android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadhમાં ​ભ્રષ્ટાચારના કેસમાં 3 આરોપીઓ દોષિત, 6 માસની જેલની સજા ફટકારાઇ, રોડ ડિમોલિશનમાં લાખોની ઉચાપત કરી હતી
calendar_today February 21, 2026

Junagadhમાં ​ભ્રષ્ટાચારના કેસમાં 3 આરોપીઓ દોષિત, 6 માસની જેલની સજા ફટકારાઇ, રોડ ડિમોલિશનમાં લાખોની ઉચાપત કરી હતી

જુનાગઢ શહેરમાં વર્ષ ૨૦૦૯ના ભ્રષ્ટાચાર કેસમાં અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જૂનાગઢ મનપામાં થયેલા ગેરરીતિના કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી દરેકને 6 માસની સજા ફટકારવામાં આવી છે.આરોપીઓએ મનપામાં વાહનોના ખોટા બિલ બનાવી સરકારી નાણાંની ઉચાપત કરી અદાલતમાં રજૂ થયેલા પુરાવા મુજબ, આરોપીઓએ મનપામાં વાહનોના ખોટા બિલ બનાવી સરકારી નાણાંની ઉચાપત કરી હતી. રોડ ડિમોલિશન કામગીરી દરમિયાન લાખો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સાબિત થયું હતું. ખોટા RTO નંબરથી કૌભાંડ તપાસ દરમિયાન બહાર આવ્યું કે બિલોમાં ખોટા RTO નંબર દાખલ કરી કૌભાંડ કરવામાં આવ્યું હતું. સરકારી ખજાનાને નુકસાન પહોંચાડવાના આરોપો સાબિત થતા અદાલતે કડક સજા સંભળાવી છે. વર્ષ 2009 ના કેસનો કરવામાં આવ્યો નિકાલ આ કેસનો નિકાલ લગભગ ૧૭ વર્ષ બાદ આવ્યો છે અને વર્ષ 2009 ના કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.આ પણ વાંચો----     Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

Read Full Story arrow_forward
Banaskantha News: માલણ પાસે કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 6.54 લાખનો મુદ્દામાલ જપ્ત
calendar_today February 21, 2026

Banaskantha News: માલણ પાસે કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 6.54 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે એલસીબી પોલીસ એક્શન મોડમાં છે. પાલનપુર તાલુકા પોલીસ મથકની હદમાં આવતા માલણ ગામ નજીકથી પસાર થતી એક શંકાસ્પદ ડસ્ટર ગાડીને આંતરી પોલીસે તેમાંથી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી લીધી છે. પોલીસે મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ડસ્ટર ગાડીમાંથી નીકળ્યો દારૂનો ખજાનો ઘટનાની મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા એલસીબીની ટીમ પાલનપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક ડસ્ટર ગાડીમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે માલણ ગામ નજીક વોચ ગોઠવીને બાતમી મુજબની ડસ્ટર ગાડીને અટકાવી હતી. ગાડીની ઝડતી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાડીના ચોર ખાનાઓ અને સીટ નીચેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 376 બોટલો મળી આવી હતી. રૂપિયા 6.54 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે આ કામગીરી દરમિયાન દારૂની બોટલો, ડસ્ટર ગાડી અને અન્ય સાધનો મળી કુલ રૂપિયા 6,54,388/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ગાડીના ચાલકની અટકાયત કરી તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આગળ ક્યાં પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બુટલેગરોમાં ફફડાટ બનાસકાંઠા પોલીસ દ્વારા બોર્ડર અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલનપુર તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Surat News: તડકેશ્વર ટાંકી દુર્ઘટના મામલે બારડોલી સેશન્સ કોર્ટે 8 આરોપીઓની જામીન અરજી ફગાવી

Read Full Story arrow_forward
Valsad News: ટ્રેનમાં પેસેન્જરના મોબાઈલ અને પર્સ ચોરતી ગેંગ ઝડપાઈ
calendar_today February 21, 2026

Valsad News: ટ્રેનમાં પેસેન્જરના મોબાઈલ અને પર્સ ચોરતી ગેંગ ઝડપાઈ

ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની ઊંઘનો લાભ ઉઠાવી કિંમતી સામાનની ચોરી કરતી ટોળકી પર વલસાડ રેલવે પોલીસ (GRP) એ ત્રાટકીને મોટી સફળતા મેળવી છે. એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરની નજર ચૂકવી ચોરી કરનાર બે રીઢા તસ્કરોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.ઊંઘતી પેસેન્જરનો સામાન ચોરી ફરાર થયા હતા તસ્કરો ઘટનાની વિગત અનુસાર, એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જર જ્યારે રાત્રિના સમયે નિદ્રાધીન હતા, ત્યારે તકનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ તેમનો સામાન સાફ કરી દીધો હતો. તસ્કરો પેસેન્જરના ૨ મોબાઈલ ફોન અને એક લેડીઝ પર્સ લઈને નાસી છૂટ્યા હતા. મુસાફર જાગતા ચોરી થઈ હોવાની જાણ થતા તુરંત રેલવે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વલસાડ GRP એ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો વલસાડ રેલવે પોલીસની ટીમે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની સઘન પૂછપરછ કરતા તેઓએ ટ્રેનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. રૂ. 49,850 નો મુદ્દામાલ જપ્ત પોલીસે પકડાયેલા તસ્કરો પાસેથી ચોરી કરવામાં આવેલા ૨ નંગ મોબાઈલ ફોન અને લેડીઝ પર્સ સહિત કુલ રૂ. 49,850/- ની મત્તાનો મુદ્દામાલ રિકવર કર્યો છે. રેલવે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી તેઓ અગાઉ અન્ય કોઈ ટ્રેન ચોરીની ઘટનામાં સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ કામગીરીથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. આ પણ વાંચો - Surat News: તડકેશ્વર ટાંકી દુર્ઘટના મામલે બારડોલી સેશન્સ કોર્ટે 8 આરોપીઓની જામીન અરજી ફગાવી

Read Full Story arrow_forward