android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: તડકેશ્વર ટાંકી દુર્ઘટના મામલે બારડોલી સેશન્સ કોર્ટે 8 આરોપીઓની જામીન અરજી ફગાવી
calendar_today February 21, 2026

Surat News: તડકેશ્વર ટાંકી દુર્ઘટના મામલે બારડોલી સેશન્સ કોર્ટે 8 આરોપીઓની જામીન અરજી ફગાવી

સુરત જિલ્લાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામે પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને મોટો ઝટકો લાગ્યો છે. આ કેસમાં ધરપકડ કરાયેલા મેસર્સ જયંતિ સુપર કન્સ્ટ્રકશન (મહેસાણા), બાબુભાઈ પટેલ અને પી.એમ.સી. એજન્સી સહિતના કુલ 8 આરોપીઓએ બારડોલી સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી, જે નામંજૂર કરવામાં આવી છે.તપાસમાં બહાર આવેલી ગંભીર બેદરકારી પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા એફિડેવિટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ટાંકીના નિર્માણ પૂર્વે જરૂરી સોઇલ રિપોર્ટ (જમીન પરીક્ષણ) કરવામાં આવ્યો ન હતો. અન્ય ટાંકીઓના ફોટાને તડકેશ્વરની ટાંકીના ગણાવીને ખોટી રીતે નાણાં પાસ કરાવવામાં આવ્યા હતા. ટાંકીના નકશા બોગસ બનાવવામાં આવ્યા હતા અને અનેક ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટે તમામ આરોપીઓના જામીન નામંજૂર કર્યા નામદાર કોર્ટે આ પ્રકારની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારની નોંધ લેતા તમામ આરોપીઓને જામીન આપવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ, તપાસ અધિકારીએ આ કેસમાં આરોપીઓની વધુ સંડોવણી અને બેદરકારીને જોતા નીચલી કોર્ટમાં વધુ કડક કલમો ઉમેરવા માટે પણ અરજી કરી છે. આ ચુકાદાથી સરકારી કામોમાં બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Jamnagar : ઈલેક્ટ્રીક બાઈકના સર્વિસ સેન્ટરમાં બબાલ, ઉશ્કેરાયેલા બે શખ્સો દ્વારા કરાઈ તોડફોડ, સર્જાયો અફરાતફરીનો માહોલ
calendar_today February 21, 2026

Jamnagar : ઈલેક્ટ્રીક બાઈકના સર્વિસ સેન્ટરમાં બબાલ, ઉશ્કેરાયેલા બે શખ્સો દ્વારા કરાઈ તોડફોડ, સર્જાયો અફરાતફરીનો માહોલ

જામનગર શહેરમાં ઓલા ઇલેક્ટ્રિક બાઈક સર્વિસ સેન્ટર ખાતે બબાલની ઘટના સામે આવી છે. સર્વિસ અને ફરિયાદોના નિરાકરણ મુદ્દે અસંતોષ વ્યક્ત કરતા કેટલાક ગ્રાહકો દ્વારા હંગામો સર્જાયો હતો.રિપેરિંગ અને યોગ્ય જવાબ ન મળતા પરિસ્થિતિ તંગ માહિતી મુજબ, બાઈકના રિપેરિંગ અને યોગ્ય જવાબ ન મળતા પરિસ્થિતિ તંગ બની હતી. વારંવારની ફરિયાદો છતાં સંતોષકારક પ્રતિસાદ ન મળતા બે ઉશ્કેરાયેલા શખ્સોએ ગુસ્સામાં આવી સર્વિસ સ્ટેશન પર ધમાલ મચાવી અને તોડફોડ કરી હતી. અફરાતફરીનો માહોલ, પોલીસ કાફલો તૈનાત ઘટનાના પગલે સમગ્ર સેન્ટર પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ બેકાબૂ બનતા સર્વિસ સ્ટેશનના સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. તોડફોડ કરનાર બંને શખ્સોની અટકાયત પોલીસ સ્થળ પર પહોંચી તોડફોડ કરનાર બંને શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો-----    Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: જામનગરમાં ઈલેક્ટ્રિક બાઈકના સર્વિસ સેન્ટરમાં તોડફોડ
calendar_today February 21, 2026

Gujarat Latest News Live: જામનગરમાં ઈલેક્ટ્રિક બાઈકના સર્વિસ સેન્ટરમાં તોડફોડ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward