android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath: વારસાઈ જમીનનો વિવાદ હત્યામાં પલટાયો, ગંભીર રીતે દાઝેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત
calendar_today February 22, 2026

Gir Somnath: વારસાઈ જમીનનો વિવાદ હત્યામાં પલટાયો, ગંભીર રીતે દાઝેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

જિલ્લામાં વારસાઈ જમીન મુદ્દે બે પરિવારો વચ્ચે સર્જાયેલી લોહીયાળ અથડામણ હવે હત્યાના કેસમાં ફેરવાઈ છે. આ હિંસક હુમલામાં ગંભીર રીતે દાઝી ગયેલા 75 વર્ષીય વૃદ્ધા હુસેનાબેન અબ્દુલ ભાઈ બાજરાણીનું ગત મોડી રાત્રે જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.વારસાઈ જમીન મુદ્દે લોહીયાળ અથડામણમળતી માહિતી મુજબ, ગીર સોમનાથના એક ગામમાં વારસાઈ જમીનને લઈ છેલ્લા કેટલાક સમયથી બે પરિવારો વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. આ વિવાદે ગત દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. હુમલાખોરોએ અંધાધૂંધ હિંસા આચરીને સામેના પક્ષના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકી આગ લગાવી દીધી હતી. આટલું જ નહીં, વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવવા માટે 4 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.વૃદ્ધાનું સારવાર દરમિયાન મોતઆ આગજનીની ઘટનામાં હુસેનાબેન બાજરાણી ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત અત્યંત નાજુક હોવાથી ગત મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. વૃદ્ધાના મોતને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે.હુમલાખોરો હજુ પણ પોલીસ પકડથી દૂરઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, હુમલાખોરો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ઘાતક હથિયારો અને વિસ્ફોટકોનો ઉપયોગ કરીને આતંક મચાવનારા શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે. હાલ પોલીસની અલગ-અલગ ટીમો આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે.આ પણ વાંચો:  ગુજરાતમાં મિશ્ર ઋતુનો અહેસાસ, ઉત્તર પૂર્વના ગરમ પવન ફૂંકાતા ગરમીનો થઈ રહ્યો છે અહેસાસ

Read Full Story arrow_forward
Surat: સગીરાનું અપહરણ કરી દાહોદમાં દુષ્કર્મ આચરનાર આરોપીને પાલ પોલીસે દબોચ્યો
calendar_today February 22, 2026

Surat: સગીરાનું અપહરણ કરી દાહોદમાં દુષ્કર્મ આચરનાર આરોપીને પાલ પોલીસે દબોચ્યો

સુરતના પાલ વિસ્તારમાંથી સગીર વયની બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાની હૃદયદ્રાવક ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. પાલ પોલીસ મથકના સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી દિલશાન મજુભાઇ ડોડીયારને ઝડપી પાડ્યો છે.બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુંમળતી માહિતી મુજબ, આરોપી દિલશાન સગીર વયની બાળકીને લલચાવી-ફોસલાવીને સુરતથી તેનું અપહરણ કરી ગયો હતો. તે બાળકીને સુરતથી છેક દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે લઈ ગયો હતો. ત્યાં તેણે નાબાલિક બાળકીની મરજી વિરુદ્ધ તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.પોલીસે આરોપીની ધરપકડ કરીબાળકી ગુમ થતા પરિવારજનોએ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. લોકેશન અને બાતમીના આધારે પોલીસે આરોપી દિલશાન ડોડીયારને શોધી કાઢ્યો છે અને સગીરાને મુક્ત કરાવી છે.આ પણ વાંચો: Gir Somnath: વારસાઈ જમીનનો વિવાદ હત્યામાં પલટાયો, ગંભીર રીતે દાઝેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત

Read Full Story arrow_forward
Vadodara News : વડોદરામાં ફૂડ વિભાગે લીધેલા 24 નમૂના ફેલ, ગાયનું ઘી, પનીર, ગોળના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર
calendar_today February 22, 2026

Vadodara News : વડોદરામાં ફૂડ વિભાગે લીધેલા 24 નમૂના ફેલ, ગાયનું ઘી, પનીર, ગોળના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર

વડોદરા કોર્પોરેશના ફૂડ વિભાગે લીધા 25 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે, ગાયનું ઘી, પનીર, ગોળના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે, ફૂડ વિભાગ તમામ વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરશે અને લેબોરેટરીમાં મોકલ્યા બાદ તમામ નમૂના ફેલ થયા છે. ખોરાક શાખાએ હોટલ, રેસ્ટોરન્ટ અને વિક્રેતાઓને ત્યાંથી ખાદ્ય પદાર્થના લીધા હતા નમૂના. એક્સપ્રેસ હોટલ, કુમકુમ રેસ્ટોરન્ટ સહિત 25 નમૂના જાહેર થયા સબ સ્ટાન્ડર્ડ વડોદરાના અલગ-અલગ વિસ્તારમાંથી કોર્પોરેશનના ફૂડ વિભાગે તેલ, ઘી, તુવેરદાળ, ગોળ સહિતની ચીજવસ્તુઓના નમૂના ચકાસવા માટે લીધા હતી અને નમૂનાઓને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જે પૈકી 25 નમૂનાઓ ફેલ જાહેર થયા હતા. છેલ્લા કેટલાક સમયથી નકલી ચીજ વસ્તુઓ તેમજ અખાદ્ય ચીજવસ્તુઓ થકી લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. જેના પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરી નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ દુકાનેથી લીધેલા નમૂનાઓ ફેલ 01-સ્વીસ્ટા એન્ટરપ્રાઇઝ, ભાયલી કેનાલ રોડ - કંપની સીલપેક ગાયનું ઘી 02-કુમકુમ રેસ્ટોરન્ટ, વડસર રોડ - તુવેરદાળ (લુઝ) 03-શ્રી ઉમિયા પ્રોવિઝન સ્ટોર, નિઝામપુરા - ગોળ (લુઝ) 04-શ્રી ભગવતી મિલ્ક એન્ડ સવી હાઉસ, ન્યુ ખોડિયાર નગર - ઘી (લુઝ) 05-શિવ પ્રોવિઝન સ્ટોર્સ, ન્યુ સમા રોડ - ગોળ (લુઝ) 06-જય અંબે સ્ટોર, ગોત્રી રોડ - સેકેલા આખા ચણા (લુઝ) 07-હનુમાન રોસ્ટેડ પૌષ્ટિક આહાર, છાણી રોડ - હળદળ મીઠાવાળા વટાણા (લુઝ) 08-પ્રમુખ જનરલ ટ્રેડર્સ એન્ડ સપ્લાયર્સ, એલેમ્બિક બ્રિજ પાસે - એગમાર્ક ટર્મરિક પાવડર 09-મીસા એન્ટરપ્રાઇઝ, ન્યુ વીઆઈપી રોડ - પામોલીન 10-અમરનથ ટ્રેડિંગ કં. પ્રતાપનગર રોડ - રીફાઇન્ડ કોટનસીડ ઓઇલ (સીલપેક) 11-અન્નપૂર્ણા કોર્નર, સુસેન - પામોલીન (લુઝ) 12-શ્રી અન્નપૂર્ણા ફુડ્સ, મકરપુરા - પનીર (લુઝ) 13-શ્રી જગદંબા ચેવડા માર્ટ, કારેલીબાગ - સીંગતેલ (લુઝ) 14-લક્ષ્મીનારાયણ એન્ટરપ્રાઇઝ, ભાયલી - ફ્રોઝન ડેઝર્ટ (લુઝ) 15-મિશા એન્ટરપ્રાઇઝ, ન્યુ વીઆઈપી રોડ - ટ્રિપલ ફોર્ટિફાઇડ સીંગતેલ ( કંપની પેક ) 16-ભૂમિ ગૃહઉદ્યોગ, મકરપુરા - રીફાઇન્ડ પામ ઓઇલ (લુઝ) 17-બોમ્બે કુલ્ફી હાઉસ, સંગમ ચાર રસ્તા - પનીર (લુઝ) 18-ગોપી કિશાન પંજાબી ખાના, મકરપુરા - પનીર (લુઝ) 19-મિડાસ હોસ્પિટાલિટી, વડીવાડી - ખોયા (લુઝ) 20-એક્સપ્રેસ હોટલ પ્રા. લી., અલકાપુરી - પનીર (લુઝ) 21-શ્રી ક્રિષ્ણા રેસ્ટોરેન્ટ, ન્યુ વીઆઈપી રોડ - પનીર (લુઝ) 22-શ્રીનાથજી ડેરી ફાર્મ, ગોરવા - ઘી (લુઝ) 23-હર્ષ ફુડ્સ, અકોટા પોલીસ લાઈન - ગાયનું ઘી ( 15 કિલો ટીન) 24-ગોપાલ ડેરી, હરણી રોડ - ઘી 25-શ્રી ગણેશ દૂધ ડેરી,વારસિયા રિંગ રોડ - ઘી આ પણ વાંચો : Banaskantha News : વાવ-સુઈગામ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત, વાવ ચાર રસ્તે સર્કલ બનાવવા સ્થાનિકોની માગ

Read Full Story arrow_forward