android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad News: કુંભઘાટ અકસ્માત સ્થળે દોડી ગયા ધારાસભ્ય જીતુ ચૌધરી, વળતરની બાંહેધરી આપી
calendar_today February 20, 2026

Valsad News: કુંભઘાટ અકસ્માત સ્થળે દોડી ગયા ધારાસભ્ય જીતુ ચૌધરી, વળતરની બાંહેધરી આપી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ પાસે સર્જાયેલા હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બાદ સ્થાનિક ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગયા હતા. સાત લોકોના ભોગ લેનાર આ ગમખ્વાર અકસ્માતને પગલે ધારાસભ્યએ શોકગ્રસ્ત પરિવારજનોની મુલાકાત લીધી હતી અને તેમને સરકારી વળતર અપાવવા માટે સરકારમાં રજૂઆત કરવાની મહત્વની બાંહેધરી આપી હતી.વિધાનસભા સત્ર છોડી મતવિસ્તારમાં પહોંચ્યા ધારાસભ્ય રાજ્યમાં હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, પરંતુ પોતાના મતવિસ્તારમાં આટલી મોટી દુર્ઘટના બની હોવાની જાણ થતા જ ધારાસભ્ય જીતુ ચૌધરી સામાજિક કામ અર્થે કપરાડા આવ્યા હતા અને સીધા જ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘટનાની ગંભીરતા જોઈને વહીવટી તંત્ર સાથે ચર્ચા કરી હતી અને પીડિત પરિવારોને આર્થિક સહાય મળે તે માટે સરકારમાં રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું હતું. ઇકો અને ટ્રક વચ્ચે ટક્કર, સાત લોકોના મોત ઘટનાની વિગત અનુસાર, વલસાડ જિલ્લાના કપરાડાના કુંભઘાટ પાસે એક ઇકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં કુલ 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતા કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. હાલમાં કપરાડા પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Valsadના કુંભઘાટમાં કાળમુખા અકસ્માતે લીધા 7 લોકોના જીવ, સમગ્ર પંથકમાં પ્રસરી અરેરાટી

Read Full Story arrow_forward
Ahmedabad News: ભાજપના ધારાસભ્યો અને સાંસદોને રાષ્ટ્રીય અધ્યક્ષે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા ટાર્ગેટ આપ્યો
calendar_today February 20, 2026

Ahmedabad News: ભાજપના ધારાસભ્યો અને સાંસદોને રાષ્ટ્રીય અધ્યક્ષે સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારવા ટાર્ગેટ આપ્યો

ભાજપના નવા નિમાયેલા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેમણે સાંસદો અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેઓ કામગીરીને લઈને આકરા પાણીએ જોવા મળ્યા હતાં. તેમણે ચૂંટાયેલી પાંખનું સોશિયલ મીડિયા શૂન્ય હોવાનું કહ્યું હતું. તેમણે સાંસદો અને ધારાસભ્યોને સોશિયલ મીડિયામાં સક્રિય થવા અપીલ કરી હતી. સાંસદો સાથેની બેઠકમાં ભાજપ અધ્યક્ષ આકરા પાણીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે સાંસદો અને ધારાસભ્યોને 1.25 લાખ ફોલોઅર્સનો ટાર્ગટ આપ્યો છે. તેમણે આળસ ખંખેરીને કામે લાગવા ચૂંટાયેલી પાંખને અપીલ કરી છે. જમીન પર ઉતરીને લોકો સાથે સંપર્કમાં રહેવા પણ ટકોર કરી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, આગામી એક વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી આવશે. તેમણે આ ચૂંટણીને લઈને બુથ લેવલના ડેટા એકત્રિત કરવા આદેશ કર્યો હતો. સરકારની જે યોજનાઓ છે તે લોકો સુધી પહોંચાડવા માટે સૂચનાઓ આપી હતી. તેમણે ધારાસભ્યો અને સાંસદોને ટકોર કરતાં કહ્યું હતું કે, ઘરેથી તમારૂ કાર્યાલય ના ચલાવો જમીન પર ઉતરી લોકોનો વધુમાં વધુ સંપર્ક કરો.આ પણ વાંચોઃ IND vs PAK : નો હેન્ડશેક માત્ર દેખાડો છે, દિગ્ગજ ક્રિકેટરે જણાવી બારણા પાછળની હકીકત

Read Full Story arrow_forward
Dakor પોલીસે ધોરણ 8ની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરનાર શિક્ષકની કરી ધરપકડ
calendar_today February 20, 2026

Dakor પોલીસે ધોરણ 8ની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરનાર શિક્ષકની કરી ધરપકડ

ડાકોર પોલીસે શિક્ષણ જગત માટે શરમજનક એવી ઘટનામાં સંડોવાયેલા આરોપી શિક્ષક શૈલેષ રાઠવાની તેના વતન છોટાઉદેપુરના ક્વાંટથી ધરપકડ કરી છે. આરોપીએ ધોરણ 8માં અભ્યાસ કરતી એક સગીરા પર દુષ્કર્મ આચરીને તેની જિંદગી બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, પીડિત વિદ્યાર્થિનીએ આ નરાધમ શિક્ષકની પજવણીથી બચવા માટે શાળા બદલી નાખી હતી.વિદ્યાર્થિનીએ શાળા બદલી છતાં પીછો ન છોડ્યોતેમ છતાં આરોપી શૈલેષ રાઠવાનો આતંક ઓછો થયો ન હતો. તે સતત વિદ્યાર્થિનીનો પીછો કરતો હતો. જુલાઈ 2025 પછીથી અત્યાર સુધી તે સતત ટેલિફોનિક સંપર્ક કરીને વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરતો હતો અને તેને માનસિક ત્રાસ આપતો હતો. આખરે કંટાળીને વિદ્યાર્થિનીના પરિવારે ડાકોર પોલીસ મથકે ન્યાયની ગુહાર લગાવી હતી. આરોપી શૈલેષ રાઠવા પર પોક્સો હેઠળ કાર્યવાહીપોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેને દબોચી લીધો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે શું આ શિક્ષકે અન્ય કોઈ વિદ્યાર્થીનીઓ સાથે પણ આવું કૃત્ય કર્યું છે કે કેમ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward