android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: શિંગડાથર હનુમાનજી મંદિરે ડીજેના અવાજથી મધમાખીઓ ઉડી, બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પર હુમલો
calendar_today February 21, 2026

Ahmedabad: શિંગડાથર હનુમાનજી મંદિરે ડીજેના અવાજથી મધમાખીઓ ઉડી, બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પર હુમલો

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ભોજવા ગામે આજે શનિવારના પવિત્ર દિવસે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગામના પૌરાણિક શિંગડાથર હનુમાનજી મંદિર ખાતે નીકળેલી શોભાયાત્રામાં મધમાખીઓના ઝુંડે હુમલો કરતા 30થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે.શોભાયાત્રામાં સર્જાઈ અફરાતફરીપરંપરા મુજબ દર શનિવારે ભોજવા ગામથી સીમમાં આવેલા હનુમાનજી મંદિર સુધી ડીજે (DJ) ના તાલે શોભાયાત્રા નીકળે છે. આજે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાયા હતા. દરમિયાન, રસ્તામાં આવેલા એક મધપૂડામાંથી અચાનક મધમાખીઓનું ઝુંડ ઉડ્યું હતું અને શોભાયાત્રામાં સામેલ લોકો પર તૂટી પડ્યું હતું. ડીજેના અવાજ અથવા ધુમાડાને કારણે મધમાખીઓ ઉશ્કેરાઈ હોવાનું પ્રાથમિક રીતે મનાઈ રહ્યું છે.નાના બાળકો અને શ્રદ્ધાળુઓ ડંખથી બેહાલમધમાખીઓના હુમલાને કારણે શોભાયાત્રામાં ભારે દોડધામ મચી ગઈ હતી. મધમાખીઓએ નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધીના 30થી વધુ લોકોને ડંખ માર્યા હતા. અનેક લોકો ડંખને કારણે રસ્તા પર જ ફસડાઈ પડ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી વિરમગામની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.આ પણ વાંચો: Panchmahal: સલીમ હવે 'સુરેશ' બનીને નહીં છેતરે, લગ્ન નોંધણીના નવા નિયમોને કંકોડાકુઈની મહિલાઓએ વધાવ્યા

Read Full Story arrow_forward
Happy Birthday Ahmedabad: માતા ભદ્રકાળીના આર્શિવાદ થકી અમદાવાદ થયું સમૃદ્ધ, જાણો ભદ્રકાળી મંદિરનો ઇતિહાસ
calendar_today February 21, 2026

Happy Birthday Ahmedabad: માતા ભદ્રકાળીના આર્શિવાદ થકી અમદાવાદ થયું સમૃદ્ધ, જાણો ભદ્રકાળી મંદિરનો ઇતિહાસ

અમદાવાદ શહેરમાં સ્થાપના દિવસની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે. એક સમયે અમદાવાદને મિલોનું શહેર કહેવાતું હતું એટલે જ આ શહેર આજે પણ 'બિઝનેસ હબ' પણ ગણાય છે. આ ઉપરાંત અમદાવાદ ભારતની આઝાદીમાં યોગદાન આપનાર લડવૈયાઓની તપોભૂમિ અને કર્મભૂમિ પણ છે. આ મહિનાના અંતમાં 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ ગુજરાતનું આર્થિક કેન્દ્ર ગણાતા અમદાવાદનો જન્મદિવસ છે. આ વર્ષે અમદાવાદ શહેર પોતાના 615મા સ્થાપના દિવસની ઉજવણી કરશે. એવું કહેવાય છે કે માતા ભદ્રકાળીના આર્શીવાદથી આ શહેર આટલું સમૃદ્ધ છે. જાણો ભદ્રકાળી મંદિરનો ઇતિહાસ.ભદ્રકાળી મંદિર શ્રદ્ધાના કેન્દ્રોમાંનું એકભદ્રકાળી મંદિર અમદાવાદ શહેરની ધાર્મિક ઓળખ બન્યું છે. દુનિયા આજે જે અમદાવાદને જોઈ રહી છે તે ચારે દિશામાં ફેલાયેલુ છે. મૂળ અમદાવાદ શહેરના પૂર્વ એટલે કે પોળ વિસ્તાર ગણાય છે. શહેરના પૂર્વમાં જ ભદ્ર કિલ્લાની અંદર માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. ભદ્રકાળી મંદિર એ શહેરના સૌથી પ્રાચીન અને શ્રદ્ધાના કેન્દ્રોમાંનું એક છે. આ મંદિર અમદાવાદ શહેરની સ્થાપના કરનાર સુલતાન અહમદ શાહના સમયમાં (1411ની આસપાસ) બાંધવામાં આવેલા ભદ્રના કિલ્લામાં આવેલું છે. મંદિરમાં માતાની મૂર્તિની કરાઈ સ્થાપનાહાલમાં ભદ્રકાળી મંદિર છે ત્યાં માતાની મૂર્તિની સ્થાપના 18મી સદીમાં મરાઠા શાસન દરમિયાન કરવામાં આવી હતી. મરાઠાઓએ આ કિલ્લા પર વિજય મેળવ્યો ત્યારે તેમણે અહીં માતાજીના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અન્ય એક માન્યતા મુજબ પાટણના રાજા અને કર્ણાવતીના સ્થાપક કર્ણદેવે સાબરમતી નદીના કિનારે ભદ્રકાળી મંદિરની સ્થાપના કરી હતી. ભદ્રકાળી મંદિરનો જીર્ણોદ્ધાર1895 માં ભદ્રકાળી મંદિરમાં ગર્ભગૃહને ચાંદીનું છત્ર અર્પણ કરાયું હતું. જયારે 1936 માં મંદિરને સંગેમરમરથી સુશોભિત કરી ભક્તો માટે મંદિરનો વિસ્તાર વધારવામાં આવ્યો હતો. આ સાથે દર્શન મંડપના બન્ને દ્વાર તથા મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનો પણ જીર્ણોદ્વાર કરાયો. મંદિર ભદ્રના કિલ્લાની અંદર આવેલું હોવાથી તેનું સ્થાપત્ય ઐતિહાસિક છે. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા "ભદ્ર પ્લાઝા" પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનાથી મંદિરની આસપાસની જગ્યા વધુ સુંદર અને અવરજવર માટે સરળ બની છે. ભદ્રકાળી સાથે જોડાયેલી પ્રચલિત દંતકથામંદિર સાથે એક ખૂબ જ પ્રચલિત કથા જોડાયેલી છે. એવું કહેવાય છે કે સદીઓ પહેલાં દેવી લક્ષ્મી રાત્રે ભદ્રના કિલ્લાના દરવાજાથી શહેર છોડીને જઈ રહ્યા હતા. ત્યારે કિલ્લાના ચોકીદાર સિદ્દિક સૈયદે તેમને ઓળખી લીધા અને વિનંતી કરી કે જ્યાં સુધી તે રાજાની પરવાનગી ન લઈ આવે ત્યાં સુધી દેવી અહીં જ રોકાય. શહેરની સમૃદ્ધિ (લક્ષ્મી) કાયમ ટકી રહે તે માટે સિદ્દિક સૈયદે રાજા પાસે જઈને પોતાનું બલિદાન આપ્યું (અથવા પરત ન આવ્યા), જેથી લક્ષ્મીજી વચન મુજબ કિલ્લાની બહાર ન જઈ શક્યા. આ જ કારણ છે કે અમદાવાદ હંમેશા વેપાર અને લક્ષ્મીમાં મોખરે રહ્યું છે. એવી લોકવાયકા છે કે માતા ભદ્રકાળી શહેરની રક્ષા કરે છે અને તેમની કૃપાથી જ અમદાવાદ આજે આટલું સમૃદ્ધ છે. એટલે જ ભદ્રકાળી માતાને અમદાવાદના "નગર દેવી" માનવામાં આવે છે. આ પણ વાંચો : Happy Birthday Ahmedabad: આજે 'હેરિટેજ સિટી' થી 'મેગા સિટી' સુધીની સફર ગૌરવશાળી

Read Full Story arrow_forward
Ahmedabad: કમોસમી વરસાદની શક્યતા નહીવત, ઉત્તર-પૂર્વના ગરમ પવનો ફૂંકાતા બપોરે ગરમી અને સવારે ઠંડી લાગશે
calendar_today February 21, 2026

Ahmedabad: કમોસમી વરસાદની શક્યતા નહીવત, ઉત્તર-પૂર્વના ગરમ પવનો ફૂંકાતા બપોરે ગરમી અને સવારે ઠંડી લાગશે

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની ભીતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ પૂરતી માવઠાની શક્યતા નહીવત છે, જે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. જોકે, હવે નાગરિકોએ વધતી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.તાપમાનમાં વધારો અને ગરમ પવનોહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે. રાજ્યમાં અત્યારે ઉત્તર-પૂર્વ દિશાના ગરમ પવનો ફૂંકાવાનું શરૂ થયું છે, જેના કારણે બપોરના સમયે ગરમીનો પારો ઉંચકાશે. ખાસ કરીને ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં ઉનાળાનો પગરવ સંભળાશે.મિશ્ર ઋતુનો અનુભવઆગામી 7 દિવસ સુધી રાજ્યમાં મિશ્ર ઋતુ જેવો માહોલ રહેશે. વહેલી સવારે હજુ પણ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે.બપોરના સમયે કાળઝાળ ગરમી અને પવનની અસર જોવા મળશે.આવી બેવડી ઋતુના કારણે આરોગ્ય બાબતે સાવચેત રહેવાની પણ તબીબો સલાહ આપી રહ્યા છે.સૌથી મોટી રાહત એ છે કે કમોસમી વરસાદ (માવઠું) થવાની કોઈ સંભાવના હાલ દેખાઈ રહી નથી. અગાઉ માવઠાની વાતોને પગલે રવિ પાકને નુકસાન થવાની ચિંતામાં રહેલા ખેડૂતોએ હવે હાશકારો અનુભવ્યો છે. ગરમ પવનો ફૂંકાવાને કારણે પાકને પકવવામાં મદદ મળશે, પરંતુ સતત વધતું તાપમાન પણ ચિંતાનો વિષય બની શકે છે.આ પણ વાંચો: Ahmedabad: શિંગડાથર હનુમાનજી મંદિરે ડીજેના અવાજથી મધમાખીઓ ઉડી, બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પર હુમલો

Read Full Story arrow_forward