Navsari News: શિક્ષણધામમાં વિદ્યાર્થિનીની છેડતી, શ્રી સત્ય સાંઈ વિદ્યાલયના રેક્ટર વિરૂદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહુવાસ ગામે આવેલી શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં શિક્ષણ જગતને શરમાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના રેક્ટર દ્વારા ધોરણ 11 સાયન્સની સગીર વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે આરોપી રેક્ટરની ધરપકડ કરી તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.રેક્ટર દિશાંત ઠાકોરની અશ્લીલ હરકતો ઘટનાની મળતી વિગતો મુજબ, શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં જ રહીને ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી આદિવાસી સગીર વિદ્યાર્થિની સાથે રેક્ટર દિશાંત ઠાકોર અશ્લીલ હરકતો કરતો હોવાની ફરિયાદ ઉઠી હતી. પવિત્ર ગણાતા શિક્ષણના મંદિરમાં જ જવાબદાર પદ પર બેઠેલા વ્યક્તિએ વિદ્યાર્થિનીની છેડતી કરતા વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. પોક્સો અને એટ્રોસિટી હેઠળ કાર્યવાહી આ ઘટના અંગે વિદ્યાર્થિનીના પરિવારે હિંમત દાખવી ફરિયાદ નોંધાવતા પોલીસે દિશાંત ઠાકોર વિરૂદ્ધ પોક્સો (POCSO) અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આદિવાસી વિસ્તારમાં આવેલી આશ્રમશાળાઓ અને વિદ્યાલયોમાં અગાઉ પણ વિદ્યાર્થિનીઓની સુરક્ષા પર સવાલો ઉભા કરતી આવી ઘટનાઓ બની ચૂકી છે, જે તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. આ પણ વાંચો - Navsari News : વાંસદામાં માનવતા શર્મસાર, સગીરા પર મિત્રોએ જ આચર્યું સામૂહિક દુષ્કર્મ, 8 નરાધમો જેલહવાલે
Read Full Story arrow_forward