Gir Somnath News: પ્લોટ ફાળવણીમાં અન્યાયનો આક્ષેપ, ખાપટ ગામના 100થી વધુ લોકો પ્રતીક ઉપવાસ પર બેઠા
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખાપટ ગામે પ્લોટ ફાળવણીના મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. ખાપટ ગામના અનુસૂચિત જાતિના 100 થી વધુ મહિલાઓ અને પુરૂષો આજે ઉના પ્રાંત કચેરી ખાતે પ્રતીક ઉપવાસ પર ઉતરી ગયા છે. પ્લોટની ફાળવણીમાં વહીવટી તંત્ર દ્વારા અન્યાય કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.સ્મશાન પાસે અને નીચાણવાળી જગ્યાએ પ્લોટ આપ્યાનો આક્ષેપ ઘટનાની મળતી માહિતી અનુસાર, ગત 14 તારીખે જિલ્લા કલેક્ટરના હસ્તે ખાપટ ગ્રામ પંચાયત દ્વારા પ્લોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે, લાભાર્થીઓનો આક્ષેપ છે કે, તેમને જે પ્લોટ ફાળવવામાં આવ્યા છે તે ગામના નીચાણવાળા વિસ્તારમાં છે, જ્યાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેવાની સમસ્યા રહે છે. વધુમાં, પ્લોટની જગ્યા અનુસૂચિત જાતિના સ્મશાનની એકદમ નજીક હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવેદન બાદ પણ ઉકેલ ન આવતા ઉપવાસનો માર્ગ આ મામલે બે દિવસ પૂર્વે જ ખાપટ ગામના આગેવાનોએ ઉના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય જગ્યાએ પ્લોટ ફાળવવાની માગ કરી હતી. તંત્ર દ્વારા આ મામલે કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા આજે મોટી સંખ્યામાં લોકોએ કચેરીના પ્રાંગણમાં ધામા નાખ્યા છે. ઉપવાસ પર બેઠેલા લોકોએ ચેતવણી આપી છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને પ્લોટ ફાળવણીમાં સુધારો નહીં થાય ત્યાં સુધી તેઓ લડત ચાલુ રાખશે. આ પણ વાંચો - Gir Somnath News: શેરડીની કાપણી મુદ્દે તાલાલા સુગર ફેક્ટરી સામે ખેડૂતોનો રોષ
Read Full Story arrow_forward