android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: યોગી ચોકમાં દારૂડિયો બેફામ, સ્થાનિકોએ ચખાડ્યો મેથીપાક
calendar_today February 21, 2026

Surat News: યોગી ચોકમાં દારૂડિયો બેફામ, સ્થાનિકોએ ચખાડ્યો મેથીપાક

ડાયમંડ સિટી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી વધુ એક ઘટના સામે આવી છે. સુરત શહેરના યોગી ચોક વિસ્તારમાં એક નશાખોર રિક્ષાચાલકે દારૂના નશામાં ચકચૂર થઈને જાહેર માર્ગ પર ભારે હોબાળો મચાવ્યો હતો. બેફામ બનેલા આ રિક્ષાચાલકે અનેક લોકોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી.જાહેરમાં નશો અને બિભત્સ ગાળાગાળી ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના યોગી ચોક પાસે એક રિક્ષાચાલકે દારૂ પીધેલી હાલતમાં રિક્ષા હંકારી હતી. નશામાં ભાન ભૂલેલા આ ચાલકે રોડ પર જઈ રહેલા 3 થી 4 નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જ્યા બાદ પસ્તાવો કરવાને બદલે તે નશામાં બેફામ બની લોકોને અભદ્ર ભાષામાં ગાળો આપવા લાગ્યો હતો. રિક્ષાચાલકના આ વર્તનને જોઈને ત્યાં હાજર લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ચખાડ્યો 'મેથીપાક' રિક્ષાચાલકની દાદાગીરી અને નશાખોરી જોઈને લોકોનો સંયમ ખૂટ્યો હતો. ઉશ્કેરાયેલા સ્થાનિકોએ રિક્ષાચાલકને પકડી લીધો હતો અને તેને જાહેરમાં 'મેથીપાક' ચખાડી બરોબરનો પાઠ ભણાવ્યો હતો. લોકોના ટોળાએ તેને મેથીપાક આપ્યા બાદ તેના સાથીઓ તેને સમજાવીને લઈને જતા રહ્યા હતા. પોલીસના ડર વગર બેફામ બન્યા લુખ્ખા તત્ત્વો? આ ઘટના બાદ સ્થાનિકોમાં એક જ ચર્ચા જાગી છે કે, શું આવા અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર જ નથી? જાહેરમાં દારૂ પીને લોકોના જીવ જોખમમાં મૂકતા આવા રિક્ષાચાલકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માગ ઉઠી છે. આ પણ વાંચો - Surat: બિલ્ડરની આર્થિક તંગીનો ફાયદો ઉઠાવી મહિલાએ કર્યું બ્લેકમેલિંગ, પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

Read Full Story arrow_forward
AI Impact Summit Protest: યુથ કોંગ્રેસના 4 કાર્યકર્તાઓના જામીન ફગાવાયા, પોલીસ રિમાન્ડ 5 દિવસના મંજૂર
calendar_today February 21, 2026

AI Impact Summit Protest: યુથ કોંગ્રેસના 4 કાર્યકર્તાઓના જામીન ફગાવાયા, પોલીસ રિમાન્ડ 5 દિવસના મંજૂર

AI સમિટ દરમિયાન યૂથ કોંગ્રેસના પ્રદર્શન મામસે ઝડપાયેલા 4 કાર્યકરોને પટિયાલા કોર્ટ રજૂ કરાયા હતા. કોર્ટે ચારેયને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે. કોર્ટે દિલ્હી પોલીસની કસ્ટડીમાં પૂછપરછની મંજૂરી આપીને ચારેય આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે જે બાદ હવે ચારેયને વધુ તપાસ માટે પોલીસને સોંપી દેવાયા છે. યુથ કોંગ્રેસના 4 કાર્યકર્તાઓને 5 દિવસના પોલીસ રિમાન્ડ દિલ્હી પોલીસે કૃષ્ણા હરિ, કુંદન યાદવ, અજય કુમાર અને નરસિમ્હા યાદવને ન્યાયિક મેજિસ્ટ્રેટ રવિની અદાલતમાં રજૂ કરીને 5 દિવસના પોલીસ રિમાન્ડ માગ્યા હતા. તો બીજી તરફ બચાવપક્ષે શાંતિ પૂર્ણ વિરોધ  ગણાવીને રિમાન્ડનો વિરોધ કર્યો હતો.https://x.com/ANI/status/2025139979337564189કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો? દિલ્હી પોલીસે આરોપીઓ સામે IPCની કલમ 132 અને અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે. બધી કલમો સાત વર્ષથી ઓછી સજાને પાત્ર છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓએ AI સમિટ દરમિયાન એવી જગ્યાએ પ્રદર્શન કર્યું હતું જ્યાં મોટી સંખ્યામાં વિદેશી પ્રતિનિધિઓ હાજર હતા.https://x.com/ANI/status/2025142067161338146  રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર અને અથડામણ પ્રોસિક્યુશન પક્ષે કોર્ટમાં દાવો કર્યો હતો કે આરોપીઓએ વિરોધ પ્રદર્શન દરમિયાન રાષ્ટ્રવિરોધી અને "વિભાજનકારી" સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ વડા પ્રધાનની છબીવાળી ટી-શર્ટ લહેરાવી હતી અને પોલીસકર્મીઓને રોકવાનો પ્રયાસ કરતી વખતે તેમને ધક્કો માર્યો હતો, જેમાં ત્રણથી ચાર અધિકારીઓ ઘાયલ થયા હતા. પબ્લિક પ્રોસિક્યુટરે એમ પણ જણાવ્યું હતું કે આરોપીઓના મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે અને તેઓ વિવિધ રાજ્યોના રહેવાસી છે. તપાસ માટે કાવતરું, ભંડોળના સ્ત્રોત અને ટી-શર્ટ છાપવાની તપાસ કરવા માટે તેમના રાજ્યોની મુલાકાત લેવાની જરૂર છે.  વિરોધ શાંતિપૂર્ણ હતો- બચાવ પક્ષના વકીલઆરોપીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ચાર કાર્યકરો એક વિરોધી રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે કોઈને નુકસાન થયું હોવાના કોઈ નક્કર પુરાવા નથી અને વિરોધ કરવો એ બંધારણીય અધિકાર છે. વકીલે પોલીસ રિમાન્ડની માંગણીને બિનજરૂરી ગણાવી હતી, અને કહ્યું હતું કે આ કાર્યવાહી લોકશાહીની ગરિમાને નબળી પાડે છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે જો વિરોધ પ્રદર્શનના આધારે ધરપકડ કરવામાં આવે છે, તો સંસદમાં વિરોધ કરી રહેલા નેતાઓ સામે પણ આવી જ કાર્યવાહી થવી જોઈએ. જામીન અરજીઓ પણ સાંભળવામાં આવી ચારેય આરોપીઓ વતી કોર્ટમાં જામીન અરજીઓ દાખલ કરવામાં આવી હતી. બચાવ પક્ષે જણાવ્યું હતું કે બધા આરોપીઓ યુવાન છે અને તેમનું ભવિષ્ય જોખમમાં છે. દિલ્હી પોલીસે જામીનનો વિરોધ કર્યો હતો, દલીલ કરી હતી કે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ તપાસ જરૂરી છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, કોર્ટે રિમાન્ડ અને જામીન પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live:  કમલમમાં રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રભારીઓને કહ્યું 'તમારા જિલ્લામાં તમે તમારા માણસો સેટ કરો છો તે યોગ્ય નથી'
calendar_today February 21, 2026

Gujarat Latest News Live: કમલમમાં રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રભારીઓને કહ્યું 'તમારા જિલ્લામાં તમે તમારા માણસો સેટ કરો છો તે યોગ્ય નથી'

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward