજરે પૂરી સુરક્ષિત સ્થળે ખસેડે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના કે માનવ-વન્યજીવ સંઘર્ષ ટાળી શકાય. આ પણ વાંચો - Valsad News: રોલા ગામે એક જ અઠવાડિયામાં બીજીવાર બે કાર વચ્ચે જોરદાર ટક્કર

Read Full Story arrow_forward
Surat: CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો' અને ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો
calendar_today February 22, 2026

Surat: CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો' અને ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો

સુરતમાં આજથી જ્ઞાન અને સૌંદર્યનો મનોહર સંગમ રચાયો છે. સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા આયોજિત 'સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો' અને 'ફ્લાવર શો'નો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરદ હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરી સુરતીઓને અનોખી ભેટ આપી છે.VNSGU કેમ્પસ બન્યું આકર્ષણનું કેન્દ્રસુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના વિશાળ કેમ્પસમાં આ બંને ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાકાળ બાદ એટલે કે પૂરા 5 વર્ષ પછી સુરતીઓની સતત માંગને ધ્યાનમાં રાખીને પુસ્તક મેળાનું પુનઃ આયોજન કરાયું છે. 22 ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ મેળો આગામી 1 માર્ચ સુધી ચાલશે.દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી (અને આ વિસ્તારના લોકપ્રિય નેતા) હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પુસ્તક મેળાના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી અને ફ્લાવર શોના અદભૂત ડેકોરેશનને પણ નિહાળ્યું હતું.પુસ્તક પ્રેમીઓ માટે સુવર્ણ તકઆ પુસ્તક મેળામાં દેશભરના નામી પબ્લિશર્સ ભાગ લઈ રહ્યા છે, જ્યાં વાચકોને હજારો પુસ્તકોનું વૈવિધ્ય જોવા મળશે. બીજી તરફ, ફ્લાવર શોમાં અવનવા દેશી-વિદેશી ફૂલોનું પ્રદર્શન શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સુરતીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે આ જ્ઞાન-સૌંદર્યના ઉત્સવને માણવા ઉમટી પડશે તેવી શક્યતા છે.આ પણ વાંચો: Surat: દાંડી રોડ પર ખાનગી સ્કૂલ પાસે બેરીકેટ સાથે અથડાતા બાઇક સવાર આધેડનું મોત

Read Full Story arrow_forward
Bhuj News : ભુજ શહેરનો વિકાસ થયો પરંતુ આ ગાર્ડનની જાળવણી પાલિકાએ ના કરતા બન્યો ઉજ્જડ
calendar_today February 22, 2026

Bhuj News : ભુજ શહેરનો વિકાસ થયો પરંતુ આ ગાર્ડનની જાળવણી પાલિકાએ ના કરતા બન્યો ઉજ્જડ

પાલિકા દ્વારા કરોડો રૂપિયા ખર્ચે બગીચાનું નવીનીકરણ જાહેરાત બાદ પણ બગીચાની હાલતમાં કોઈ સુધારો થયો નથી, ભુજ શહેરમાં આવેલા રાજાશાહી સમયના બાગ બગીચા આજે ઉજ્જડ અને વેરાન જોવા મળી રહ્યા છે, ભુજ નગરપાલિકા બગીચાની જાળવણી કરવામાં નિષ્ફળ સાબિત થઇ છે. ભુજના હમીરસર તળાવ મધ્યે આવેલા રાજેન્દ્ર પાર્ક ભુજના હમીરસર તળાવ મધ્યે આવેલા રાજેન્દ્ર પાર્ક જાળવણીના અભાવે દયનીય હાલતમાં જોવા મળી રહ્યો છે, પાલિકા દ્વારા થોડા સમય પહેલા અદાજીત એક કરોડ રૂપિયાના ખર્ચે રાજેન્દ્ર પાર્કનું નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોન્ટ્રાકટર દ્વારા બગીચાના કામ ગેરરીતિ અને નબળી ગુણવતાનું કામ થતું હોવાની ફરિયાદ ઉઠી હતી જેના આધારે પાલિકાએ કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી કામ બંધ કરાવ્યું હતું ત્યારબાદ કોઈપણ કામગીરી કરવામાં આવી નથી. હાલમાં બગીચો અસામાજિક તત્વોના અડ્ડો સમાન બની હોય તેવું લાગી રહ્યું છે રાજાશાહી સમયમાં આ બગીચો શહેરની શોભા સમાન હતો અગાઉ તળાવમાં બોટિંગ , ગાર્ડનમાં ઝૂલતો બ્રિજ , ફુવારા સહિતના આકર્ષણો હતા હાલમાં ઝૂલતો બ્રિજ દયનિય સ્થિતિમાં અને ફુવારા ગાયબ થઈ ગયા છે, અહીંયા લગાડવામાં આવેલા વૃક્ષો અત્યારે સુકાઈ ગયા છે, રાજેન્દ્ર બાગ આજે ઉજ્જડ અને વેરાન બની ગયો છે, પાલિકા દ્વારા યોગ્ય જાળવણી કરવામાં આવે અથવા બગીચાને કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવે તેવી માગ ઉઠી છે, રાજેન્દ્ર પાર્કની જાળવણી કરવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ ગયું છે, પાલિકા દ્વારા રાજેન્દ્ર પાર્કનું ખરા અર્થમાં નવીનીકરણ કરવામાં આવેતો ભુજ વાસીઓ નજરાણું બની શકે તેમ છે. આ પણ વાંચો : Botad News : બરવાળા ખાતે 14 માર્ચના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે, સમાધાન કરીને કોર્ટની સાક્ષીએ કેસનો થઈ શકશે નિકાલ

Read Full Story arrow_forward