android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad શહેરમાં ST બસ અને લક્ઝરી બસ બંધ કરવા આયોજન, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલાનું નિવેદન
calendar_today February 21, 2026

Ahmedabad શહેરમાં ST બસ અને લક્ઝરી બસ બંધ કરવા આયોજન, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલાનું નિવેદન

રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં આગામી સમયમાં ST બસ અને લક્ઝરી બસ બંધ કરવા આયોજન થઇ રહ્યું હોવાનું શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલાએ જણાવ્યું છે.માત્ર AMTS,BRTS અને મેટ્રોનો ઉપયોગ કરવા ભાર મૂકાશે મોબીલિટી એક્ઝિબિશનમાં મંત્રી દર્શના વાઘેલાએ કહ્યું હતું કે શહેરમાં ST બસ અને લક્ઝરી બંધ કરવા આયોજન છે અને માત્ર AMTS,BRTS અને મેટ્રોનો ઉપયોગ કરવા ભાર મૂકાશે ટ્રાફિકનો બોજ ઘટાડવાનો ઉદ્દેશ્ય મોબિલિટી એક્ઝિબિશન દરમિયાન શહેરી વિકાસ રાજ્ય મંત્રી એ જણાવ્યું કે આ આયોજનનો મુખ્ય હેતુ ટ્રાફિકનો બોજ ઘટાડવાનો અને નાગરિકોને જાહેર પરિવહન તરફ પ્રોત્સાહિત કરવાનો છે. લોકો વધુમાં વધુ AMTS, BRTS અને મેટ્રોનો ઉપયોગ કરે તેમણે કહ્યું કે, લોકો વધુમાં વધુ AMTS, BRTS અને મેટ્રોનો ઉપયોગ કરે તેવી મારી અપીલ છે. શહેરમાં વસ્તી સતત વધી રહી છે. એક ઘરમાં ચાર લોકો અને ચાર વાહનો હશે તો ટ્રાફિક વધશે જ. જો જાહેર પરિવહનનો ઉપયોગ વધશે તો ટ્રાફિક સમસ્યા નોંધપાત્ર રીતે ઘટાડી શકાશે.” મેટ્રોસિટી તરીકે આયોજનબદ્ધ પરિવહન પર ભાર મંત્રીએ ઉમેર્યું કે અમદાવાદ મેટ્રોસિટી છે અને અન્ય મહાનગરોની જેમ આયોજનબદ્ધ પરિવહન વ્યવસ્થા અપનાવવામાં આવશે તો ટ્રાફિક પર નિયંત્રણ શક્ય બનશે. આ પણ વાંચો-----     Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

Read Full Story arrow_forward
Gandhinagar News: ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ભવ્ય મોટરસાયકલ રેલીનું આયોજન કરાયું
calendar_today February 21, 2026

Gandhinagar News: ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ભવ્ય મોટરસાયકલ રેલીનું આયોજન કરાયું

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) ના હેડક્વાર્ટર રિજન (નોર્થ-વેસ્ટ) દ્વારા 20 ફેબ્રુઆરી 2026 ના રોજ ગાંધીનગર ખાતે એક ભવ્ય સંયુક્ત મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડના 50માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ સુરક્ષા એજન્સીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.દેશભક્તિનો માહોલ ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતેથી આ રેલીને DIG પી. કે. શર્મા (TM), ચીફ ઓફ સ્ટાફ, CGRHQ(NW) દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. હેડક્વાર્ટરથી પીપળજ ગામ સુધી યોજાયેલી આ રેલીમાં બાઇક્સ પર રાષ્ટ્રધ્વજ સાથે જવાનોએ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો.જવાનોનું ભારે ઉત્સાહથી સ્વાગત કરાયું રસ્તામાં સ્થાનિક લોકોએ પણ જવાનોનું ભારે ઉત્સાહથી સ્વાગત કર્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને દરિયાઈ સુરક્ષાનું મહત્વ સમજાવવાનો અને દેશની સુરક્ષામાં ભારતીય કોસ્ટ ગાર્ડની ભૂમિકા વિશે જાગૃત કરવાનો હતો. આ રેલીમાં કોસ્ટ ગાર્ડની સાથે ભારતીય સેના, ગુજરાત ATS, મરીન પોલીસ અને ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા. આરોગ્ય અને નેત્ર તપાસ કેમ્પનું આયોજન રેલીના માર્ગ પર આવતા પીપળજ ગામે 'તેજ આઈ સેન્ટર'ના સહયોગથી એક વિશાળ આરોગ્ય જાગૃતિ અને નેત્ર તપાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જનરલ મેડિકલ ચેકઅપ, બ્લડ શુગર ટેસ્ટિંગ, આંખની તપાસ અને ENT પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પીપળજ અને આસપાસના ગામોના ગ્રામજનો તેમજ શાળાના બાળકોએ આ નિઃશુલ્ક તબીબી સેવાનો લાભ લીધો હતો. આમ, ભારતીય કોસ્ટ ગાર્ડે માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ સામાજિક જવાબદારી નિભાવીને પોતાના 50માં સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરી હતી. આ પણ વાંચો - Dangના બરડીપાડા-મહાલ માર્ગ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત અને 9 લોકો ઇજાગ્રસ્ત

Read Full Story arrow_forward
Morbi : જાહેરમાં સોની યુવકની કરાયેલી હત્યાના બનાવમાં ન્યાય માટે યોજાઇ કેન્ડલ માર્ચ, કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માગ
calendar_today February 21, 2026

Morbi : જાહેરમાં સોની યુવકની કરાયેલી હત્યાના બનાવમાં ન્યાય માટે યોજાઇ કેન્ડલ માર્ચ, કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માગ

મોરબી શહેરમાં બે દિવસ પહેલા જાહેરમાં સોની યુવકની હત્યાની ઘટના બની હતી .આ ઘટનાના વિરોધમાં આજે વેપારીઓ અને સર્વ જ્ઞાતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાંકેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માગ આજે સાંજના સમયે યુવકની હત્યાના વિરોધમાં સમાજની વાડીથી લઈને જ્યાં ઘટના બની હતી ત્યાં સુધી લોકોએ કેન્ડલ માર્ચ યોજી હતી જે સ્થળ પર ઘટના બની હતી તે ત્યાં મૃતક યુવકનો ફોટો રાખીને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે જ લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને તાત્કાલિક ન્યાય આપવામાં આવે એવી લોકોની માગ હતી. ગુરુવારે રાત્રે જતીન સોની નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા મોરબી શહેરમાં સરદારબાગ પાસે ગુરુવારે રાત્રે જતીન સોની નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા થઈ હતી. જતીન સોનીની કારને સાઈડ આપીને ઓવરટેક કરવા જેવી નાની બાબતમાં બે સગીર કિશોરોએ છરીના ઘા ઝીંકી દીધા હતા અને તે ઘટનામાં સોની નું મોત થયું હતું જે ઘટનાને લઈને આજે મોટી સંખ્યામાં ન્યાયની માગણી સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પણ વાંચો----    Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

Read Full Story arrow_forward