android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch : ડોર ટુ ડોર સેવા બંધ રહેતા નર્કાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ, કામદારોએ સીટી વગાડી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું
calendar_today February 21, 2026

Bharuch : ડોર ટુ ડોર સેવા બંધ રહેતા નર્કાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ, કામદારોએ સીટી વગાડી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું

ભરૂચ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ડોર ટુ ડોર સેવા બંધ હોવાના કારણે શહેરમાં નર્કાગાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ડોર ટુ ડોરના કામદારોને સમયસર પગાર ન ચૂકવાતા તેઓએ સીટી વગાડી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું.ડોર ટુ ડોર સર્વિસ સેવા છેલ્લા ત્રણ દિવસથી બંધ ભરૂચ નગરપાલિકા હેઠળ ચાલી રહેલી ડોર ટુ ડોર સર્વિસ સેવા છેલ્લા ત્રણ દિવસથી બંધ હોવાથી શહેરમાં નર્કાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે.શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા લાગી જતા નાગરિકો પરેશાન બની રહ્યા છે.માહિતી મુજબ, ડોર ટુ ડોર સેવા આપતા વાહન ચાલકો અને મજૂરોને છેલ્લા પાંચ મહિનાથી પગાર મળ્યો નથી.  આજે એકસાથે સીટી વગાડી વિરોધ નોંધાવ્યો એક વ્યક્તિ દીઠ અંદાજે 70,000 જેટલો પગાર બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે.લાખો રૂપિયાની બાકી રકમને લઈને કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.શહેરમાં રોજ સીટી વગાડી કચરો એકત્રિત કરતા વાહન ચાલકોએ આજે એકસાથે સીટી વગાડી વિરોધ નોંધાવ્યો હતો.પગાર ચૂકવણી મુદ્દે નારાજગી વ્યક્ત કરતાં તમામ વાહનોને એકસાથે ઉભા રાખી સેવા બંધ રાખવામાં આવી છે. નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરી હોવાનો દાવો કર્યો નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરી હોવાનો દાવો કર્યો છે,પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને પગાર ચુકવવામાં નિષ્ફળતા દાખવાતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે.નગરપાલિકાના અધિકારીઓ પર પણ કોન્ટ્રાક્ટરોને પ્રોત્સાહન આપવાના અને યોગ્ય દેખરેખ ન રાખવાના આક્ષેપ થઈ રહ્યા છે. તંત્રે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠી પવિત્ર રમજાન માસના પ્રારંભથી જ આંદોલન શરૂ થતા મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કર્મચારીઓને યોગ્ય હક મળે તે માટે તંત્રે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠી છે.આ પણ વાંચો----    Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

Read Full Story arrow_forward
Amreli News: કુંકાવાવના નીલકંઠ શોપિંગ પાસે ખુલ્લી ગટરમાં ફસાઈ કાર
calendar_today February 21, 2026

Amreli News: કુંકાવાવના નીલકંઠ શોપિંગ પાસે ખુલ્લી ગટરમાં ફસાઈ કાર

કુંકાવાવના નીલકંઠ શોપિંગ સેન્ટર પાસે ભૂગર્ભ ગટરની કુંડી પર લાંબા સમયથી ઢાંકણું (પાપડું) ન હોવાથી આજે એક ફોરવ્હીલ કાર તેમાં ખાબકી હતી. કારનું ટાયર ગટરમાં ફસાઈ જતા વાહનચાલકને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને સ્થાનિકોની મદદથી વાહનને બહાર કાઢવાની નોબત આવી હતી. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આ કોઈ પહેલી ઘટના નથી. અહીં ભૂગર્ભ ગટરના ઢાંકણાં તૂટેલા હોવાથી અગાઉ પણ અનેક ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો ગટરમાં ફસાઈ ચૂક્યા છે.અવાર-નવાર વાહનો ઘુસી જવાની બને છે ઘટનાઓઆ જોખમી ગટર બાબતે સ્થાનિક લોકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં તંત્ર દ્વારા આ ખાડા પૂરવા કે મજબૂત ઢાંકણા બેસાડવાની તસ્દી લેવામાં આવતી નથી. લોકોમાં રોષ છે કે, શું તંત્ર કોઈ મોટી જાનહાનિ કે ગંભીર દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે? જો કોઈ માસૂમ બાળક કે વૃદ્ધ આ ગટરમાં ખાબકે તો તેનો જવાબદાર કોણ રહેશે?કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?ભરચક વિસ્તાર હોવાને કારણે અહીંથી દિવસભર સેંકડો લોકોની અવરજવર રહે છે. રાત્રિના સમયે અંધારામાં આ ખુલ્લી ગટર જીવલેણ બની શકે છે. સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા કે સંબંધિત તંત્ર તાત્કાલિક અસરથી તમામ ખુલ્લી ગટરો પર મજબૂત ઢાંકણા બેસાડે જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal : શહેરા તાલુકાના મોરવા રેણા ગામમાં 2 વર્ષથી નળમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી, નલ સે જલ યોજના માત્ર કાગળ પર
calendar_today February 21, 2026

