ટ્રકમાં લાકડાની આડમાં હરિયાણાથી ઘુસાડાયેલો રૂ. 39 લાખનો શરાબ પકડાયો
સુરેન્દ્રનગર LCB પીઆઇ તથા ટીમને ચોટીલા - લીંબડી હાઇવે પર રાત્રિ પેટ્રોલિંગ સમયે દારૂ ભરેલી ટ્રક પસાર થવાની બાતમી મળતા ઢેઢુકી ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. ટીમે સામતપર ટોલનાકાથી આગળ ગોઠવેલ વોચમાં મોડી રાતે એક ટ્રક રોકી તલાશી લેતા તેમાં પાછળના ભાગે લાકડાના જથ્થાની આડમાં છુપાવેલો વિદેશી દારૂની પેટીઓનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ સાથે ટ્રક ચાલક આરીફ્ મુસાભાઇ લાખા,રહે. ગડુ, જિ. જૂનાગઢની અટકાયત કરી હતી. આરીફ્ની પૂછપરછ દરમ્યાન તેને ટ્રક માલીક ઉમર જુસબભાઈ લાખાએ હરિયાણાથી જેતપુર ટોલનાકા સુધી માલ ભરેલો ટ્રક પહોંચાડવાના ચાલીસ હજાર નક્કી કર્યા હતા. જ્યારે માલ મંગાવનાર બુટલેગર ઉંમરને દોઢ લાખ આપવાનો હોવાનું જણાવ્યું હતું. ચંદીગઢ એક્સપ્રેસ વે પરથી લાકડાની આડમાં જેતપુર જતો બ્રાન્ડેડ વિદેશી શરાબનો રૂ. 39 લાખના જથ્થા સહિત કુલ રૂ. 49.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલ આરોપી આરીફ્ લાખા, ટ્રક માલીક ઉમર લાખા તેમજ માલ મોકલનાર સપ્લાયર્સ, માલ મંગાવનાર બુટલેગર સહિત તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward