android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Happy Birthday Ahmedabad: લાલ દરવાજા વિસ્તારમાં છે ઓલ્ડ સિટીની ઐતિહાસિક જગ્યા, ખાવાના શોખીનો માટે પસંદગીનું સ્થાન
calendar_today February 21, 2026

Happy Birthday Ahmedabad: લાલ દરવાજા વિસ્તારમાં છે ઓલ્ડ સિટીની ઐતિહાસિક જગ્યા, ખાવાના શોખીનો માટે પસંદગીનું સ્થાન

અમદાવાદ પોતાનો 615માં સ્થાપના દિવસની ઉજવણી કરશે. આગામી 26 ફેબ્રુઆરીના દિવસે સ્થાપના દિવસની ઉજવણીને શહેરમાં જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. ખાવાના શોખીનો માટે આજે માણેક ચોક ઉપરાંત ઘણા બધા વિકલ્પ છે. પરંતુ વર્ષો પહેલા શહેરની એક રેસ્ટોરન્ટ ખૂબ જ પ્રચલિત હતી. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી 80-100 વર્ષ જૂની "ન્યૂ ઈરાની રેસ્ટોરન્ટ" (New Irani Restaurant) ઓલ્ડ સિટીની એક પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક જગ્યા છે. જે તેની કડક ઈરાની ચા, મસ્કા-બન, અને સ્વાદિષ્ટ બિન-શાકાહારી ગુજરાતી-મુસ્લિમ ભોજન માટે જાણીતી છે. આ સ્થળ મુક્તતા અને સાદગીનું પ્રતીક છે.ઇરાની રેસ્ટોરન્ટ વિશે રસપ્રદ માહિતી આ કાફે આશરે 80 વર્ષ કરતાં વધુ જૂનું છે. એવું કહેવાય છે કે વર્ષો પહેલા ઈરાનથી આવેલા બહેરામ ઈરાની દ્વારા આ કાફે બનાવવામાં આવ્યું. . અહીં જૂની શૈલીના ટેબલ-ખુરશી અને ઐતિહાસિક વારસો જોવા મળે છે. આ રેસ્ટોરન્ટની ઈરાની ચા અને માખણવાળા બન-મસ્કા સૌથી વધુ લોકપ્રિય છે. હાલમાં, અહીં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની ભીડ જોવા મળે છે. જો કે આ કેફે એક સમયે સ્વતંત્રતા સંગ્રામના લડવૈયાઓનું મનપસંદ સ્થળ હતું. જયારે તમે આ કાફેની અંદર જશો તો તે તમને અમદાવાદના ભૂતકાળનો નજારો બતાવશે.ખાવાના શોખીનો માટે બેસ્ટ સ્થાન અમદાવાદના ભીડભાડવાળા લાલ દરવાજા વિસ્તારમાં આવેલું છે આ ઈરાની કાફે. ત્યાં જતા લોકો તેને "દિવાલો પર તિરાડોવાળી જૂની ઇમારત" કહે છે. કાફે નજીકના ફકીરોને મફત ભોજન પૂરું પાડવા માટે જાણીતું હતું. આ સ્થળ અમદાવાદના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનો એક અનોખો ભાગ છે અને જેઓ પરંપરાગત ઈરાની ચા અને નાસ્તાનો સ્વાદ માણવા માંગે છે, તેમના માટે આ એક શ્રેષ્ઠ સ્થળ છે. ભોજન સાથે રેસ્ટોરન્ટ તરફથી ખાસ સુવિધા એટલે કે સદવ્યવહારના કારણે તે વધુ લોકપ્રિય થયું.આ પણ વાંચો : Happy Birthday Ahmedabad: માતા ભદ્રકાળીના આર્શિવાદ થકી અમદાવાદ થયું સમૃદ્ધ, જાણો ભદ્રકાળી મંદિરનો ઇતિહાસ

