android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh : મૃગીકુંડમાં સ્નાનનો વિવાદ, કીર્તિ પટેલના ઈન્દ્રભારતી બાપુ પર આકરા પ્રહારો
calendar_today February 21, 2026

Junagadh : મૃગીકુંડમાં સ્નાનનો વિવાદ, કીર્તિ પટેલના ઈન્દ્રભારતી બાપુ પર આકરા પ્રહારો

જૂનાગઢમાં મૃગીકુંડમાં સ્નાનને લઈ વિવાદ ફરી ઉઠ્યો છે. કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુ પર સખ્ત પ્રહાર કર્યો છે, કીર્તિ પટેલે જણાવ્યું કે મૃગીકુંડમાં મહિલાઓ નાઈટ ડ્રેસમાં સ્નાન કરતી હતી, જે સ્વીકાર્ય નથી. કીર્તિ પટેલે સ્પષ્ટ કર્યું કે તે ઈન્દ્રભારતી બાપુની શિષ્ય નથી અને જો ગુરુ માન્યા હોત તો સ્નાન માટે ત્યાં લઈ જતા.ઇન્દ્રભારતી બાપુના પેટમાં પાપ છુપાયેલા છે: કીર્તિ પટેલ કીર્તિ પટેલે જણાવ્યું કે હરીહરાનંદ બાપુ તેમના ગુરુ છે અને તે તેમને માન આપે છે, પરંતુ ઈન્દ્રભારતી બાપુના શિષ્યોને વિશેષ લાભ અને VIP એન્ટ્રી મળતી હોવાના મુદ્દે તે વિરોધ વ્યક્ત કરે છે. તે કહે છે કે “ઈન્દ્રભારતી બાપુના પેટમાં પાપ છુપાયેલા છે અને તેના વર્તન અને નિયમો પર સવાલ ઉઠાવે છે. આ વિવાદ સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને મૃગીકુંડની પરંપરા અને શિષ્ય-ગુરુ સંબંધને લગતા પ્રશ્નો સામે લાવવામાં આવ્યા છે. કીર્તિ પટેલના નિવેદનો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર કીર્તિ પટેલના આ નિવેદનો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. કેટલાક લોકોએ કીર્તિ પટેલના આ અભિપ્રાયને સમર્થન આપ્યું છે તો કેટલાક લોકોએ ગુરુ-શિષ્યના સંસ્કારી મૂલ્યોને ધ્યાનમાં રાખીને આ ટિપ્પણીની ટીકા કરી છે. જૂનાગઢમાં મૃગીકુંડ વિવાદે ધાર્મિક પરંપરા, વ્યક્તિગત આઝાદી અને શિષ્ય-ગુરુ સંબંધને લઇને નવા પ્રશ્નો ઊભા કર્યા છે, જે હાલમાં ચર્ચાના મુખ્ય વિષય તરીકે સમક્ષ આવી રહ્યા છે. આ પણ વાંચો : Gandhinagar: લગ્ન નોંધણીના નવા નિયમો માટે ગુજરાત સરકારે જાહેર કર્યું નોટિફિકેશન, વાંધા-સૂચનો માટે 1 મહિનાનો સમય

Read Full Story arrow_forward
Happy birthday Ahmedabad :  પાંચ કુવા પરથી પડેલું નામ , જાણો પાંચકુવા દરવાજાનો ઇતિહાસ
calendar_today February 21, 2026

Happy birthday Ahmedabad : પાંચ કુવા પરથી પડેલું નામ , જાણો પાંચકુવા દરવાજાનો ઇતિહાસ

અમદાવાદ શહેરના પ્રાચીન કોટ વિસ્તારમાં પ્રવેશ માટે બનાવાયેલા દરવાજાઓમાં પાંચકુવા દરવાજોનું સ્થાન ખૂબ જ વિશેષ છે. અમદાવાદની સ્થાપના બાદ ઇ.સ. 1411થી અલગ–અલગ સમયગાળામાં કુલ 12 મુખ્ય દરવાજાઓ બનાવવામાં આવ્યા હતા, જે શહેરની સુરક્ષા, વેપાર અને વ્યવસ્થાનો આધાર હતા. આ દરવાજાઓના નામ મોટેભાગે આસપાસના વિસ્તારો કે ઓળખ પરથી પડ્યા છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પાંચકુવા દરવાજો અમદાવાદના કદમાં વધારો થતો હતો તે સમયગાળામાં બનાવવામાં આવ્યો હતો. શરૂઆતના સમયમાં, એટલે કે અહમદશાહ બાદશાહના સમયમાં, આ વિસ્તાર મુખ્યત્વે શહેરની હદ બહાર ગણાતો. પરંતુ શહેરનો વિસ્તાર વધતા આ દરવાજો મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર બની ગયો. ઇ.સ. 1871માં, અમદાવાદ રેલ્વે સ્ટેશન સુધી સરળ આવન–જાવન માટે આ દરવાજાનું મહત્વ ખાસ વધ્યું. તેથી કહી શકાય કે પાંચકુવા દરવાજો માત્ર સુરક્ષા માટે નહીં, પરંતુ શહેરના વેપાર અને પરિવહન માટે પણ ઉપયોગી બન્યો. કોને અને ક્યારે બનાવ્યો? પાંચકુવા દરવાજો દિવાલવાળા શહેરના વિસ્તરણ દરમિયાન મહેમુદ બેગડાના શાસનકાળમાં બાંધવામાં આવેલી બીજી કિલ્લેબંધી દિવાલનો ભાગ હતો. જો કે, આજનું સ્વરૂપ બ્રિટિશ શાસન દરમિયાન વિકસ્યું અને તે બ્રિટિશ સમયમાં બનેલો અમદાવાદનો છેલ્લો દરવાજો ગણાય છે. સ્થાપના અને રચના પાંચકુવા દરવાજામાં અણીદાર કમાનોના ત્રણ પ્રવેશદ્વાર છે. દરવાજાનો મધ્યનો મુખ્ય દરવાજો લગભગ 18 ફૂટ પહોળો અને 28 ફૂટ ઊંચો છે. તેના બાજુના બે દરવાજા આશરે 7 ફૂટ પહોળા અને 19 ફૂટ ઊંચા છે. આ રચના તે સમયના ઇસ્લામિક સ્થાપત્યની સાદગી અને મજબૂતી દર્શાવે છે. ‘પાંચકુવા’ નામનો અર્થ ‘પાંચકુવા’ શબ્દનો સીધો અર્થ છે – પાંચ કુવા. એક સમય એવો હતો જ્યારે આ દરવાજાની આસપાસ પાંચ કુવા આવેલાં હતા. આજે પણ અહીં એક પ્રાચીન વાવના અવશેષો જોવા મળે છે, જે દર્શાવે છે કે પ્રવાસીઓ અને વેપારીઓને પાણી અને આરામ મળે તે માટે આ સ્થળ પસંદ કરવામાં આવ્યું હશે. આજનો પાંચકુવા દરવાજો આજે પાંચકુવા દરવાજો અમદાવાદના સૌથી વ્યસ્ત વેપાર વિસ્તારોમાંનો એક છે.આજના સમયમાં અહીં રિટેલ અને હોલસેલ માર્કેટ જોવા મળે છે. સાયકલ અને ઇલેક્ટ્રિક સામાન માટે ખાસ ઓળખ ધરાવે છે. ઉતરાયણ દરમિયાન પતંગ અને ફીરકી માટે સમગ્ર શહેરમાં પ્રખ્યાત છે. સરકાર દ્વારા આજે પણ આ દરવાજાની દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી આ ધરોહર આવનારી પેઢીઓ સુધી સાચવી શકાય. પાંચકુવા દરવાજો માત્ર પથ્થરની રચના નથી, પરંતુ તે અમદાવાદના વિકાસ, વેપાર અને સંસ્કૃતિની જીવંત કહાણી છે. શહેરના છેલ્લા પ્રવેશદ્વાર તરીકે આજે પણ તે ગૌરવપૂર્વક ઊભો છે અને અમદાવાદની ઓળખને વધુ મજબૂત બનાવે છે.આ પણ વાંચો : Happy birthday Ahmedabad : અમદાવાદના 12 દરવાજાઓમાં પ્રેમ દરવાજા કેમ છે ખાસ?

Read Full Story arrow_forward
Jasdan: જડિયા મહાદેવના મહંત અને સેવક પર દીપડાનો ખૂંખાર હુમલો, ભક્તોએ દીપડાને ઓરડામાં કર્યો કેદ
calendar_today February 21, 2026

Jasdan: જડિયા મહાદેવના મહંત અને સેવક પર દીપડાનો ખૂંખાર હુમલો, ભક્તોએ દીપડાને ઓરડામાં કર્યો કેદ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કનેસરા ગામે આવેલા પ્રસિદ્ધ જડિયા મહાદેવ મંદિર ખાતે આજે વહેલી સવારે દીપડાએ દેખા દેતા ભારે નાસભાગ મચી ગઈ હતી. આ હિંસક વન્ય પ્રાણીએ મંદિરના મહંત અને તેમની સેવા કરતા એક સેવક પર અચાનક હુમલો કરી દીધો હતો, જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી છે.લોકોની સમયસૂચકતાથી દીપડો મકાનમાં કેદદીપડાએ જ્યારે હુમલો કર્યો ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતા. મહંત અને સેવકને બચાવ્યા બાદ, લોકોએ હિંમત અને સમયસૂચકતા વાપરીને દીપડાને મહંતના જ મકાનના એક ઓરડામાં પૂરી દીધો હતો. હાલ આ હિંસક દીપડો મકાનમાં જ કેદ હોવાથી મોટી જાનહાનિ ટળી છે.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાહુમલામાં ઇજાગ્રસ્ત થયેલા મહંત અને સેવકને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ, બંનેની હાલત હાલ સ્થિર છે પરંતુ દીપડાના નખ અને દાંત લાગવાથી ઊંડા જખમ થયા છે.વન વિભાગની કામગીરીઘટનાની જાણ થતા જ જસદણ વન વિભાગની ટીમ પાંજરા અને રેસ્ક્યુ સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દીપડો મકાનના ઓરડામાં પુરાયેલો હોવાથી વન વિભાગે તેને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા માટેની કવાયત હાથ ધરી છે. આ ઘટનાને પગલે આસપાસના ખેતરો અને ગામમાં વન્ય પ્રાણીઓની અવરજવરને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: Surat: ભારતની વૈશ્વિક છબી ખરાબ કરવાનો રાહુલ ગાંધી પર આરોપ, ભાજપ કાર્યકરોએ 'માફી માંગો' ના નારા લગાવ્યા

Read Full Story arrow_forward