android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : જંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારીઓ તેજ, 2500થી વધુ સુરક્ષાકર્મી તૈનાત કરાશે
calendar_today February 21, 2026

Rajkot : જંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારીઓ તેજ, 2500થી વધુ સુરક્ષાકર્મી તૈનાત કરાશે

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સોમવારે યોજાનારી ડિમોલિશન કામગીરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સલામતી બંદોબસ્તને મજબૂત બનાવવામાં આવ્યો છે. ઘટનાસ્થળ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને 2500થી વધુ સુરક્ષાકર્મીઓને તૈનાત કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.સુરક્ષા વ્યવસ્થામાં SRP જવાનો પણ તૈનાત રહેશે ડિમોલિશન માટે સુરક્ષા વ્યવસ્થામાં SRP જવાનો પણ તૈનાત રહેશે, જેથી કોઈ અફરાતફરી કે હિંસક ઘટનાનો ભય ન રહે. તંત્રએ વિસ્તારોને એલર્ટ પર મૂક્યા છે અને તમામ જવાનોને મહત્વપૂર્ણ સૂચનાઓ આપી રહ્યા છે. ડિમોલિશન વિસ્તારને આરોગ્ય, ટ્રાફિક અને સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે, જેથી કામગીરી સુવ્યવસ્થિત અને સુરક્ષિત રીતે થઈ શકે. સ્થાનિક પોલીસ અને તંત્રની ટીમ દ્વારા પાયાની તપાસ, માર્ગોનું નિયંત્રણ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા કાફલો રાખવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ડિમોલિશનને લઈને તંત્ર દ્વારા મજબૂત કામગીરી આ કામગીરી દરમિયાન સ્થાનિક લોકો અને વ્યવસાયિકોને શક્ય તેટલું સહકાર આપવા માટે સૂચના આપવામાં આવી છે. જંગલેશ્વરમાં આગામી ડિમોલિશનને લઈને તંત્ર દ્વારા મજબૂત કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા દળોની આ કડક વ્યવસ્થા કામગીરીને સરળ, શાંતિપૂર્ણ અને નિયંત્રિત રીતે પૂર્ણ કરવા માટે અનિવાર્ય માનવામાં આવી રહી છે. આ તમામ તૈયારીઓ અને સેનાના વ્યવસ્થાપનથી રાજ્ય અને શહેરમાં શાંતિ અને કાયદાની મજબૂતી સુનિશ્ચિત થાય તેવી અપેક્ષા છે. આ પણ વાંચો : Vadodara: સોશિયલ મીડિયાની દોસ્તીમાં પરિણીતા પાયમાલ, ગેમિંગના રવાડે ચઢેલા યુવકે 15 લાખ પડાવી આચર્યું દુષ્કર્મ

Read Full Story arrow_forward
Banaskantha: એકલતાનો લાભ લઈ આધેડે બાળકીની છેડતી કરી, પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ
calendar_today February 21, 2026

Banaskantha: એકલતાનો લાભ લઈ આધેડે બાળકીની છેડતી કરી, પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ મથકની હદમાં એક માસૂમ બાળકીની છેડતીની ઘટના સામે આવતા પંથકમાં રોષની લાગણી ફેલાઈ છે. ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા એક શ્રમિક પરિવારની માત્ર 10 વર્ષની દીકરી પર તબેલાના માલિકે દાનત બગાડી હોવાની હકીકત સામે આવી છે.કાંકરેજમાં બાળકીની છેડતીમળતી વિગતો મુજબ, ભોગ બનનાર બાળકીનો પરિવાર જે ખેતરમાં ભાગીયા તરીકે મજૂરી કામ કરે છે, તે જ ખેતરમાં આવેલા તબેલાના માલિક હેમરાજ ચૌધરીએ બાળકીને એકલી જોઈને તેની સાથે અડપલાં કર્યા હતા. આધેડ વયના આ શખ્સે બાળકીની મજબૂરી અને એકલતાનો ગેરલાભ ઉઠાવીને તેની છેડતી કરી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.શિહોરી પોલીસમાં બાળકીના પિતાની ફરિયાદબાળકીએ આ અંગે પોતાના પિતાને જાણ કરતા, પિતાએ હિંમત દાખવીને તાત્કાલિક શિહોરી પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે બાળકીના પિતાની ફરિયાદના આધારે આરોપી હેમરાજ ચૌધરી વિરુદ્ધ છેડતી અને પોક્સો (POCSO) સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો:Gandhinagar: લગ્ન નોંધણીના નવા નિયમો માટે ગુજરાત સરકારે જાહેર કર્યું નોટિફિકેશન, વાંધા-સૂચનો માટે 1 મહિનાનો સમય

