android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદનું ચંડોળા તળાવ બનશે મીની કાંકરિયા, 36 કરોડના ખર્ચે પ્રથમ ફેઝ પૂર્ણ થવાના આરે
calendar_today February 22, 2026

Ahmedabad News : અમદાવાદનું ચંડોળા તળાવ બનશે મીની કાંકરિયા, 36 કરોડના ખર્ચે પ્રથમ ફેઝ પૂર્ણ થવાના આરે

તળાવમાં ગેઝેબો અને વોક-વેનું કામ ચાલુ છે અને તળાવમાં 19 કુવા બનાવ્યા છે, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે આકર્ષકનું કેન્દ્ર અને તળાવમાં લેક પાસે ઓપન જિમ બનશે અને અપ્પર પ્રોમેનાડ અને જંગલ થીમ ઝોન તૈયાર કરાયું છે. ચંડોળા તળાવમાં EWS સ્કીમ હેઠળ બનાવાશે મકાન ચંડોળા તળાવને ઝુંપડપટ્ટી મુક્ત કરવા માટે ઝુંપડાવાસીઓને EWS મકાનો ફાળવવા અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાયેલા ઠરાવમાં ૧-૧૨-૨૦૧૦ અગાઉ ચંડોળા તળાવ વિસ્તારમાં રહેનારાઓને જ આ યોજનાનો લાભ મળશે તેવી મહત્વની જોગવાઈ પણ કરવામાં આવી છે. તાજેતરનાં વર્ષોમાં ચંડોળાનાં કિનારે ઝુંપડા બનાવીને રહેતાં હશે તેમને આવાસ મળશે નહિ અને તેમને ત્યાંથી ખસેડવામાં આવશે. આ ઠરાવ મંજૂર કરીને તે અંગે રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવશે. ડ્રોન મારફતે સર્વે કરાવો છે અને ચંડોળા તળાવ અને તળાવની ફરતે આશરે ૨.૫૦ લાખ ચો.મી. જમીનમાં દબાણો હોવાનું જોવા મળ્યું હતુ. પહેલા ફેઝમાં ચંડોળા તળાવને 27.53 કરોડના ખર્ચેડેવલપમેન્ટ કરવામાં આવશે ચંડોળા તળાવનો આધુનિક રીતે વિકાસ કરવામાં આવશે જેથી લોકો અહીં હરવા ફરવા માટે આવી શકે અને તેમાંથી પણ આવક મેળવી શકાય. અમદાવાદ મનપા દ્વારા દાણીલીમડામાં ચંડોળા તળાવ 27.53 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચંડોળા તળાવની ફરતે ડ્રેનેજ લાઈન, વોક વે, બીઆરટીએસ રોડ ઉપર ડેવલપમેન્ટ એરિયામાં અપર પ્રોમીનાડ અને લોઅર પ્રોમીનાડ, એમ્પીથીયેટર, જંગલ જીમ, ખંભાતી કુવા, પાર્ટીપ્લોટ બ્રાઇડ રૂમ, ગ્રુમ રૂમ, ઇવેન્ટ માટે શેડ, સુએજ પંપીંગ સ્ટેશન વગેરે બનાવીને તળાવની રોકન વધારવામાં આવશે. આ સાથે સાથે તળાવની ફરતે આખી દિવાલ પણ ઊભી કરવામાં આવશે. ચંડોળા તળાવમાંથી 1.50 ચો.મી. જમીનમાંથી દબાણો હટાવાયા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ચંડોળા તળાવમાં પુરાણ કરીને ફાર્મહાઉસ અને ઝુંપડા વગેરે બનાવી બાંગ્લાદેશીઓને આશરો આપનારા લલ્લા બિહારીનાં ગેરકાયદે દબાણો નેસ્તનાબૂદ કરી નાખ્યા બાદ હવે બાકીનાં ગેરકાયદે ઝૂંપડા દૂર કરી તળાવને દબાણમુક્ત બનાવવા માટે બીજા તબક્કાની કાર્યવાહી અંતર્ગત ઝુંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવા માટે EWS હેઠળ બનતાં મકાનો ફાળવવાનો નિર્ણય લેવાયો છે. રૂ. ૩ લાખની આવક ધરાવતા ઝૂંપડાવાસીઓને શહેરના સાતેય ઝોનમાં EWS હેઠળ બની રહેલા મકાનામાં વિકલ્પ અધાશે. DYMC રિધેશ રાવલે જણાવ્યું હતું કે, ચંડોળાને ઝુંપડામુક્ત કરવા માટે AMC અને કલેક્ટર કચેરી દ્વારા ડીમાર્કેશનની કામગીરી હાથ ધરાઈ છે.ચંડોળા તળાવમાંથી ૧.૫૦ ચો.મી. જમીનમાંથી દબાણો હટાવાયા છે. આ પણ વાંચો : Rajkot News : રાજકોટ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી, મોટા ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ત્યાં પોલીસે કર્યુ સર્ચ ઓપરેશન

Read Full Story arrow_forward
Ahmedabad: બહેરામપુરા પોલીસ ચોકી પાસે 19 વર્ષીય યુવાનની કરપીણ હત્યા, જૂની અદાવતમાં લોહીયાળ ખેલ ખેલાયો હોવાની આશંકા
calendar_today February 22, 2026

Ahmedabad: બહેરામપુરા પોલીસ ચોકી પાસે 19 વર્ષીય યુવાનની કરપીણ હત્યા, જૂની અદાવતમાં લોહીયાળ ખેલ ખેલાયો હોવાની આશંકા

શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હેઠળ આવતા બહેરામપુરા વિસ્તારમાં ગત રાત્રે ચકચારી હત્યાની ઘટના બની છે. બહેરામપુરા પોલીસ ચોકીની નજીક જ 19 વર્ષીય યુવાન હિમેશ પરમારની અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.પોલીસ ચોકી પાસે જ હત્યાનો બનાવમળતી માહિતી મુજબ, આ લોહીયાળ ઘટના ગત રાત્રે અંદાજે 10:00 વાગ્યાની આસપાસ બની હતી. મૃતક હિમેશ પરમાર પોતાનું વાહન લઈને બહેરામપુરા પોલીસ ચોકી પાસેથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તેને નિશાન બનાવ્યો હતો. યુવાનો વચ્ચે અંદરોઅંદર થયેલી કોઈ બબાલને કારણે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. હુમલાખોરોએ હિમેશ પર ધારદાર હથિયારો વડે અનેક ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.LG હોસ્પિટલમાં PM અને પોલીસ તપાસઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે LG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટનાસ્થળ પરથી મહત્વના પુરાવા એકત્ર કરવા માટે FSL (Forensic Science Laboratory) ની ટીમની પણ મદદ લીધી છે.શંકાસ્પદો પર પોલીસની નજરકાગડાપીઠ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા મૃતકના માતા-પિતા અને મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમુક શંકાસ્પદ વ્યક્તિઓના નામ સામે આવ્યા છે, પરંતુ પોલીસ હાલમાં ચોક્કસ પુરાવા એકત્ર કરી રહી છે જેથી આરોપીઓને કાયદાના સકંજામાં લઈ શકાય.આ પણ વાંચો: Vav-Tharad: દારૂ ભરેલી કાર પલટી જવાનો કેસ, અકસ્માત નહીં પણ 'હત્યા'નો પરિવારનો આક્ષેપ

Read Full Story arrow_forward
Patan: સાંતલપુરમાં સાસરિયાના ત્રાસથી મહિલાનો આપઘાતનો પ્રયાસ, પતિ સહિત 6 સામે પોલીસ ફરિયાદ
calendar_today February 22, 2026

Patan: સાંતલપુરમાં સાસરિયાના ત્રાસથી મહિલાનો આપઘાતનો પ્રયાસ, પતિ સહિત 6 સામે પોલીસ ફરિયાદ

જિલ્લાના સાંતલપુર તાલુકાના શેરપુરા ગામે માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સાસરિયા પક્ષ દ્વારા અપાતા સતત માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. હાલ આ મામલે વારાહી પોલીસ મથકમાં પતિ સહિત સાસરી પક્ષના 6 સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.સાંતલપુરમાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસશેરપુરા ગામની પરિણીતા, જે બે સંતાનોની માતા છે, તેને તેના પતિ અને સાસરિયાઓ દ્વારા છેલ્લા લાંબા સમયથી હેરાન કરવામાં આવી રહી હતી. આરોપ છે કે સાસરિયાઓ મહિલા પર છૂટાછેડા લેવા માટે સતત દબાણ કરી રહ્યા હતા. મહિલા છૂટાછેડા આપવા તૈયાર ન હોવાથી તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી.પતિ અને સાસરિયાના ત્રાસથી ઝેરી દવા પીધી સાસરિયાઓના અસહ્ય ત્રાસ સામે લડત આપવા મહિલાએ અગાઉ પોતાના પતિ સામે ભરણપોષણનો કેસ પણ દાખલ કર્યો હતો. આ બાબતથી ઉશ્કેરાઈને સાસરિયાઓએ ત્રાસની પરાકાષ્ઠા વટાવી દીધી હતી. સતત મળતી ધમકીઓ અને માનસિક દબાણને કારણે અંતે હારીને મહિલાએ ઝેરી પદાર્થ પી લીધો હતો. સદનસીબે, સમયસર સારવાર મળતા મહિલાનો બચાવ થયો છે.6 શખ્સો સામે પોલીસ ફરિયાદઆ ઘટના બાદ પીડિત મહિલાએ હિમ્મત દાખવીને વારાહી પોલીસ મથકમાં ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે તેના પતિ, સાસુ, દિયર અને ભાભી સહિત કુલ 6 લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ મામલે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરી રહી છે.આ પણ વાંચો: Ahmedabad: બહેરામપુરા પોલીસ ચોકી પાસે 19 વર્ષીય યુવાનની કરપીણ હત્યા, જૂની અદાવતમાં લોહીયાળ ખેલ ખેલાયો હોવાની આશંકા

Read Full Story arrow_forward