android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
National Highway પર 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ થઈ શકે છે બંધ!
calendar_today February 20, 2026

National Highway પર 1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ થઈ શકે છે બંધ!

નેશનલ હાઈવે પર મુસાફરી કરનારા લોકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં જ ટોલ પ્લાઝા પર રોકડ (Cash) વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) સમગ્ર દેશમાં ટોલ નાકા પરથી કેશ સિસ્ટમ હટાવીને તેને પૂરેપૂરી ડિજિટલ બનાવવા પર વિચાર કરી રહી છે.1 એપ્રિલ 2026થી નવો નિયમ લાગુ થવાની શક્યતા PTI ના અહેવાલ મુજબ, NHAI 1 એપ્રિલ 2026 થી દેશભરના નેશનલ હાઈવે ટોલ પ્લાઝા પર નકદ ચુકવણી બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ સિસ્ટમને વધુ ઝડપી, પારદર્શક અને વિશ્વસનીય બનાવવાનો છે. આ ફેરફાર બાદ વાહનચાલકોએ માત્ર FASTag અથવા UPI દ્વારા જ પેમેન્ટ કરવાનું રહેશે. કેમ લેવામાં આવ્યો આ નિર્ણય? ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અપનાવવા પાછળ ઘણા ફાયદાઓ રહેલા છે: વાહનોને ટોલ પર ઉભા રહેવું નહીં પડે, જેથી લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન સેકન્ડોમાં થઈ જતું હોવાથી મુસાફરી ઝડપી બનશે. વ્યવહાર સીધો ડિજિટલ હોવાથી સિસ્ટમમાં વધુ સ્પષ્ટતા રહેશે. FASTag નો ઉપયોગ 98% એ પહોંચ્યો NHAI ના જણાવ્યા અનુસાર, હાલમાં દેશમાં 98% થી વધુ લોકો FASTag નો ઉપયોગ કરી રહ્યા છે. RFID ટેકનોલોજી પર આધારિત FASTag ને કારણે વાહનો થોભ્યા વગર ટોલ ક્રોસ કરી શકે છે. આ સફળતાને જોતા હવે બાકી રહેલા 2% કેશ ટ્રાન્ઝેક્શનને પણ ડિજિટલ ફોર્મેટમાં ફેરવવાની તૈયારી છે. UPI થી પેમેન્ટ પર લાગશે વધારાનો ચાર્જ? હાલના નિયમો મુજબ જો કોઈ વાહન પાસે FASTag ન હોય અથવા તે કામ ન કરતું હોય, તો, 1: રોકડ (Cash): નિયત ટોલ ટેક્સ કરતા બમણો (2 ગણો) ચાર્જ લેવામાં આવે છે. 2: UPI પેમેન્ટ: જો કોઈ UPI દ્વારા ચુકવણી કરે છે, તો તેની પાસેથી સામાન્ય શુલ્ક કરતા 1.25 ગણી રકમ વસૂલવામાં આવે છે. વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુરતમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી નાંખી, રસ્તો બેસી જતાં મહિલા ડોક્ટરની કાર ફસાઈ
calendar_today February 20, 2026

Gujarat Latest News Live : સુરતમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી નાંખી, રસ્તો બેસી જતાં મહિલા ડોક્ટરની કાર ફસાઈ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News: વહેલી સવારે દૂધની ચોરી કરનારા બે આરોપીઓની ધરપકડ, પોલીસે 35 નંગ કેરેટ જપ્ત કર્યા
calendar_today February 20, 2026

Ahmedabad News: વહેલી સવારે દૂધની ચોરી કરનારા બે આરોપીઓની ધરપકડ, પોલીસે 35 નંગ કેરેટ જપ્ત કર્યા

અમદાવાદમાં ઘરફોડ અને વાહન ચોરીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે હવે દૂધની ચોરીના બનાવો પણ પ્રકાશમાં આવી રહ્યાં છે. શહેરમાં વહેલી સવારે દૂધના કેરેટની ચોરી કરતા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. નરોડા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ કરતાં અન્ય ગુનાની પણ કબૂલાત સામે આવી છે. અમદાવાદમાં દૂધ ચોરી કરનારની ધરપકડ અમદાવાદમાં વહેલી સવારે દૂધના કેરેટની ચોરી કરનારા આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. નરોડા પોલીસે વહેલી સવારે દૂધના કેરેટની ચોરી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે. મોહમ્મદ શેખ અને મનીષ ઠક્કર નામના આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોલીસની પુછપરછમાં આરોપીઓએ નરોડા, નિકોલ અને અમરાઈવાડીમાં ગુના આચર્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ પાસેથી 31 હજાર રોકડા અને 35 નંગ દૂધના કેરેટ કબજે કરવામાં આવ્યા છે. મોહમ્મદ શેખની અગાઉ 18 ગુનામાં ધરપકડ કરાઈ હતી. આ પણ વાંચોઃ Gandhinagar News: અત્યાર સુધી અર્બન નકસલી કોંગ્રેસમાં જતા, હવે આખી કોંગ્રેસ અર્બન નકસલીનો ગઢ બની : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ

Read Full Story arrow_forward