android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather Update: ઠંડી ગઇ, ઉત્તરભારતમાં તાપમાનમાં વધારો
calendar_today February 22, 2026

Weather Update: ઠંડી ગઇ, ઉત્તરભારતમાં તાપમાનમાં વધારો

જ્યાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યાં ઉત્તર ભારતમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) મુજબ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલું ઓછા દબાણનું ક્ષેત્ર રવિવાર, 22 ફેબ્રુઆરીએ દક્ષિણ તમિલનાડુ અને દક્ષિણ કેરળમાં ભારે વરસાદ લાવી શકે છે. આ કારણે માછીમારોને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી અને કેરળ કિનારે સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આગામી સપ્તાહમાં Delhi NCR અને હરિયાણામાં તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચી શકે છે હવામાન વિભાગના આંકડા મુજબ આગામી સાત દિવસમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. ફેબ્રુઆરીના અંત સુધી મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસને પાર જઈ શકે છે. આગામી સપ્તાહમાં Delhi NCR અને હરિયાણામાં તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં પારો 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. તેમણે ફેબ્રુઆરીના અંતમાં અસામાન્ય ગરમી અંગે ચેતવણી આપી છે.જોકે દિવસ દરમિયાન હવામાન સ્વચ્છ રહેશે જોકે દિવસ દરમિયાન હવામાન સ્વચ્છ રહેશે, પરંતુ રવિવારની સવાર અને રાત્રે પંજાબ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હળવી ઠંડીનો અસર યથાવત રહી શકે છે. જો ઠંડી હવામાં વધારો રહેશે તો તાપમાનમાં થોડી ઘટાડો પણ નોંધાઈ શકે છે.પંજાબના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યો તાજેતરમાં હરિયાણા અને પંજાબના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યો હતો. હરિયાણાના કર્નાલમાં દૃશ્યતા માત્ર 40 મીટર સુધી ઘટી ગઈ હતી. બંગાળની ખાડીમાંથી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધતો સિસ્ટમ મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. દક્ષિણ પ્રાયદ્વીપીય વિસ્તારોમાં ભારે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, પરંતુ તેલંગણા અને આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં વાસ્તવિક વરસાદની શક્યતા ઓછી હોવાનું જણાવાયું છે. Skymet Weatherની રિપોર્ટ મુજબ આ વર્ષે એલ નીનોની સ્થિતિ વૈશ્વિક તાપમાનને રેકોર્ડ સ્તર સુધી લઈ જઈ શકે છે, જેના કારણે ભારતના હવામાન પર પણ અસર જોવા મળી શકે છે. કુલ મળીને, દક્ષિણ ભારત ભારે વરસાદ માટે તૈયાર છે, જ્યારે ઉત્તર ભારતમાં ફેબ્રુઆરીના અંત સાથે જ ગરમીનો પ્રભાવ વધવા લાગ્યો છે. આગામી દિવસોમાં હવામાનનો આ બદલાતો સ્વભાવ વધુ સ્પષ્ટ બની શકે છે.આ પણ વાંચો: Weather Update: રાજધાનીમાં વાતાવરણમાં પલટો, ફેબ્રુઆરીમાં ગરમી

Read Full Story arrow_forward
Odisha road accident : ઓડિશામાં ભયાનક માર્ગ અકસ્માત, 5 પોલીસકર્મીઓના મોત
calendar_today February 22, 2026

Odisha road accident : ઓડિશામાં ભયાનક માર્ગ અકસ્માત, 5 પોલીસકર્મીઓના મોત

ઝારસુગુડા જિલ્લામાં સદર પોલીસ સ્ટેશનની સામે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. મળતી માહિતી અનુસાર, એક પીસીઆર (PCR) વાન ફરજ પર હતી તે દરમિયાન અચાનક એક ટિપર ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે પીસીઆર વાનમાં સવાર પાંચ પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્રણ અન્ય પોલીસકર્મીઓ ગંભીર આ અકસ્માતમાં ત્રણ અન્ય પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક જિલ્લા મુખ્યાલયની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ડૉક્ટરોની ટીમ દ્વારા તેમની સારવાર સતત ચાલી રહી છે. પ્રાથમિક તપાસ મુજબ, ટિપર ટ્રક ઝડપી ગતિએ આવી રહી હતી અને નિયંત્રણ ગુમાવવાને કારણે પીસીઆર વાનને ટક્કર મારી હતી. અકસ્માતના સમયે રસ્તા પર અન્ય વાહનો પણ હાજર હતા, પરંતુ સદભાગ્યે અન્ય કોઈને ગંભીર ઇજા પહોંચી નથી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિક્ષક સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતમાં સંડોવાયેલી ટિપર ટ્રકને પોલીસે જપ્ત કરી લીધી છે અને ટ્રકના ડ્રાઇવરને ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ વિભાગમાં ભારે શોક આ દુર્ઘટનાથી ઓડિશા પોલીસ વિભાગમાં ભારે શોક છવાયો છે. ફરજ પર રહેલા પોલીસકર્મીઓના આ રીતે અકાળે અવસાનથી તેમના પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. રાજ્ય સરકાર તરફથી મૃતક પોલીસકર્મીઓના પરિવારને સહાય અને વળતરની જાહેરાત થવાની શક્યતા છે. આ અકસ્માત ફરી એકવાર માર્ગ સલામતી અને ભારે વાહનોની બેદરકારી સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. નિયમોનું પાલન અને સતર્કતા જ આવા અકસ્માતોને અટકાવી શકે છે. આ પણ વાંચો : US military operation : પ્રશાંત મહાસાગરમાં યુએસ સેનાનો હુમલો, ડ્રગ્સ બોટ પર કાર્યવાહી, 3નાં મોત

Read Full Story arrow_forward
Banaskantha News : વાવ-સુઈગામ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, વાવ ચાર રસ્તે સર્કલ બનાવવા સ્થાનિકોની માગ
calendar_today February 22, 2026

Banaskantha News : વાવ-સુઈગામ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, વાવ ચાર રસ્તે સર્કલ બનાવવા સ્થાનિકોની માગ

બનાસકાંઠાના વાવ-સુઈગામ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે અને કારે બાઇક ચાલકને અડફેટે લેતા વૃદ્ધનું મોત થયું છે, મૃતક બાઇક લઇને ચાંદરવા જઇ રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી, અકસ્માત થતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને વાવ ચાર રસ્તે સર્કલ બનાવવા સ્થાનિકોની માગ છે. હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત વાવ થરાદ જીલ્લાના વાવ- સુઈગામ હાઈવે ચાર રસ્તા વિશ્રામ ગૃહ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં સ્પીડમાં આવતી કારે વૃદ્ધને અડફેટે લીધા હતા અને કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો હતો, સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને જે કારનો ચાલક છે તેને શોધવા માટે તપાસ શરૂ કરી છે, વાવ ચાર રસ્તાથી ચાંદરવા તરફ જતા એક બાઇક ચાલકને સ્વીફ્ટ ગાડીએ અડફેટે લેતા આ ઘટના બની છે, લક્ષ્મણભાઈ રૂપરામ ભાઈ ગામોટ ઉ.વ.55 વર્ષ રહે. ચાંદરવા નામના વૃદ્ધનું મોત થયું છે. બનાસકાંઠા જિલ્લામાં થયો અકસ્માત ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટી પડયા હતા, અને મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે, ચાર રસ્તા પર સર્કલ બનાવવામાં આવે જેના કારણે અકસ્માત ઘટી શકે, તો તંત્ર સ્થાનિકોની માગ પ્રમાણે સર્કલ બનાવે તે જરૂરી બન્યું છે. હિટ એન્ડ રન કાયદો શું છે હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે. આ પણ વાંચો : પોલીસ પંચાત : નારોલ પોલીસની હદમાં દારૂના વેપલા પર એજન્સીઓની તવાઈ, આ LCB ઝોન પલીસ મથકમાં ‘ભા’ કોણ છે ? 

Read Full Story arrow_forward