android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: સોશિયલ મીડિયાની દોસ્તીમાં પરિણીતા પાયમાલ, ગેમિંગના રવાડે ચઢેલા યુવકે 15 લાખ પડાવી આચર્યું દુષ્કર્મ
calendar_today February 21, 2026

Vadodara: સોશિયલ મીડિયાની દોસ્તીમાં પરિણીતા પાયમાલ, ગેમિંગના રવાડે ચઢેલા યુવકે 15 લાખ પડાવી આચર્યું દુષ્કર્મ

વડોદરામાં એક પરિણીતાને સોશિયલ મીડિયા પર મિત્રતા કરવી ભારે પડી છે. અમદાવાદના એક યુવકે પ્રેમજાળમાં ફસાવી, દુષ્કર્મ આચરી અને બ્લેકમેલિંગ દ્વારા લાખો રૂપિયા પડાવ્યા હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ સમગ્ર મામલે બાપોદ પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પેઇંગ ગેસ્ટ બનીને ઘરમાં પ્રવેશ મેળવ્યોમળતી માહિતી મુજબ, અમદાવાદનો રહેવાસી રાજેન્દ્ર સુથાર નામનો યુવક સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરાની પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તે પરિણીતાના ઘરે પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા આવ્યો હતો. આ દરમિયાન તેણે મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.ઓનલાઇન ગેમિંગની ખોટ ભરવા રચ્યું કાવતરુંતપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રાજેન્દ્ર સુથાર ઓનલાઇન ગેમિંગમાં લાખો રૂપિયા હારી ગયો હતો અને પાયમાલ થઈ ગયો હતો. આ દેવું ભરપાઈ કરવા માટે તેણે પરિણીતાને નિશાન બનાવી હતી. તેણે આત્મહત્યા કરી લેવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કર્યું હતું. આ ડર બતાવીને તેણે મહિલા પાસેથી 15 લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમ પડાવી લીધી હતી.પરિવારના સભ્યોએ યુવકને રંગેહાથ ઝડપ્યોયુવકની શંકાસ્પદ હિલચાલ અને મહિલાની માનસિક સ્થિતિ જોઈ પરિવારજનોને શંકા ગઈ હતી. પરિણીતાના ભાઈ અને ભાભીએ સતર્કતા વાપરી રાજેન્દ્ર સુથારને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ ઘટના બાદ તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી. બાપોદ પોલીસે આરોપી રાજેન્દ્ર સુથાર સામે બળાત્કાર, છેતરપિંડી અને ધમકાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આ કિસ્સો સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કરતા પહેલા સાવચેત રહેવા માટે લાલબત્તી સમાન છે.આ પણ વાંચો: Vadodara: કરજણના 3 મકાનમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ, મોટી જાનહાનિ ટળી

Read Full Story arrow_forward
World Mother Language Day : સંસ્કારોની જનની અને અસ્મિતાની ઓળખ એવી આપણી ગુજરાતી
calendar_today February 21, 2026

