android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Botad News : બરવાળા ખાતે 14 માર્ચના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે, સમાધાન કરીને કોર્ટની સાક્ષીએ કેસનો થઈ શકશે નિકાલ
calendar_today February 22, 2026

Botad News : બરવાળા ખાતે 14 માર્ચના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે, સમાધાન કરીને કોર્ટની સાક્ષીએ કેસનો થઈ શકશે નિકાલ

આ લોક અદાલતનો મુખ્ય હેતુ પક્ષકારો વચ્ચે પરસ્પર સંમતિથી સમાધાન કરાવી વિવાદોનો ઝડપી અને સુખદ નિકાલ લાવવાનો છે. લોક અદાલતમાં વિવિધ પ્રકારનાં સમાધાનલાયક કેસોનો સમાવેશ કરવામાં આવશે. ફોજદારી કેસોનો પરસ્પર સમજૂતીથી નિકાલ કરવાનો પ્રયાસ ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી સંબંધિત દાવાઓમાં વ્યાજ માફી સાથે સમાધાન, લેણી રકમની તકરાર, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138ના કેસો, ઘરેલું હિંસા અધિનિયમ હેઠળનાં મામલા, ભરણપોષણ સંબંધિત અરજીઓ, દિવાની દાવાઓ તેમજ સમાધાનપાત્ર ફોજદારી કેસોનો પરસ્પર સમજૂતીથી નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જિલ્લા સ્તરે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ છે લોક અદાલત ન્યાયની પ્રક્રિયાને સરળ, ઝડપી અને ઓછા ખર્ચાળ બનાવવાનો અસરકારક ઉપાય છે. પરંપરાગત અદાલતી પ્રક્રિયાની તુલનામાં અહીં વિવાદો ઓછા સમયમાં અને બંને પક્ષોની સહમતિથી ઉકેલી શકાય છે, જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થાય છે. લાગતા વળગતા પક્ષકારોને અપીલ કરવામાં આવે છે કે તેઓ તા. ૧૪/૦૩/૨૦૨૬ના રોજ યોજાનારી આ લોક અદાલતમાં ભાગ લઈ પોતાનાં કેસો સમાધાન માટે રજૂ કરે. વધુ માહિતી માટે જિલ્લા સ્તરે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ બોટાદ, જિલ્લા ન્યાયાલય બોટાદ તથા તાલુકા સ્તરે તાલુકા કાનુની સેવા સમિતિ બરવાળા, પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ બરવાળાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. આ પણ વાંચો : Bhavnagar News : લગ્નમાં આવેલા 5 ડોકટર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા, પોલીસે ગુનો નોંધી તપાસ કરી શરૂ

Read Full Story arrow_forward
Surat: દાંડી રોડ પર ખાનગી સ્કૂલ પાસે બેરીકેટ સાથે અથડાતા બાઇક સવાર આધેડનું મોત
calendar_today February 22, 2026

Surat: દાંડી રોડ પર ખાનગી સ્કૂલ પાસે બેરીકેટ સાથે અથડાતા બાઇક સવાર આધેડનું મોત

સુરત-દાંડી રોડ પર વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. નોકરી પરથી પરત ફરી રહેલા એક આધેડનું બાઇક રસ્તા પરના બેરીકેટ સાથે ભટકાતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ હચમચાવી દેતી અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.દાંડી રોડ પર અકસ્માતની ઘટના મળતી માહિતી મુજબ, મૃતક આધેડ પોતાની નોકરી પૂર્ણ કરીને બાઇક પર સવાર થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સુરત-દાંડી રોડ પર આવેલી એક ખાનગી સ્કૂલ પાસે તેમનું વાહન અચાનક રસ્તા પર મૂકેલા બેરીકેટ સાથે જોરદાર રીતે ભટકાયું હતું. ટક્કર એટલી ભીષણ હતી કે આધેડને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.CCTV ફૂટેજ આવ્યા સામેઅકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે બાઇક સવાર આધેડ રસ્તા પરના બેરીકેટ સાથે અથડાયા હતા. આ વીડિયો હવે પોલીસ તપાસ માટે મુખ્ય પુરાવો બન્યો છે.આ પણ વાંચો: Ahmedabad: કરાઈ પાસે નર્મદા કેનાલમાં ખાબકેલા યુવકનો લોકોએ જીવ બચાવ્યો ફાયર ટીમ પહોંચે તે પહેલાં જ દિલધડક રેસ્ક્યુ

Read Full Story arrow_forward
Happy birthday Ahmedabad : અમદાવાદની સૌથી મોટી પોળ આજે કેમ બની માત્ર વેપારી કેન્દ્ર? જાણો
calendar_today February 22, 2026

Happy birthday Ahmedabad : અમદાવાદની સૌથી મોટી પોળ આજે કેમ બની માત્ર વેપારી કેન્દ્ર? જાણો