Panchmahal : શહેરા તાલુકાના મોરવા રેણા ગામમાં 2 વર્ષથી નળમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી, નલ સે જલ યોજના માત્ર કાગળ પર

સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા માટે 'નલ સે જલ' યોજના પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવી રહ્યો છે. પરંતુ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા રેણા ગામે આ યોજના માત્ર કાગળ પર જ અમલી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગામમાં નળ તો નંખાયા છે, પણ તેમાંથી પાણીને બદલે માત્ર હવા નીકળી રહી છે.બે વર્ષ થયા પણ નળમાં પાણી આવ્યું નથી પંચમહાલના શહેરા તાલુકાના મોરવા રેણા ગામની અંદાજિત 5000ની વસ્તી છેલ્લા બે વર્ષથી એક અજીબ વિરોધાભાસમાં જીવી રહી છે. દરેક ઘરની બહાર નળના કનેક્શન તો આપી દેવામાં આવ્યા છે, પરંતુ આ કનેક્શન આપ્યાને બે વર્ષથી વધુ સમય વીતી જવા છતાં હજુ સુધી એક ટીપું પાણી પણ ગ્રામજનોને નસીબ થયું નથી. આરસીસી સ્ટેન્ડ પોસ્ટ આજે વહીવટી બેદરકારીની સાક્ષી પૂરી રહ્યા છે ખાસ કરીને ગામના બારીઆ ફળિયા, ભાથીજી ફળિયું અને મંદિર ફળિયું જેવા વિસ્તારોની હાલત સૌથી વધુ કફોડી છે.ગામમાં યોજનાના ભાગરૂપે બનાવવામાં આવેલા આરસીસી (RCC) સ્ટેન્ડ પોસ્ટ આજે વહીવટી બેદરકારીની સાક્ષી પૂરી રહ્યા છે. જાળવણીના અભાવે અને પાણી ન આવવાને કારણે અનેક જગ્યાએ નળ તૂટી ગયા છે. લાખો રૂપિયાના ખર્ચે ઉભું કરવામાં આવેલું આ માળખું આજે બિસમાર હાલતમાં ફેરવાઈ રહ્યું છે. જે યોજના લોકોની તરસ છિપાવવા માટે હતી, તે આજે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરોને લાખો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા આધુનિક યુગમાં જ્યારે ઘરે ઘરે નર્મદાના નીર પહોંચાડવાના દાવા થાય છે, ત્યારે મોરવા રેણાના ગ્રામજનો આજે પણ પરંપરાગત સ્ત્રોતો પર નિર્ભર છે.સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરોને લાખો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હોવા છતાં ગ્રામજનોને સુવિધા કેમ નથી મળી? શું પાઈપલાઈનમાં ક્ષતિ છે કે પછી એન્જિનિયરિંગમાં કોઈ મોટી ભૂલ? આ બાબતની ઉચ્ચ સ્તરીય તપાસ થવી અનિવાર્ય છે. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે સ્થાનિકોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવે અને સત્વરે પાણી પુરવઠો શરૂ કરવામાં આવે....'હર ઘર જલ'નો સંકલ્પ ત્યારે જ સિદ્ધ થશે જ્યારે મોરવા રેણા જેવા ગામોમાં નળમાંથી ખરેખર પાણી આવશે. તંત્રએ એસી ઓફિસોમાંથી બહાર નીકળીને ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરવી જોઈએ જેથી જનતાના ટેક્સના પૈસાનો સદુપયોગ થાય અને લોકોને તેમનો પાયાનો હક—પાણી—મળી રહે.,જો નથી તો માત્ર 'પાણી'. આશરે 5000ની વસ્તી ધરાવતું આ ગામ આજે પણ આધુનિક સુવિધાઓના અભાવે આદિકાળની જેમ કુવા અને હેન્ડપંપના સહારે જીવવા મજબૂર બન્યું છે. આ પણ વાંચો----     Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

Read Full Story arrow_forward