android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Saputaraમાં વાતાવરણનો મિજાજ બદલાયો: કાળાડિબાંગ વાદળો વચ્ચે ઝરમર વરસાદ
calendar_today February 20, 2026

Saputaraમાં વાતાવરણનો મિજાજ બદલાયો: કાળાડિબાંગ વાદળો વચ્ચે ઝરમર વરસાદ

ડાંગ જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર એવા સાપુતારા અને તેની તળેટીના વિસ્તારોમાં શુક્રવારે સાંજે 6 વાગ્યાના અરસામાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ ધીમી ધારે ઝરમર વરસાદ શરૂ થતાં સમગ્ર પંથક ખુશનુમા માહોલમાં ફેરવાઈ ગયો હતો. આ કમોસમી વરસાદને પગલે પ્રકૃતિના ખોળે ફરવા આવેલા પ્રવાસીઓ આનંદિત થઈ ઝૂમી ઉઠ્યા હતા.તળેટી વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદઝરમર વરસાદ અને પહાડી પવનને કારણે સમગ્ર સાપુતારા પંથકમાં શીત લહેર પ્રસરી ગઈ છે. ગરમીના અનુભવ વચ્ચે અચાનક ઠંડક વધતા પર્યટકોએ આ આહલાદક હવામાનનો મન ભરીને આનંદ માણ્યો હતો. ધુમ્મસિયા વાતાવરણ અને વરસાદી છાંટાએ ગિરિમથકની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે. બીજી તરફ, આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ડાંગ પંથકમાં મોટા પાયે થતી શાકભાજીની ખેતી અને હાલમાં ખીલેલી આંબાવાડીઓને આ માવઠાથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદથી શાકભાજીના પાકને નુકસાનખેડૂતોના મતે, આ સમયે વરસાદ પડવાથી કેરીના મોર ખરી પડવાની અને શાકભાજીમાં જીવાત પડવાની શક્યતા રહેલી છે, જેને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આમ, સાપુતારામાં કુદરતનો આ અણધાર્યો વળાંક પ્રવાસીઓ માટે મનોરંજન અને જગતના તાત માટે આર્થિક નુકસાનની આશંકા લઈને આવ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bhavnagar News: તરસમિયા આવાસ યોજનાના 22 મકાનો સીલ કરાયા
calendar_today February 20, 2026

Bhavnagar News: તરસમિયા આવાસ યોજનાના 22 મકાનો સીલ કરાયા

ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા સરકારી આવાસ યોજનાના મકાનોનો વ્યાપારી હેતુ કે ભાડા માટે ઉપયોગ કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર શહેરના તરસમિયા વિસ્તારમાં આવેલી આવાસ યોજનામાં ભાવનગર મનપાની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન કુલ 22 જેટલા મકાનોને સીલ મારી દીધા છે. આ કાર્યવાહીને પગલે આવાસના નિયમો વિરૂદ્ધ મકાનો ભાડે આપનારા માલિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.નોટિસની અવગણના ભારે પડી ઘટનાની મળતી વિગતો અનુસાર, ભાવનગર મનપા દ્વારા અગાઉ આ આવાસ યોજનાઓમાં સઘન સર્વે કરવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ઘણા મૂળ લાભાર્થીઓ પોતે રહેવાને બદલે અન્ય લોકોને ભાડે રાખીને આર્થિક લાભ મેળવી રહ્યા હતા. નિયમ મુજબ સરકારી આવાસ ભાડે આપી શકાતા નથી, આથી ભાવનગર મનપાએ સર્વે બાદ ભાડુઆતો અને મકાન માલિકોને આવાસ ખાલી કરવા માટે કાયદેસરની નોટિસ ફટકારી હતી. તંત્ર દ્વારા આકરા પગલાં નોટિસ આપ્યા છતાં અને નિર્ધારિત સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં અનેક લોકોએ મકાન ખાલી કર્યા ન હતા. આખરે તંત્રએ કડક વલણ અપનાવીને તરસમિયા સ્કીમના આવાસો પર તવાઈ બોલાવી હતી અને 22 થી 23 મકાનોને સીલ કરી તેનો કબ્જો સંભાળ્યો હતો. ભાવનગર મનપાની આ કાર્યવાહી આગામી દિવસોમાં અન્ય આવાસ યોજનાઓમાં પણ ચાલુ રહે તેવા સંકેતો મળી રહ્યા છે. આ પણ વાંચો - Bhavnagar News: BMCએ એક જ દિવસમાં 1.98 કરોડનો વેરો વસૂલ્યો, 20 મિલકતો સીલ

Read Full Story arrow_forward
Ahmedabad News: સાણંદ કોર્ટે લોકસાહિત્યકાર દેવાયત ખવડને છેતરપિંડીના કેસમાં નિર્દોષ જાહેર કર્યો
calendar_today February 20, 2026

Ahmedabad News: સાણંદ કોર્ટે લોકસાહિત્યકાર દેવાયત ખવડને છેતરપિંડીના કેસમાં નિર્દોષ જાહેર કર્યો

લોકસાહિત્યકાર દેવાયત ખવડ વિરુદ્ધ ચાંગોદર વિસ્તારમાં એક કાર્યક્રમ બાબતે કાનૂની વિવાદ સર્જાયો હતો. આ કેસની વિગત મુજબ એક પ્રોગ્રામ માટે પૈસા લીધા હોવા છતાં દેવાયત ખવડ ત્યાં હાજર ન રહેતા તેની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલો લાંબા સમયથી સાણંદ કોર્ટમાં ચાલી રહ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી અને સમાધાન સાધવામાં આવ્યું હતું.કોર્ટે ચાંગોદર કેસમાં નિર્દોષ જાહેર કર્યો સાણંદ કોર્ટમાં બંને પક્ષોએ સમાધાનની તૈયારી દર્શાવતા કાનૂની પ્રક્રિયાના અંતે કોર્ટે દેવાયત ખવડને આ કેસમાંથી મુક્ત કરી નિર્દોષ જાહેર કર્યો છે. દેવાયત ખવડ પર આક્ષેપ હતો કે તેણે લોક ડાયરાના પ્રોગ્રામ માટે એડવાન્સ રકમ લીધી હતી પરંતુ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યો હતો. આ મામલે ચાંગોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને ચાર્જશીટ બાદ સાણંદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. પ્રોગ્રામમાં પૈસા લઈ ન આવતા નોંધાઇ હતી ફરિયાદલાંબી કાનૂની લડત બાદ અંતે સુખદ સમાધાન થતા દેવાયત ખવડને મોટી કાનૂની રાહત મળી છે. આ ચુકાદા બાદ દેવાયત ખવડના ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ તે અન્ય વિવાદોમાં સપડાયો હતો, પરંતુ આ કેસમાં મળેલી નિર્દોષતા તેના માટે મોટી સફળતા ગણાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward