android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: બિલ્ડરની આર્થિક તંગીનો ફાયદો ઉઠાવી મહિલાએ કર્યું બ્લેકમેલિંગ, પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
calendar_today February 21, 2026

Surat: બિલ્ડરની આર્થિક તંગીનો ફાયદો ઉઠાવી મહિલાએ કર્યું બ્લેકમેલિંગ, પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી દ્વારા પોતાની રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરવાના મામલે ઉમરા પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ કેસની તપાસ કરી રહેલા ACP ઝેડ.આર. દેસાઈએ જણાવ્યું છે કે, પૂનમ ભદોરિયા નામની મહિલાની સતત હેરાનગતિ અને બ્લેકમેલિંગથી કંટાળીને તુષારભાઈએ આ અંતિમ પગલું ભર્યું હતું.નોકરી કરતી હોવા છતાં ભાગીદારીના નામે ઉઘરાણીતપાસમાં બહાર આવ્યું છે કે તુષાર ઘેલાણી એક સ્કૂલના માલિક હતા. આ સ્કૂલમાં ભાગીદારીમાં આર્થિક તંગી ચાલતી હતી. પૂનમ ભદોરિયા ત્યાં નોકરી કરતી હોવા છતાં, તે પોતાને ભાગીદાર ગણાવીને તુષારભાઈ પાસે અવારનવાર રૂપિયાની માંગણી કરતી હતી. આર્થિક વ્યવહારોની ઊંડી તપાસ બાદ જાણવા મળ્યું કે તે સતત તેમને આર્થિક રીતે દબાણમાં રાખતી હતી.દીકરીના લગ્ન પ્રસંગે બદનામ કરવાની ધમકીકેસમાં સૌથી ગંભીર વળાંક ત્યારે આવ્યો જ્યારે ખબર પડી કે તુષાર ઘેલાણીની દીકરીના લગ્ન હતા, ત્યારે પૂનમે તેમને સામાજિક રીતે બદનામ કરવાની ધમકી આપી હતી. એક તરફ આર્થિક સંકડામણ અને બીજી તરફ પરિવારની આબરૂ જવાનો ડર – આ બંને કારણોસર તુષાર ઘેલાણી ભારે માનસિક તણાવમાં હતા.પોલીસ કાર્યવાહીઉમરા પોલીસે લાંબી પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કર્યા બાદ પૂનમ ભદોરિયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. ACP દેસાઈના જણાવ્યા મુજબ, પોલીસ પાસે પૂરતા પુરાવા છે કે મહિલાની જીદ અને ધમકીઓએ જ બિલ્ડરને આપઘાત કરવા માટે મજબૂર કર્યા હતા.સુરત પોલીસ આ મામલે ટૂંક સમયમાં વધુ વિગતો સાથે સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. જાણીતા બિલ્ડરના આ પગલાથી સુરતના વ્યવસાયિક આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.આ પણ વાંચો: Surat: ગોડાદરામાં ટેક્સટાઇલ વેપારીનું સ્કોર્પિયોમાં અપહરણ, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 5 શખ્સોને દબોચ્યા

Read Full Story arrow_forward
India Brazil agreement : PM મોદીએ કહ્યું, "લુલાના નેતૃત્વથી ભારત-બ્રાઝિલ સંબંધો મજબૂત થયા."
calendar_today February 21, 2026

India Brazil agreement : PM મોદીએ કહ્યું, "લુલાના નેતૃત્વથી ભારત-બ્રાઝિલ સંબંધો મજબૂત થયા."

બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાનું ભારત આગમન ભારત–બ્રાઝિલ સંબંધોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન માનવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં દ્રૌપદી મુર્મુ અને PM નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. ત્યારબાદ દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે બંને દેશોના નેતાઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ, જેમાં અનેક મહત્વપૂર્ણ MoU અને ટ્રેડ ડીલ પર ચર્ચા થઈ. ભારત અને બ્રાઝિલ વચ્ચેના વેપાર આ મુલાકાતનો મુખ્ય હેતુ ભારત અને બ્રાઝિલ વચ્ચેના વેપાર અને વ્યૂહાત્મક સહયોગને નવી દિશા આપવાનો છે. હાલ બંને દેશો વચ્ચેનો વેપાર આશરે 15 અબજ ડોલર છે, જેને આવનાર વર્ષોમાં 30થી 40 અબજ ડોલર સુધી લઈ જવાની લુલાની સ્પષ્ટ ઈચ્છા છે. આ માટે તેઓ 260થી વધુ બ્રાઝિલિયન ઉદ્યોગપતિઓ સાથે ભારત આવ્યા છે, જેથી ડિફેન્સ, ફાર્મા, એરોસ્પેસ અને ટેક્નોલોજી ક્ષેત્રોમાં નવા રોકાણ અને ભાગીદારી શક્ય બને. PM મોદીએ શું કહ્યું ? PM મોદીએ જણાવ્યું કે, લુલાના દ્રષ્ટિવાન નેતૃત્વ હેઠળ ભારત–બ્રાઝિલ સંબંધો સતત મજબૂત થયા છે. બંને નેતાઓ વચ્ચે અગાઉ પણ અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર મુલાકાતો થઈ ચૂકી છે, જેનાથી પરસ્પર વિશ્વાસ અને સહયોગ વધ્યો છે.ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે બ્રાઝિલ લેટિન અમેરિકામાં ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 20 અબજ ડોલરથી વધુ સુધી લઈ જવા માટે બંને દેશો પ્રતિબદ્ધ છે; તેમણે ઉમેર્યું કે ભારત–બ્રાઝિલ વેપાર માત્ર આંકડો નથી, પરંતુ પરસ્પર વિશ્વાસનું પ્રતીક છે, જે રાષ્ટ્રપતિ સાથે આવેલા મોટા વ્યાપારી પ્રતિનિધિમંડળથી સ્પષ્ટ થાય છે, તેમજ ભારત–મર્કોસુર વેપાર કરારના વિસ્તરણથી આર્થિક સહયોગને નવી ગતિ મળશે અને ટેકનોલોજી તથા ઇનોવેશનમાં વધતો સહયોગ બંને દેશો સાથે સમગ્ર ગ્લોબલ સાઉથ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.  એલિમેન્ટ્સ પર થનારો સંભવિત આ મુલાકાતમાં ક્રિટિકલ મિનરલ્સ અને રેર અર્થ એલિમેન્ટ્સ પર થનારો સંભવિત કરાર સૌથી વધુ ચર્ચામાં છે. લિથિયમ, નિકલ, કોબાલ્ટ અને ગ્રેફાઇટ જેવા ખનિજો ઇલેક્ટ્રિક વાહન, ગ્રીન એનર્જી અને હાઇ-ટેક ઉદ્યોગ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ કરારનો ઉદ્દેશ ચીન પરની નિર્ભરતા ઘટાડીને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વૈવિધ્ય લાવવાનો છે. સંયુક્ત ખાણકામ, પ્રોસેસિંગ, રિસાઇક્લિંગ અને ટેક્નોલોજી ટ્રાન્સફર પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ભારતીય કંપની KABIL બ્રાઝિલમાં રોકાણ કરી શકે છે, જ્યારે બ્રાઝિલ ભારતની ટેક્નોલોજીકલ ક્ષમતાનો લાભ લેવા ઉત્સુક છે. AI સમિટ દરમિયાન AI સમિટ દરમિયાન લુલાએ સ્પષ્ટ કહ્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ નોકરીઓ માટે ખતરો નથી, પરંતુ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી શકે છે. તેમણે આ સમિટના આયોજન માટે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે ચર્ચા અને સંવાદ વિના સારી નીતિ શક્ય નથી.  બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક આ ઉપરાંત, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’ આપવામાં આવ્યો હતો, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતિક છે. આ સન્માનથી સ્પષ્ટ થાય છે કે વૈશ્વિક સ્તરે ભારત અને બ્રાઝિલ ગ્લોબલ સાઉથના મહત્વપૂર્ણ અવાજ તરીકે ઉભરી રહ્યા છે. એટલે લુલાની ભારત મુલાકાત માત્ર ઔપચારિક રાજદ્વારી મુલાકાત નથી, પરંતુ ભવિષ્યના વેપાર, ટેક્નોલોજી, ગ્રીન એનર્જી અને વૈશ્વિક સહયોગ માટે મજબૂત પાયો નાખતી એક ઐતિહાસિક ઘટના સાબિત થઈ શકે છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: જૂનાગઢ વિવાદ મામલે કીર્તિ પટેલના ઈન્દ્રભારતી બાપુ પર આકરા પ્રહારો
calendar_today February 21, 2026

Gujarat Latest News Live: જૂનાગઢ વિવાદ મામલે કીર્તિ પટેલના ઈન્દ્રભારતી બાપુ પર આકરા પ્રહારો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward