Surat: ઉધનામાં યુવકને બેફામ માર મારી 23 હજારની લૂંટ, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં
સુરતના ઉધના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી લૂંટની એક ઘટના સામે આવી છે. બે અજાણ્યા લૂંટારુઓએ એક યુવકને રસ્તામાં આંતરી, તેને બેફામ માર મારી તેની પાસેથી 23 હજાર રૂપિયાની રોકડ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે.ઉધના વિસ્તારમાં માર મારીને લૂંટ ચલાવીમળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવક ઉધના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બે શખ્સોએ તેને અટકાવ્યો હતો. લૂંટારુઓએ યુવક પર હુમલો કરી, તેને શારીરિક ઈજા પહોંચાડી હતી અને તેની પાસે રહેલા રોકડા 23 હજાર રૂપિયા છીનવી લીધા હતા. લૂંટની આ દાદાગીરી નજીકમાં રહેલા કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી હતી, જે વીડિયો બાદમાં વાયરલ થયો હતો.પોલીસની કાર્યવાહી અને ધરપકડવીડિયો વાયરલ થતા જ ઉધના પોલીસ હરકતમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીદારોની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે વીડિયોમાં દેખાતા બે આરોપીઓ પૈકી એક લૂંટારુની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપી પાસેથી લૂંટના 10 હજાર રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે.બીજા આરોપીની શોધખોળપોલીસના જણાવ્યા અનુસાર, લૂંટમાં સામેલ અન્ય એક આરોપી હજુ ફરાર છે, જેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલ આરોપી રીઢો ગુનેગાર હોવાનું જણાઈ રહ્યું છે.આ પણ વાંચો: Talala: કોર્ટમાં કેસ જીત્યા બાદ કબ્જો મેળવતા જ હુમલો, જામગરી બંદૂકથી 4 રાઉન્ડ ફાયરિંગ
Read Full Story arrow_forward