android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
CM ભૂપેન્દ્ર પટેલે AI સમિટમાં કોંગ્રેસના વિરોધને વખોડ્યો, કહ્યું કોંગ્રેસે આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઇએ
calendar_today February 21, 2026

CM ભૂપેન્દ્ર પટેલે AI સમિટમાં કોંગ્રેસના વિરોધને વખોડ્યો, કહ્યું કોંગ્રેસે આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઇએ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે AI ઈમ્પેક્ટ સમિટને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પર કડક નિવેદન આપ્યું છે. ભારતની છબીને સાંખી ના શકનારા લોકોનો વિરોધ CMના જણાવ્યા મુજબ, આ સમિટ હેઠળ વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારતના યુવાનો અને સ્ટાર્ટઅપ્સ માટે અપાર તકોનો નવો દરવાજો ખુલ્યો છે. પરંતુ આ ઉપલબ્ધી અને આ સમિટથી વૈશ્વિક સ્તરે ઉભરી રહેલી ભારતની છબીને સાંખી ના શકનારા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ તેની માનસીક અસ્થિરતા પ્રગટ કરે છે. CM એ કહ્યું હતું કે ભાજપનો વિરોધ કરતા કરતા કોંગ્રેસે ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો છે. કોંગ્રેસ આ વિરોધ કરીને પોતાની માનસીક અસ્થિરતા પ્રગટ કરે છે. સસ્તી પ્રસિદ્ધી મેળવવાના ઉદ્દેશ્યથી તેઓ એઆઇ સમિટનો પણ વિરોધ તેમણે કહ્યું હતું કે જ્યારે જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે ત્યારે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની આ જૂની આદત છે. હવે જ્યારે દેશની યુવા શક્તિ માટે વિકાસના નવા અવસરો ખુલ્યા છે ત્યારે તેમના મનમાં પણ શંકાઓ ઉભી કરવાના અને માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધી મેળવવાના ઉદ્દેશ્યથી તેઓ એઆઇ સમિટનો પણ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઇએ મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસે પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઇએ અને તે માટે દેશની માફી માગવી જોઇએ. આ પણ વાંચો----     Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

Read Full Story arrow_forward
Kutch News: ગુજરાત DGP કે.એલ.એન. રાવનો માનવીય અભિગમ, નલિયા પોલીસ સ્ટેશનને લીધું દતક
calendar_today February 21, 2026

Kutch News: ગુજરાત DGP કે.એલ.એન. રાવનો માનવીય અભિગમ, નલિયા પોલીસ સ્ટેશનને લીધું દતક

ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) કે.એલ.એન. રાવ હાલ કચ્છ જિલ્લાના બે દિવસીય પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે એક પ્રેરણાદાયી અને ઐતિહાસિક નિર્ણય લઈને સૌનું ધ્યાન ખેંચ્યું છે. DGP રાવે સરહદી વિસ્તારમાં આવેલા નલિયા પોલીસ સ્ટેશનને દતક લેવાની જાહેરાત કરી છે.નલિયા પોલીસ સ્ટેશનને પરિવાર સાથે દતક લીધું વિશેષ વાત એ છે કે, DGP કે.એલ.એન. રાવે માત્ર સત્તાવાર રીતે જ નહીં, પરંતુ પોતાના પરિવાર સાથે મળીને નલિયા પોલીસ સ્ટેશનને દતક લીધું છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ પોલીસ સ્ટેશનના સ્ટાફ અને તેમના પરિવારોના કલ્યાણ તેમજ પોલીસ સ્ટેશનની સુવિધાઓમાં વધારો કરવાનો છે. ઉચ્ચ અધિકારી દ્વારા આ પ્રકારે છેવાડાના પોલીસ સ્ટેશનને દતક લેવાની ઘટના પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે. DGP જ્યારે નલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે ત્યાંના પોલીસ પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.નલિયા પોલીસ પરિવારે ડીજીપીનું તિલક કરી સ્વાગત કર્યુંનલિયા પોલીસ પરિવારની મહિલાઓ અને કર્મચારીઓએ DGPનું તિલક કરી અને પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન DGP કચ્છની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે સાથે પોલીસ કર્મચારીઓના પ્રશ્નો સાંભળી રહ્યા છે. નલિયા પોલીસ સ્ટેશનને દતક લેવાના આ પગલાથી સ્થાનિક પોલીસ કર્મચારીઓનું મનોબળ વધશે અને કાર્યક્ષમતામાં પણ સુધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: તડકેશ્વર ટાંકી દુર્ઘટના મામલે કોર્ટે 8 આરોપીઓની જામીન અરજી ફગાવી
calendar_today February 21, 2026

Gujarat Latest News Live: તડકેશ્વર ટાંકી દુર્ઘટના મામલે કોર્ટે 8 આરોપીઓની જામીન અરજી ફગાવી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward