android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Happy Birthday Ahmedabad: આજે 'હેરિટેજ સિટી' થી 'મેગા સિટી' સુધીની સફર ગૌરવશાળી
calendar_today February 21, 2026

Happy Birthday Ahmedabad: આજે 'હેરિટેજ સિટી' થી 'મેગા સિટી' સુધીની સફર ગૌરવશાળી

આગામી 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ ગુજરાતનું હૃદય ગણાતું અમદાવાદ શહેર પોતાનો 615મો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહ્યું છે. વર્ષ 1411માં સુલતાન અહેમદ શાહે સાબરમતી નદીના કિનારે આ શહેરનો પાયો નાખ્યો હતો. આજે અમદાવાદ માત્ર ગુજરાતનું આર્થિક કેન્દ્ર જ નહીં, પરંતુ ભારતની આઝાદીના જંગનું સાક્ષી અને વિશ્વના નકશા પર 'વર્લ્ડ હેરિટેજ સિટી' તરીકે ગૌરવ ધરાવતું મહાનગર છે.ઐતિહાસિક ધરોહર અને ઓળખઅમદાવાદ તેની સ્થાપત્ય શૈલી માટે જગવિખ્યાત છે. શહેરની ઓળખ સમાન સીદી સઇદની જાળી તેની પથ્થરની કોતરણી માટે અજોડ છે. તો બીજી તરફ, શહેરના રક્ષણ માટે બનેલા 21 દરવાજાઓ (જેમાં લાલ દરવાજા, ત્રણ દરવાજા વગેરે પ્રમુખ છે) અને કિલ્લાબંધી શહેરના ઈતિહાસની સાક્ષી પૂરે છે.શહેરના આસ્થા અને સંસ્કૃતિના કેન્દ્રોઅમદાવાદના નગરદેવી તરીકે પૂજાતા ભદ્રકાળી માતાનું મંદિર ભદ્ર કિલ્લા પાસે આવેલું છે. 'અમદાવાદના એક્રોપોલિસ' તરીકે ઓળખાતું આ સ્થાપત્ય સૂફી સંત શેખ અહમદ ગંજબક્ષની દરગાહ છે.અમદાવાદની સાંકડી ગલીઓ અને લાકડાની કોતરણી ધરાવતી પોળો તેની ખાસિયત છે. શહેરની પ્રથમ પોળ 'મુહૂર્ત પોળ' અને સૌથી મોટી પોળ 'માંડવીની પોળ' છે.આધુનિકતા અને વિકાસનો પથએક સમયે 'ભારતના માન્ચેસ્ટર' તરીકે ઓળખાતું અમદાવાદ આજે મેગા સિટી બની ગયું છે. નદી કિનારે બનેલું આ આધુનિક મનોરંજન સ્થળ આજે શહેરની નવી ઓળખ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર માટે 107 હેક્ટરમાં ફેલાયેલું આ સ્થળ યુવાનો માટે જ્ઞાનનું કેન્દ્ર છે.15મી સદીમાં નિર્મિત આ ઐતિહાસિક તળાવ આજે મનોરંજન માટેનું શ્રેષ્ઠ સ્થળ બની ગયું છે.ગાંધીજી અને આઝાદીની લડતભારતની આઝાદીના ઇતિહાસમાં અમદાવાદનું સ્થાન સર્વોપરી છે. સાબરમતી નદીના કિનારે મહાત્મા ગાંધીજીએ સ્થાપેલો સત્યાગ્રહ આશ્રમ આજે પણ વિશ્વભરના પ્રવાસીઓ માટે શાંતિ અને અહિંસાનું પ્રતીક છે. 615 વર્ષના વારસાને જાળવી રાખીને અમદાવાદ આજે હાઈવે, મેટ્રો ટ્રેન અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિશ્વના શ્રેષ્ઠ શહેરો સાથે સ્પર્ધા કરી રહ્યું છે.આ પણ વાંચો: Vadodara: સોશિયલ મીડિયાની દોસ્તીમાં પરિણીતા પાયમાલ, ગેમિંગના રવાડે ચઢેલા યુવકે 15 લાખ પડાવી આચર્યું દુષ્કર્મ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: ઊંઝા-મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માત,  4ના ઘટનાસ્થળે મોત, ચાલક ઇજાગ્રસ્ત
calendar_today February 21, 2026

Gujarat Latest News Live: ઊંઝા-મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4ના ઘટનાસ્થળે મોત, ચાલક ઇજાગ્રસ્ત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ પર 'ચાય પે ચર્ચા' અને વણેલા ગાંઠિયા, નીતિન નબીને યુવાનો સાથે કરી બજેટ પર વાત
calendar_today February 21, 2026

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ પર 'ચાય પે ચર્ચા' અને વણેલા ગાંઠિયા, નીતિન નબીને યુવાનો સાથે કરી બજેટ પર વાત

અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર આજે સવારે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય નેતા અને બિહારના મંત્રી નીતિન નબીને રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક માટે આવેલા શહેરના યુવાનો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત માત્ર ઔપચારિક ન રહેતા 'ચાય પે ચર્ચા' અને ગુજરાતીઓના ફેવરિટ 'વણેલા ગાંઠિયા' સાથેના સંવાદમાં ફેરવાઈ ગઈ હતી.નીતિન નબીને યુવાનો સાથે મુલાકાત કરી ચર્ચા દરમિયાન નીતિન નબીને યુવાનોને AI ના પ્રચલિત અર્થની સાથે એક નવો પ્રેરણાદાયી કન્સેપ્ટ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભારતના સંદર્ભમાં AI એટલે 'આત્મનિર્ભર ઇન્ડિયા' તેમણે યુવાનોને દેશને આત્મનિર્ભર બનાવવાના વિઝનમાં જોડાવવા આહવાન કર્યું હતું.કેન્દ્રીય બજેટ અને એજ્યુકેશન પર મંથનઆ સંવાદમાં કેન્દ્રીય બજેટને લઈને યુવાનોના મંતવ્યો જાણવામાં આવ્યા હતા. નીતિન નબીને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ફેરફાર લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે યુવાનો પાસેથી જાણવા માંગ્યું હતું કે એજ્યુકેશનને કેવી રીતે વધુ 'સ્કીલ બેઝ' (કૌશલ્ય આધારિત) બનાવી શકાય, જેથી યુવાનો માત્ર ડિગ્રીધારી નહીં પણ રોજગારક્ષમ બને.સોશિયલ મીડિયા અને યુથ પાર્લામેન્ટયુવાનોમાં રાજકીય અને સામાજિક જાગૃતિ લાવવા માટે તેમણે 'યુથ પાર્લામેન્ટ' ને પ્રમોટ કરવાની વાત કરી હતી. આ ઉપરાંત, તેમણે આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના દૂષણોથી બચીને તેનો સકારાત્મક અને રચનાત્મક ઉપયોગ કેવી રીતે કરી શકાય, તે બાબતે પણ યુવાનોને અમૂલ્ય સલાહ આપી હતી.રિવરફ્રન્ટ પર વહેલી સવારે થયેલી આ ચર્ચામાં યુવાનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રાષ્ટ્રીય નેતા સમક્ષ પોતાના મૌલિક વિચારો રજૂ કર્યા હતા.આ પણ વાંચો: Ahmedabad: હરિયાણાનો વોન્ટેડ ગુનેગાર સરખેજમાંથી ઝડપાયો, ઇમિગ્રેશન એક્ટ હેઠળ નોંધાયો હતો ગુનો

Read Full Story arrow_forward