અમદાવાદનું પ્રાચીન શહેર તેના હેરિટેજ માટે વિશ્વભરમાં ઓળખાય છે. અહીં આવેલી પોળો એ સંયુક્ત જીવનશૈલી, સુરક્ષા અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. આવી જ એક પોળ છે જે સૌથી ઐતિહાસિક ગણવામાં આવે છે. આજે પણ પોતાના ગૌરવશાળી ભૂતકાળની સાક્ષી આપે છે. સમય સાથે રહેણાંકમાંથી વ્યાપારી કેન્દ્ર બનેલી આ પોળ અમદાવાદના બદલાતા સ્વરૂપની કહાની કહે છે. માંડવીની પોળનો ઐતિહાસિક પરિચય માંડવીની પોળ લગભગ 500 વર્ષ જૂની માનવામાં આવે છે. લોકકથાઓ અનુસાર, જામા મસ્જિદ અને તેની આસપાસ સુલતાનાના સ્વપ્નમાં દેખાયેલા દ્રશ્યોને આધારે આ વિસ્તારની રચના કરવામાં આવી હતી. ‘માંડવી’ શબ્દનો અર્થ બજાર અથવા વ્યાપારિક સ્થાન સાથે જોડાય છે, જે તેની મૂળ ઓળખ દર્શાવે છે. શરૂઆતમાં અહીં રહેણાંક, ધાર્મિક અને સામાજિક જીવન સાથે વ્યાપાર પણ ફૂલ્યો-ફાલ્યો હતો. અમદાવાદની સૌથી મોટી પોળ માંડવીની પોળને અમદાવાદની સૌથી મોટી પોળ તરીકે ઓળખવામાં આવે છે. તેની અંદર 30થી વધુ નાની-મોટી પોળો સામેલ છે, જે એકબીજાથી સંકળાયેલી સંકડી ગલીઓ દ્વારા જોડાયેલી છે. આ રચના માત્ર સુરક્ષા માટે નહીં, પરંતુ સામૂહિક જીવન અને પરસ્પર સહકાર માટે પણ મહત્વપૂર્ણ હતી. એક સમય હતો જ્યારે દરેક ઘર એક પરિવાર નહીં, પરંતુ એક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતું હતું. માણેકચોક નજીકનો વ્યાપારી વિકાસ માણેકચોક માર્કેટની નજીક હોવાને કારણે માંડવીની પોળનો વ્યાપારિક મહત્ત્વ સતત વધતો ગયો. છેલ્લા 75 વર્ષમાં પોળની મુખ્ય શેરીનો લેન્ડસ્કેપ સંપૂર્ણ બદલાઈ ગયો. જ્યાં પહેલાં રહેણાંક મકાનો હતા, ત્યાં આજે દુકાનો, ગોડાઉન અને વેપારિક સંસ્થાઓ જોવા મળે છે. ખાસ કરીને છેલ્લા 25–30 વર્ષમાં આ પોળ એક મોટા કોમર્શિયલ હબ તરીકે વિકસિત થઈ છે. રહેવાસીઓની યાદોમાં જીવતી પોળ આજના સમયમાં ભલે માંડવીની પોળ વ્યાપારી કેન્દ્ર બની ગઈ હોય, પરંતુ કેટલાક વૃદ્ધ રહેવાસીઓ અને જૂના વ્યવસાયિકો માટે આ વિસ્તાર હજુ પણ ‘ઘર’ છે. તેમની યાદોમાં પોળના તહેવારો, મેળા, પરસ્પર સહકાર અને સામૂહિક આનંદ આજે પણ જીવંત છે. તેઓ કહે છે કે પહેલાં લોકો એક પરિવારની જેમ રહેતા, આજે એ લાગણી ધીમે ધીમે ખોવાઈ ગઈ છે. પરિવર્તન અને પડકારો માંડવીની પોળના રહેવાસીઓ જાણાવે છે કે અહીંની સામાજિક પ્રવૃત્તિઓ નોંધપાત્ર રીતે ઘટી છે. મોટા ભાગના મૂળ રહેવાસીઓ નવા અમદાવાદ તરફ સ્થળાંતર કરી ગયા છે. પોળનું જીવન હવે બજારના સમય સાથે જાગે છે અને બંધ થાય છે. જે પોળ એક સમયે આનંદ, સંસ્કૃતિ અને સંવેદનાનું કેન્દ્ર હતી, તે આજે માત્ર વેપાર સુધી સીમિત બની ગઈ છે. ધરોહર બચાવવાનો સમય જૂની વસ્તુઓ મૂલ્યવાન હોય છે – આ વાત આપણે વારંવાર કહીએ છીએ. પરંતુ માંડવીની પોળના સંદર્ભમાં આ લાગણી હવે ધીમે ધીમે કમજોર પડી રહી છે. જો સમયસર આ પોળની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને સંરક્ષિત કરવામાં નહીં આવે, તો આવનારી પેઢી માટે તે માત્ર એક માર્કેટ બનીને રહી જશે. માંડવીની પોળ માત્ર ભૂતકાળની યાદ નથી, પરંતુ અમદાવાદની આત્માનો એક અંશ છેઆ પણ વાંચો : Happy birthday Ahmedabad : અમદાવાદનું 70 વર્ષ જૂનું માર્કેટ, જાણો ભગવાનના વાઘા માટે કેમ છે ફેમસ?

Read Full Story arrow_forward