World Mother Language Day : સંસ્કારોની જનની અને અસ્મિતાની ઓળખ એવી આપણી ગુજરાતી

આ દિવસની પસંદગી પાછળ એક સંઘર્ષમય ઇતિહાસ છુપાયેલો છે. ઈ.સ. 1952માં તત્કાલીન પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ)માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષા 'બંગાળી'ને બચાવવા માટે આંદોલન કર્યું હતું. પોલીસ દમનમાં અનેક યુવાનો શહીદ થયા, પણ અંતે ભાષાની જીત થઈ. આ શહીદોની સ્મૃતિમાં યુનેસ્કોએ (UNESCO) વર્ષ 1999માં 21 ફેબ્રુઆરીને 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ' તરીકે જાહેર કર્યો. ગુજરાતી ભાષાનો વૈશ્વિક દબદબો 700 વર્ષથી વધુ પ્રાચીન એવી આપણી ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉતરી આવેલી ઇન્ડો-આર્યન કુળની સમૃદ્ધ ભાષા છે. નરસિંહ મહેતા જેવા આદિકવિના વારસાથી સજ્જ આ ભાષા આજે માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. વૈશ્વિક પ્રસાર: તે યુ.એસ.એ., કેનેડા, આફ્રિકન દેશો અને યુ.કે.માં વસતા ગુજરાતીઓની શાન છે. લંડનમાં તે ચોથા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. ક્રમાંક: ભારતમાં બોલાતી ભાષાઓમાં ગુજરાતી છઠ્ઠા ક્રમે છે, જ્યારે વિશ્વ સ્તરે 6.55 કરોડ લોકો સાથે તે 26મા ક્રમે બિરાજમાન છે. આપણો સંકલ્પ આજના આધુનિક યુગમાં અંગ્રેજી શીખવું સમયની માંગ છે, પરંતુ અંગ્રેજીની ઘેલછામાં માતૃભાષાનું અપમાન ન થવું જોઈએ. યાદ રાખજો, જે ભાષામાં આપણે સપના જોઈએ છીએ, તે માતૃભાષા જ આપણી ખરી સંવેદના છે. જો આપણે આપણી ભાષાને જીવંત રાખીશું, તો જ આપણી સંસ્કૃતિ ધબકતી રહેશે. નિષ્કર્ષ: કવિ નર્મદના વારસાને જાળવીને આપણે ગૌરવ સાથે કહી શકીએ કે, જ્યાં સુધી આપણા હૈયામાં અને હાલરડામાં ગુજરાતી ધબકે છે, ત્યાં સુધી જ આપણી અસ્મિતા સલામત છે. આ પણ વાંચો- Vaibhav Suryavanshiના સિક્સરે પાઈપ લાઈન તોડી નાખી! પાણીના ઉડ્યા ફુવારા, તોફાની શોટ જોઈ ફેન્સના ઉડી ગયા હોશ!

Read Full Story arrow_forward
Ahmedabad : શહેરના 615માં સ્થાપના દિને નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા યોજાશે, DyCM હર્ષ સંઘવી પહિંદ વિધિ કરશે
calendar_today February 21, 2026

Ahmedabad : શહેરના 615માં સ્થાપના દિને નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા યોજાશે, DyCM હર્ષ સંઘવી પહિંદ વિધિ કરશે

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરમાં ભદ્રકાળી માતાની નગરયાત્રા યોજાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે મંદિરના 615મા સ્થાપના દિનની ઉજવણીને ધ્યાનમાં રાખીને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નગરયાત્રા પહેલા મંગળવારે માતાજીની પાલખીનું પૂજન કરવામાં આવશે, જેની વિશેષ ઉપસ્થિતિમાં શ્રદ્ધાળુઓ અને મંદિરના કાર્યકર્તાઓ હાજર રહી શ્રદ્ધાપૂર્વક ધાર્મિક વિધિ પૂર્ણ કરશે.DyCMએ સરકારી ફંડમાંથી 10 લાખનું દાન કર્યું શહેરમાં ગુરુવારે ભદ્રકાળી માતાની નગરયાત્રા યોજાશે. આ નગરયાત્રામાં હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિતિમાં પહિંદ વિધિ કરશે. આ વર્ષે DyCMએ સરકારી ફંડમાંથી 10 લાખ રૂપિયાનું દાન કર્યું છે, જે નગરયાત્રા અને મંદિરના વિવિધ કામગીરી માટે વપરાશે. નગરયાત્રામાં વિવિધ વિસ્તારોમાંથી ભક્તો ઉપસ્થિત રહી માતાજીના દર્શન અને આરતીમાં ભાગ લઈ શકશે. નગરયાત્રાની તૈયારી માટે શહેરના પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી છે. રસ્તાઓ પર ભક્તો અને વાહન ચાલકો માટે સમયસર સુવિધાઓ આપવામાં આવશે. સજાવટ, લાઈટિંગ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે આયોજન કરવામાં આવ્યું નગરયાત્રાના માર્ગ પર સજાવટ, લાઈટિંગ અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની નગરયાત્રા એ શહેરમાં ધર્મ, સંસ્કૃતિ અને ભક્તિનો સંયોજન દર્શાવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાગ લેશે. આવી નગરયાત્રાઓ શહેરમાં સામાજિક એકતા અને પરંપરાગત ઉત્સવોને જળવાઈ રાખવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આયોજનકર્તાઓ ભક્તો અને સ્થાનિકો માટે આરામદાયક અને સુશોભિત નગરયાત્રા સુનિશ્ચિત કરવા માટે આખું આયોજન પૂર્ણ કર્યું છે. આ પણ વાંચો : Ahmedabad: રોયલ અકબર ટાવર પાસે હિટ એન્ડ રન, ડમ્પરની અડફેટે યુવકે જીવ ગુમાવ્યો

Read Full Story arrow_forward