android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi News: પોલીસની કડક કાર્યવાહી, હત્યારાના પિતાનો વરઘોડો કાઢ્યો
calendar_today February 21, 2026

Morbi News: પોલીસની કડક કાર્યવાહી, હત્યારાના પિતાનો વરઘોડો કાઢ્યો

મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. તાજેતરમાં બનેલી હત્યાની ઘટનામાં સામેલ આરોપીઓના પિતા, જે પોતે પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે, તેમને પોલીસે સોની બજારમાં જાહેરમાં ફેરવી 'કાયદાનું ભાન' કરાવ્યું હતું. આ દ્રશ્યો જોઈને ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.હત્યારા પુત્રો અને ગુનેગાર પિતા મોરબી પોલીસે તાજેતરમાં થયેલી એક હત્યાના કેસમાં હત્યારાઓની ધરપકડ કરી હતી. જોકે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓના પિતા પણ દૂધે ધોયેલા નથી. પિતા અગાઉ વ્યાજખોરી, ગેરકાયદેસર દારૂના વેપાર સહિતના અનેક ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. પોલીસ જ્યારે આરોપીઓના ઘરની ઝડતી લેવા પહોંચી ત્યારે ત્યાંથી બિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો. સોની બજારમાં કાઢ્યો વરઘોડો ગુનેગારોમાં પોલીસનો ડર રહે અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના જળવાય તે હેતુથી મોરબી પોલીસે અનોખો રસ્તો અપનાવ્યો હતો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી સોની બજાર જેવા ધમધમતા વિસ્તારમાં જાહેરમાં તેનો વરઘોડો કાઢ્યો હતો. પોલીસના આ કડક વલણને સ્થાનિક લોકોએ બિરદાવ્યું છે. વ્યાજખોરી અને દારૂના વેપારનો પર્દાફાશ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પિતા લાંબા સમયથી વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલો હતો અને ઘરમાં દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતો હતો. પોલીસે પ્રોહિબિશન અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી મોરબીના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો - Sabarkantha News: ખેડ તસિયા રોડ પર ત્રિપલ અકસ્માત, 7થી વધુ લોકો ઘાયલ

Read Full Story arrow_forward
Junagadh-ચલાલા વચ્ચે નવી સ્પેશિયલ ટ્રેન સેવાનો પ્રારંભ, સાત સ્ટેશનો પર કરશે રોકાણ
calendar_today February 21, 2026

Junagadh-ચલાલા વચ્ચે નવી સ્પેશિયલ ટ્રેન સેવાનો પ્રારંભ, સાત સ્ટેશનો પર કરશે રોકાણ

સૌરાષ્ટ્રના રેલવે મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. આગામી 23 ફેબ્રુઆરીથી જૂનાગઢ અને ચલાલા વચ્ચે નવી મીટરગેજ સ્પેશિયલ ટ્રેન સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રેલવે તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી સ્થાનિક વેપારીઓ અને મુસાફરોને મોટી રાહત મળશે.મીટરગેજ સેક્શનમાં સુવિધા મળશે સમયપત્રક અને રૂટની વિગતો મુજબ આ સ્પેશિયલ ટ્રેન દરરોજ નિર્ધારિત સમયે દોડશે. રેલવે વિભાગ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, આ ટ્રેન સવારે 10:40 વાગ્યે જૂનાગઢથી રવાના થશે અને બપોરે 14:10 વાગ્યે ચલાલા પહોંચશે. પરત ફરતી વખતે, આ ટ્રેન બપોરે 14:40 વાગ્યે ચલાલાથી ઉપડશે અને સાંજે 17:35 વાગ્યે જૂનાગઢ રેલવે સ્ટેશને પરત ફરશે. મુસાફરોને લાભ લેવા રેલવેની અપીલ જૂનાગઢથી ચલાલા વચ્ચેના આ સફર દરમિયાન ટ્રેન કુલ સાત જેટલા મહત્વના સ્ટેશનો પર રોકાણ કરશે, જેનાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને પણ પરિવહનની સારી સુવિધા મળી રહેશે. મીટરગેજ સેક્શનમાં આ નવી સુવિધા શરૂ થતા મુસાફરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રેલવે તંત્ર દ્વારા વધુમાં વધુ મુસાફરોને આ સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ ટ્રેન શરૂ થવાથી માર્ગ પરિવહન પરનું ભારણ ઘટશે અને સસ્તી મુસાફરીનો વિકલ્પ ઉપલબ્ધ થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahesana News: કડીમાં રમતા-રમતા બાળક પેન્સિલ ગળી ગયો, ડોક્ટરે બચાવ્યો જીવ
calendar_today February 21, 2026

Mahesana News: કડીમાં રમતા-રમતા બાળક પેન્સિલ ગળી ગયો, ડોક્ટરે બચાવ્યો જીવ

મહેસાણા જિલ્લાના કડીમાં વાલીઓ માટે ચેતવણીરૂપ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કડીમાં એક 7 વર્ષનો માસૂમ બાળક રમતા-રમતા આખી પેન્સિલ ગળી ગયો હતો. ગંભીર હાલતમાં બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ સફળ ઓપરેશન કરી બાળકના પાચન તંત્રમાંથી પેન્સિલ બહાર કાઢી નવજીવન આપ્યું છે.રમતા-રમતા સર્જાયો ગંભીર અકસ્માત ઘટનાની મળતી માહિતી અનુસાર, કડીમાં રહેતો 7 વર્ષનો બાળક ઘરે પેન્સિલ સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક પેન્સિલ તેના મોઢામાં જતી રહી હતી અને જોતજોતામાં બાળક 5 સેમી લાંબી પેન્સિલ ગળી ગયો હતો. બાળકને ગભરામણ અને તકલીફ થતા પરિવારજનો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા અને તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. પાચનતંત્રમાં અટવાઈ હતી 5 સેમી લાંબી પેન્સિલ હોસ્પિટલમાં એક્સ-રે અને તપાસ દરમિયાન તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. બાળકે ગળેલી 5 સેમી લાંબી પેન્સિલ તેના પાચન તંત્રમાં ગંભીર રીતે અટવાઈ ગઈ હતી. જો થોડો પણ વિલંબ થયો હોત તો બાળકના આંતરડા અથવા પાચનમાર્ગમાં ગંભીર ઈજા કે ઈન્ફેક્શન થવાનું જોખમ હતું. તબીબોએ સફળ ઓપરેશન કરી જીવ બચાવ્યો સ્થિતિની ગંભીરતાને જોતા તબીબોની ટીમે તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. કલાકોની મહેનત બાદ સફળ સર્જરી દ્વારા બાળકના પેટમાંથી પેન્સિલ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે. હાલમાં બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ કિસ્સાએ નાના બાળકોના વાલીઓને ફરી એકવાર સાવધ રહેવા અને બાળકો પર સતત નજર રાખવા માટે મજબૂર કર્યા છે. આ પણ વાંચો - Junagadh-ચલાલા વચ્ચે નવી સ્પેશિયલ ટ્રેન સેવાનો પ્રારંભ, સાત સ્ટેશનો પર કરશે રોકાણ

Read Full Story arrow_forward