Ahmedabad News: સોલા સિવિલમાં 46 બાળકોને વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર ફિટિંગ કરાયું
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સતત કાર્યરત છે. આ દિશામાં એક મહત્વનું પગલું ભરતા, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 19 ફેબ્રુઆરીના રોજ 'કોકલીયર ઇમ્પ્લાન્ટ એસેસમેન્ટ અને ફિટિંગ કેમ્પ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં એક જ દિવસમાં 46 જેટલા બાળકોને 'એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર'નું સફળતાપૂર્વક ફિટિંગ કરવામાં આવ્યું છે.કરોડોનો ખર્ચ, સારવાર એકદમ મફત આરોગ્ય વિભાગ અને GMERS મેડિકલ કોલેજ, સોલાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેવાયજ્ઞમાં અંદાજે રૂપિયા 1.26 કરોડથી વધુના ખર્ચની પ્રોસિજર બાળકોને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ (RBSK) અંતર્ગત આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સરકારે માત્ર સારવાર જ નહીં, પરંતુ દૂર-દૂરથી આવતા બાળકો અને તેમના વાલીઓ માટે રહેવા, જમવા અને પરિવહનની પણ સુંદર વ્યવસ્થા કરી હતી. સ્પીચ પ્રોસેસર બદલવાનો ઐતિહાસિક નિર્ણય ઉલ્લેખનીય છે કે, કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવ્યા બાદ તેના મશીનો (સ્પીચ પ્રોસેસર) ખૂબ મોંઘા હોય છે. સામાન્ય પરિવાર માટે તેને બદલવા આર્થિક રીતે મુશ્કેલ હોય છે. રાજ્ય સરકારે સંવેદનશીલતા દાખવીને નિર્ણય કર્યો છે કે, જે બાળકોએ સરકારી હોસ્પિટલમાં સર્જરી કરાવી હોય તેમને મશીન બદલવાનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ટેસ્ટિંગ અને માર્ગદર્શન કેમ્પ દરમિયાન મશીન ફિટિંગ બાદ બાળકોની સાંભળવાની ક્ષમતા ચકાસવા માટે ઓડિયોલોજી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે જ, બાળકો જલ્દીથી બોલતા શીખે તે માટે વાલીઓને સ્પીચ થેરાપી અંગે નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞથી અનેક પરિવારોના જીવનમાં ખુશીઓનો નવો સંચાર થયો છે. આ પણ વાંચો - Ahmedabad News: સાણંદ કોર્ટે લોકસાહિત્યકાર દેવાયત ખવડને છેતરપિંડીના કેસમાં નિર્દોષ જાહેર કર્યો
Read Full Story arrow_forward