Read Full Story arrow_forward
Kutch : પ્રેમીએ મિત્રની મદદથી પ્રેમિકાની હત્યા કરી મૃતદેહને કુવામાં ફેંકી દેતા સસનસનાટી, પોલીસે શરુ કરી તપાસ
calendar_today February 21, 2026

Kutch : પ્રેમીએ મિત્રની મદદથી પ્રેમિકાની હત્યા કરી મૃતદેહને કુવામાં ફેંકી દેતા સસનસનાટી, પોલીસે શરુ કરી તપાસ

કચ્છ જિલ્લામાં હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અંજાર તાલુકાના એક ગામમાં પ્રેમીએ મિત્રની મદદથી પ્રેમિકાની હત્યા કરીને લાશ કૂવામાં ફેંકી દેતા ખળભળાટ મચી ગયો છે. રાજેશ રબારી સાથે યુવતીના પ્રેમ સંબંધ અંજાર તાલુકાના એક ગામમાં 18 વર્ષીય યુવતીની તેના પ્રેમી દ્વારા હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ નજીકના મિંદીયાળા ગામે રહેતા રાજેશ રબારી સાથે યુવતીના પ્રેમ સંબંધ હતા. લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા આરોપી રાજેશે લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેના પરિણામે યુવતી ગર્ભવતી બની હતી.યુવતી દ્વારા લગ્ન માટે દબાણ કરવામાં આવતા આરોપીએ લગ્નના બહાને યુવતીને ગામના સીમ વિસ્તારમાં બોલાવી, ત્યાં તેના મિત્ર રાહુલ રબારી સાથે મળી યુવતીને ગળેટૂંપો આપી હત્યા કરી હતી. બાદમાં લાશને વજનદાર પથ્થર બાંધી કૂવામાં ફેંકી દીધી હતી.. પોલીસે 55 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાંથી યુવતીની લાશ બહાર કાઢી ઘટનાની જાણ થતા અંજાર પોલીસે ભુજ ફાયર બ્રિગેડની મદદથી લગભગ 55 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાંથી યુવતીની લાશ બહાર કાઢી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. અંજાર પોલીસે આરોપી રાજેશ અને રાહુલ સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડકરી તપાસ શરુ કરી છે.આ પણ વાંચો----    Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો

Read Full Story arrow_forward
Suratના લિંબાયતમાં મકાનના પહેલા માળેથી માતા-પુત્રી નીચે પટકાયા
calendar_today February 21, 2026

Suratના લિંબાયતમાં મકાનના પહેલા માળેથી માતા-પુત્રી નીચે પટકાયા

સુરતના લિંબાયત વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સૌના જીવ અધ્ધર કરી દીધા હતા. એક મકાનના પહેલા માળેથી માતા અને તેની નાની પુત્રી અચાનક નીચે રોડ પર પટકાયા હતા. આ ગંભીર અકસ્માત હોવા છતાં, કુદરતી કરિશ્માને કારણે બંનેનો આબાદ બચાવ થયો છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, જેવી માતા-પુત્રી નીચે પટકાય છે, તેની ગણતરીની સેકન્ડોમાં જ નાની બાળકી પોતે ઉભી થઈ જાય છે.લિંબાયતમાં મકાનના પહેલા માળેથી નીચે પટકાયાપટકાયા બાદ બાળકીની આ હિંમત અને તેનો બચાવ જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બંનેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માતા-પુત્રી કયા સંજોગોમાં નીચે પટકાયા તે હજુ સ્પષ્ટ થયું નથી. બન્ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાગેલેરીની રેલિંગ તૂટવાને કારણે કે અન્ય કોઈ કારણસર આ અકસ્માત સર્જાયો, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હોસ્પિટલના સૂત્રો અનુસાર, બંનેને ઈજાઓ પહોંચી છે પરંતુ હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો મકાનોની સુરક્ષા અને બાળકોની સંભાળ બાબતે ચર્ચાઓ કરી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward