android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારીઓ તેજ, 2500થી વધુ સુરક્ષાકર્મી તૈનાત કરાશે
calendar_today February 21, 2026

Gujarat Latest News Live: રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારીઓ તેજ, 2500થી વધુ સુરક્ષાકર્મી તૈનાત કરાશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Bhavnagar : ચિત્રા GIDC વિસ્તારમાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 2 લાખ લીટર પાણીનો છંટકાવ કરાયો
calendar_today February 21, 2026

Bhavnagar : ચિત્રા GIDC વિસ્તારમાં ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 2 લાખ લીટર પાણીનો છંટકાવ કરાયો

ભાવનગર શહેરમાં ચિત્રા GIDC વિસ્તારમાં આવેલા ફરસાણના ગોડાઉન અને તેની બાજુમાં આવેલી ટાયર્સના ગોડાઉનમાં તાત્કાલિક આગ લાગવાના બનાવને લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો. સવારના સમયે બનેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આસપાસના વિસ્તારના લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહીં આગ લાગી તેવી જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન શરૂ કર્યા છે. ફાયર વિભાગે ચારથી પાંચ ગાડીઓનો ઉપયોગ કરીને ભારે પાણી છંટકાવ કર્યો અને આશરે 2 લાખ લીટર જેટલા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો છે. આગને કાબુમાં લાવવામાં ભારે જહેમત ઉઠાવવામાં આવી છે. પરંતુ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થવા પામી નથી. કયા કારણે લાગી આગ? સ્થાનિકોને આગ પર કાબુ મેળવવાની કામગીરી દરમિયાન વિસ્તારમાં પ્રવેશ ન કરવા માટે સલાહ આપવામાં આવી હતી. આગ લાગવાના કારણો જાણવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરાઈ છે, જોકે શક્યતા છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. ફાયર વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા આ પ્રકારની આગની ઘટનાને રોકવા માટે આગ માટેના નિયમો કડક રીતે અમલમાં મૂકવાની સલાહ આપવામાં આવી છે. આગ પછી ગોડાઉન માલિકો અને વ્યવસાયો દ્વારા નુકસાનની વિગતો એકત્રિત કરી આવનારી દિવસોમાં કંપની અને વીમા વ્યવસ્થા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે.આ પણ વાંચો : Vadodara: સોશિયલ મીડિયાની દોસ્તીમાં પરિણીતા પાયમાલ, ગેમિંગના રવાડે ચઢેલા યુવકે 15 લાખ પડાવી આચર્યું દુષ્કર્મ

Read Full Story arrow_forward
Surat: રાંદેર લૂંટ કેસમાં આરોપીઓ શહેર બહાર ભાગતા CCTVમાં કેદ, ગેંગની શોધખોળ તેજ
calendar_today February 21, 2026

Surat: રાંદેર લૂંટ કેસમાં આરોપીઓ શહેર બહાર ભાગતા CCTVમાં કેદ, ગેંગની શોધખોળ તેજ

સુરતના રાંદેર વિસ્તારમાં ધોળા દિવસે બિલ્ડરની કારમાંથી રૂ. 35 લાખની રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા લૂંટારુઓને પકડવામાં પોલીસને હજુ સુધી સફળતા મળી નથી. ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં લૂંટારુઓ પોલીસ પકડથી દૂર છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.રાંદેરમાં 35 લાખની લૂંટનો કેસતપાસમાં બહાર આવ્યું છે કે લૂંટારુઓએ ખૂબ જ વ્યવસ્થિત રીતે રેકી કરીને આ ગુનાને અંજામ આપ્યો હતો. બિલ્ડરની કાર સાથે જાણીજોઈને ઝઘડો કરી, તેમનું ધ્યાન ભટકાવીને કારમાં રાખેલી 35 લાખની રોકડ ભરેલી બેગ લઈને શખ્સો ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓએ જે મોપેડનો ઉપયોગ કર્યો હતો તેની નંબર પ્લેટ પણ ડુપ્લીકેટ હોવાનું ખુલ્યું છે, જે દર્શાવે છે કે આ કોઈ રીઢા ગુનેગારોનું કામ છેમદ્રાસી કે ઈરાની ગેંગ પર શંકાની સોયલૂંટ કરવાની ખાસ પદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) જોતા પોલીસને આશંકા છે કે આમાં આંતરરાજ્ય મદ્રાસી કે ઈરાની ગેંગ સામેલ હોઈ શકે છે. આ ગેંગ સામાન્ય રીતે લોકોનું ધ્યાન ભટકાવીને કે પંકચર પડ્યાનું બહાનું કાઢીને લૂંટ કરવા માટે જાણીતી છે.CCTV ફૂટેજ અને પોલીસની તપાસપોલીસને તપાસ દરમિયાન મહત્વના સીસીટીવી ફૂટેજ મળ્યા છે, જેમાં લૂંટારુઓ ગુનો આચર્યા બાદ શહેરની બહાર ભાગતા દેખાઈ રહ્યા છે. સુરત પોલીસની અલગ-અલગ ટીમો અને ક્રાઈમ બ્રાન્ચ આ દિશામાં તપાસ કરી રહી છે. લૂંટારુઓ સુરત બહારના હોવાની પ્રબળ શક્યતાને જોતા અન્ય જિલ્લાઓની પોલીસને પણ સતર્ક કરવામાં આવી છે.આ પણ વાંચો: Happy Birthday Ahmedabad: આજે 'હેરિટેજ સિટી' થી 'મેગા સિટી' સુધીની સફર ગૌરવશાળી

Read Full Story arrow_forward