Read Full Story arrow_forward
Gandhinagar: લગ્ન નોંધણીના નવા નિયમો માટે ગુજરાત સરકારે જાહેર કર્યું નોટિફિકેશન, વાંધા-સૂચનો માટે 1 મહિનાનો સમય
calendar_today February 21, 2026

Gandhinagar: લગ્ન નોંધણીના નવા નિયમો માટે ગુજરાત સરકારે જાહેર કર્યું નોટિફિકેશન, વાંધા-સૂચનો માટે 1 મહિનાનો સમય

ગુજરાત રાજ્ય સરકારે લગ્ન નોંધણી (Marriage Registration) ના નિયમોમાં સુધારો કરવા માટેનું મહત્ત્વનું નોટિફિકેશન જાહેર કર્યું છે. ગઈકાલે વિધાનસભામાં આ અંગેના ડ્રાફ્ટ નિયમો રજૂ કર્યા બાદ આજે સરકારે સત્તાવાર રીતે પ્રક્રિયા આગળ ધપાવી છે. આ નવા નિયમોનો હેતુ લગ્ન નોંધણીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવાનો છે.વાંધા અને સૂચનો માટે સમયમર્યાદારાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ નોટિફિકેશન મુજબ, સૂચિત નિયમો અંગે સામાન્ય જનતા કે સંસ્થાઓ પોતાના વાંધા અથવા સૂચનો 1 મહિના સુધીમાં સરકારને મોકલી શકશે. લોકોના પ્રતિભાવો મેળવ્યા બાદ, જરૂરી જણાય તો ફેરફાર કરીને આ નિયમોનો અમલ રાજ્યભરમાં કરવામાં આવશે.નવા નિયમોની જરૂરિયાતવિધાનસભામાં રજૂ થયેલા ડ્રાફ્ટ મુજબ, ખાસ કરીને પ્રેમ લગ્ન અથવા ભાગીને કરેલા લગ્નોમાં માતા-પિતાની સંમતિ અથવા સાક્ષીઓની હાજરી જેવા મુદ્દાઓ પર સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. સામાજિક વિવાદો ઘટાડવા અને છેતરપિંડી રોકવા માટે લગ્ન નોંધણીના કાયદાને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ એક મોટું પગલું છે.આગળની પ્રક્રિયા1 મહિનાના સમયગાળા દરમિયાન આવેલા તમામ સૂચનોનું સરકાર સ્કેનિંગ કરશે.ત્યારબાદ આખરી નિયમો બનાવીને તેનું અમલીકરણ કરવામાં આવશે.આ નવા નિયમો અમલમાં આવતા જ જૂની પદ્ધતિઓમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.ગુજરાતમાં લગ્ન નોંધણીના કાયદામાં થનારા આ ફેરફારો સામાજિક માળખા પર મોટી અસર પાડશે તેમ માનવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો: Surat: રાંદેર લૂંટ કેસમાં આરોપીઓ શહેર બહાર ભાગતા CCTVમાં કેદ, ગેંગની શોધખોળ તેજ

Read Full Story arrow_forward