android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: સ્પાના નામે દેહવ્યાપારનું હાઈટેક નેટવર્ક ચલાવતો વોન્ટેડ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં
calendar_today February 22, 2026

Surat: સ્પાના નામે દેહવ્યાપારનું હાઈટેક નેટવર્ક ચલાવતો વોન્ટેડ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં

સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. દેહવ્યાપાર અને સ્પાની આડમાં ચાલતા અનૈતિક વ્યવસાયના બે ગંભીર ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી રહેલા રીઢા આરોપી શેખર સાળુંકેને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી અત્યંત શાતિર રીતે ઓનલાઈન પેમેન્ટ મેળવીને સેક્સ રેકેટ ચલાવતો હતો.ઓનલાઈન પેમેન્ટ અને હાઈટેક મોડસ ઓપરેન્ડીઆરોપી શેખર સાળુંકે સ્પા સેન્ટરના બહાને દેહવ્યાપારનું નેટવર્ક ચલાવતો હતો. પોલીસથી બચવા અને ટ્રાન્ઝેક્શન છુપાવવા માટે તે ગ્રાહકો પાસેથી QR કોડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ મેળવતો હતો. આ ડિજિટલ પદ્ધતિ દ્વારા તે લાંબા સમયથી પોતાનો કાળો કારોબાર ચલાવી રહ્યો હતો.વર્ષ 2025નો મામલો અને પોલીસ રેડનોંધનીય છે કે, વર્ષ 2025માં મહિધરપુરા પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા સંયુક્ત રીતે પાડવામાં આવેલી રેડ દરમિયાન 6 મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવી હતી. આ ઓપરેશન સમયે શેખર સાળુંકે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો અને ત્યારથી પોલીસ તેને શોધી રહી હતી.આરોપીનો ગુનાહિત ઇતિહાસઝડપાયેલો આરોપી શેખર સાળુંકે કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની વિરુદ્ધ અગાઉ સુરતના અલગ-અલગ પોલીસ મથકોમાં 15 થી વધુ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે દેહવ્યાપારના બે મુખ્ય ગુનાઓમાં વોન્ટેડ હતો. ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને આ રીઢા ગુનેગારને જેલ ભેગો કર્યો છે.આ પણ વાંચો: Surat: સગીરાનું અપહરણ કરી દાહોદમાં દુષ્કર્મ આચરનાર આરોપીને પાલ પોલીસે દબોચ્યો

Read Full Story arrow_forward
Delhi : PM મોદી દિલ્હી મેરઠ નમો ભારતને આપશે લીલી ઝંડી , બચત અને લક્ઝરી મુસાફરીનો નવો અધ્યાય શરૂ
calendar_today February 22, 2026

Delhi : PM મોદી દિલ્હી મેરઠ નમો ભારતને આપશે લીલી ઝંડી , બચત અને લક્ઝરી મુસાફરીનો નવો અધ્યાય શરૂ

ભારતની પ્રથમ સેમી-હાઈ-સ્પીડ પ્રાદેશિક રેલ સેવા 'નમો ભારત' હવે તેના સંપૂર્ણ રૂટ પર દોડવા માટે તૈયાર છે. રવિવારનો દિવસ દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના રહેવાસીઓ માટે ઐતિહાસિક સાબિત થશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કોરિડોરના અંતિમ તબક્કાનું અને મેરઠ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ 82.15 કિલોમીટર લાંબો આખો કોરિડોર સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. ટ્રાયલ રન સફળ,દિલ્હીથી મેરઠનું અંતર ઘટ્યું તાજેતરમાં જ શુક્રવારે મેરઠના બેગમપુલથી દિલ્હીના સરાય કાલે ખાન વચ્ચે નમો ભારત ટ્રેનનો સફળ ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બેગમપુલ અને મેરઠ દક્ષિણ વચ્ચે મેટ્રો ટ્રેનનું પણ પરીક્ષણ પૂર્ણ થયું છે. અત્યાર સુધી આ કોરિડોરનો માત્ર 55 કિલોમીટરનો હિસ્સો કાર્યરત હતો, પરંતુ હવે મુસાફરો છેક દિલ્હીના હૃદય સમાન સરાય કાલે ખાનથી મેરઠ સુધી સીધી મુસાફરી કરી શકશે. સમય અને સુવિધાનો અદભૂત સંગમ આજના ભાગદોડભર્યા જીવનમાં લોકો માટે સમય એ જ સૌથી મોટી સંપત્તિ છે. સામાન્ય રીતે ખાનગી કાર કે બસ દ્વારા દિલ્હીથી મેરઠ પહોંચવામાં ટ્રાફિકના કારણે 2 થી 2.5 કલાકનો સમય લાગે છે. જોકે, નમો ભારત ટ્રેન આ અંતર માત્ર 55 મિનિટમાં કાપશે. આ પ્રોજેક્ટ માત્ર અંતર જ નથી ઘટાડતો, પરંતુ મુસાફરોને ટ્રાફિક જામના માનસિક તણાવ અને થાકમાંથી પણ મુક્તિ અપાવશે. આર્થિક અને પર્યાવરણીય ફાયદા રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ (NCRTC) ના અહેવાલ મુજબ, આ કોરિડોર માત્ર ઝડપી જ નહીં પણ આર્થિક રીતે પણ ફાયદાકારક છે.લાખો લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરતા રસ્તા પર ખાનગી વાહનોની સંખ્યા ઘટશે, જેનાથી કરોડો રૂપિયાના ઇંધણની બચત થશે.ઇલેક્ટ્રિક ટ્રેન હોવાથી વાહન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થશે, જે દિલ્હી-NCRની હવાની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થશે. અભ્યાસ મુજબ, આ કોરિડોર પ્રાદેશિક સુલભતામાં વધારો કરશે. જે લોકો અત્યારે નોકરી કે વ્યવસાય માટે મેરઠથી દિલ્હી આવવા ખચકાય છે, તેમના માટે આ ટ્રેન લાઈફલાઈન સમાન બનશે. આ પણ વાંચોઃ  Avimukteshwaranand: FIR દાખલ કરવાના આદેશ બાદ સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, હું યોગી નથી કે કેસ હટાવી લઉં

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, TTPના 7 આતંકી અડ્ડાઓને બનાવ્યું નિશાન
calendar_today February 22, 2026

Gujarat Latest News Live : અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, TTPના 7 આતંકી અડ્ડાઓને બનાવ્યું નિશાન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward