android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: લગ્નની લાલચે 23 વર્ષીય યુવતીનું 5 વર્ષ સુધી શારીરિક શોષણ, મંદિરમાં ખોટા લગ્ન કરી પ્રેમી થયો ફરાર
calendar_today February 22, 2026

Surat: લગ્નની લાલચે 23 વર્ષીય યુવતીનું 5 વર્ષ સુધી શારીરિક શોષણ, મંદિરમાં ખોટા લગ્ન કરી પ્રેમી થયો ફરાર

શહેરના લિંબાયત વિસ્તારમાં પ્રેમ અને વિશ્વાસના નામે યુવતી સાથે છેતરપિંડીની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લગ્નની લાલચ આપી એક યુવતીનું સતત પાંચ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યા બાદ, જ્યારે યુવતીએ કાયદેસરના લગ્નની માંગણી કરી ત્યારે પ્રેમી તેને તરછોડીને ફરાર થઈ ગયો છે. આ મામલે પીડિતાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.મંદિરમાં વરમાળા પહેરાવી રચ્યું લગ્નનું નાટકમળતી માહિતી મુજબ, લિંબાયત વિસ્તારની 23 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી આરોપી સાગર ભામરે તેને લગ્નની ખાતરી આપી હતી. આરોપી યુવતીને અઠવાલાઇન્સ સ્થિત કાશી વિશ્વનાથ મંદિરે લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતીને વરમાળા પહેરાવીને 'આપણા લગ્ન થઈ ગયા છે' તેવો વિશ્વાસ અપાવ્યો હતો. આ જુઠ્ઠાણાના સહારે તેણે યુવતીને પત્નીની જેમ રાખી પાંચ વર્ષ સુધી તેનું યૌનશોષણ કર્યું હતું.કોર્ટ મેરેજની માંગ કરતા જ અસલી ચહેરો સામે આવ્યોપાંચ વર્ષના લાંબા ગાળા બાદ જ્યારે યુવતીએ સાગર પાસે કાયદેસરના કોર્ટ મેરેજ કરવાની જીદ કરી, ત્યારે સાગરનો અસલી ચહેરો સામે આવ્યો હતો. કાયદેસર રીતે પત્નીનો દરજ્જો આપવાને બદલે સાગરે યુવતીને તરછોડી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો. યુવતીને અહેસાસ થયો કે તેની સાથે માત્ર શારીરિક સંબંધ બાંધવા માટે જ લગ્નનું ખોટું નાટક કરવામાં આવ્યું હતું.પોલીસ કાર્યવાહીપોતાની સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવતા યુવતીએ લિંબાયત પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે આરોપી સાગર ભામરે વિરુદ્ધ બળાત્કાર અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Patan: સાંતલપુરમાં સાસરિયાના ત્રાસથી મહિલાનો આપઘાતનો પ્રયાસ, પતિ સહિત 6 સામે પોલીસ ફરિયાદ

Read Full Story arrow_forward
Veraval: ખોરાકની શોધમાં સાવજો હવે શહેરની ભાગોળે, સાઈબાબા મંદિર પાસે બે સિંહણ અને બે બાળ સિંહોની લટાર
calendar_today February 22, 2026

Veraval: ખોરાકની શોધમાં સાવજો હવે શહેરની ભાગોળે, સાઈબાબા મંદિર પાસે બે સિંહણ અને બે બાળ સિંહોની લટાર

ગીર સોમનાથનું વેરાવળ શહેર હવે ધીમે ધીમે સિંહોનું કાયમી ઠેકાણું બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગત રાત્રે વેરાવળ શહેરની ભાગોળે આવેલા સાઈબાબા મંદિર પાછળના ડારી રોડ પર એકસાથે ચાર સિંહો આવી ચઢતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.રહેણાંક વિસ્તારમાં સિંહોની દોડાદોડીમળતી માહિતી મુજબ, બે સિંહણ અને બે બાળ સિંહો (શાબકો) નો પરિવાર મોડી રાત્રે જંગલ વિસ્તારમાંથી ભટકીને શહેરના ગીચ રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગયો હતો. આ સિંહો મુખ્ય માર્ગ પર કોઈ પણ ડર વગર બિન્દાસ રીતે દોડાદોડી કરતા જોવા મળ્યા હતા. ખોરાકની શોધમાં સિંહો હવે જંગલ છોડીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારો તરફ વળી રહ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે.બાઈક સવારે વીડિયો કેદ કર્યોઆ દરમિયાન માર્ગ પરથી પસાર થતા એક બાઈક ચાલકનો સામનો આ સિંહ પરિવાર સાથે થયો હતો. બાઈક ચાલકે સમયસૂચકતા વાપરીને પોતાના મોબાઈલમાં આ સિંહોના દ્રશ્યો કેદ કરી લીધા હતા. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ પણ વાંચો:Surat: લગ્નની લાલચે 23 વર્ષીય યુવતીનું 5 વર્ષ સુધી શારીરિક શોષણ, મંદિરમાં ખોટા લગ્ન કરી પ્રેમી થયો ફરાર

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ બન્યું સ્મગલિંગ હબ, અબુધાબીથી આવેલા મુસાફર પાસેથી 3 ગોલ્ડ કેપ્સ્યુલ મળી
calendar_today February 22, 2026

Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ બન્યું સ્મગલિંગ હબ, અબુધાબીથી આવેલા મુસાફર પાસેથી 3 ગોલ્ડ કેપ્સ્યુલ મળી

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી ઝડપાઈ છે અને અબુ ધાબીથી આવેલા મુસાફર પાસેથી 21.89 લાખનું સોનું ઝડપાયું છે, સોનાની કેપ્સ્યુલ બનાવી શરીરમાં છુપાવી લાવ્યો હતો મુસાફર અને એર અરેબિયાની ફ્લાઈટમાં આવેલા મુસાફર પાસેથી 135.200 ગ્રામ સોનું ઝડપાયું છે. 3 ગોલ્ડ કેપ્સ્યુલ પેટમાં છુપાવી લાવ્યો હતો મુસાફર અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી ઝડપાઈ છે અને મુસાફર પેટમાં ગોલ્ડ કેપ્સ્યુલ છુપાવીને લાવ્યો હતો અને કસ્ટમ વિભાગ દ્વારા તપાસ કરાતા ભાંડો ફૂટયો હતો, હાલમાં મુસાફરની અટકાયત કરવામાં આવી છે, અને તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ પરથી અવાર-નવાર ઝડપાય છે સોનું. અમદાવાદ એરપોર્ટ પરથી અવાર-નવાર ઝડપાય છે સોનું છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે રૂપિયા 199 કરોડનું ગોલ્ડ સીઝ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કસ્ટમ વિભાગ દ્વારા હાલ એક નવી ટ્રીક અજમાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વારંવાર દુબઈ કે બીજા દેશોમાંથી આવતા-જતા લોકો અને અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાં મુસાફરો પર નજર રાખવામાં આવી છે. જેના કારણે સોનાની તસ્કરી કરતાં લોકો પકડાઈ રહ્યા છે. આ પણ વાંચો : Railway News : “ફાગણ ફેરી” નિમિત્તે 01 માર્ચે પાલીતાણાથી બાંદ્રા માટે ખાસ ટ્રેન દોડશે, ટિકિટ બુકિંગ થયું શરૂ

Read Full Story arrow_forward