android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: મોના થીબાએ 'વેશ્યાવૃતિ'ને સમાજ સેવા ગણાવતા વિવાદ સળગ્યો, ફિલ્મના પ્રમોશન વચ્ચે હલકી પ્રસિદ્ધી !
calendar_today February 20, 2026

Rajkot: મોના થીબાએ 'વેશ્યાવૃતિ'ને સમાજ સેવા ગણાવતા વિવાદ સળગ્યો, ફિલ્મના પ્રમોશન વચ્ચે હલકી પ્રસિદ્ધી !

ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી અને ભાજપના નેતા હિતુ કનોડિયાના પત્ની મોના થીબા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે કોઈ ફિલ્મ માટે નહીં પણ તેમના વિવાદાસ્પદ નિવેદન માટે. પોતાની આગામી ફિલ્મના પ્રમોશનલ કાર્યક્રમમાં મોના થીબાએ વેશ્યાવૃત્તિને લઈને એવું નિવેદન આપ્યું છે જેણે વિવાદનું મધપૂડો છંછેડ્યો છે.શું કહ્યું મોના થીબાએ?મોના થીબાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, વેશ્યાવૃત્તિ એ એક પ્રકારની સમાજ સેવા જ છે. તેમના મતે, વેશ્યાવૃત્તિ ચાલતી હોવાને કારણે જ સમાજમાં દીકરીઓ સલામત છે અને તેનાથી બળાત્કાર જેવી ઘટનાઓ અટકે છે. ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત અભિનેત્રીએ આ વ્યવસાયને સામાજિક સંતુલન જાળવવાનું માધ્યમ ગણાવ્યું હતું.કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરનો વળતો પ્રહારમોના થીબાના આ નિવેદન પર કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, "ભાજપ નેતાના પત્ની હોવાને નાતે અને એક જવાબદાર અભિનેત્રી તરીકે આવું નિવેદન આપવું તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. વેશ્યાવૃત્તિને કોઈ પણ કાળે સમાજ સેવા ગણી શકાય નહીં. આ નિવેદન કોઈ પણ સંસ્કારી સમાજ માટે સ્વીકાર્ય નથી."રાજકીય રંગ પકડતો વિવાદજેની ઠુમ્મરે વધુમાં ઉમેર્યું હતું કે, સ્ત્રીની ગરિમાને ઠેસ પહોંચાડતા આવા વિચારો સમાજમાં ખોટો સંદેશ આપે છે. ભાજપના નેતાના પરિવારમાંથી આવતા વ્યક્તિ જ્યારે આવું બોલે છે, ત્યારે તે પક્ષની વિચારધારા સામે પણ સવાલો ઊભા કરે છે.આ પણ વાંચો: Ahmedabad: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદી ઝાપટાની શક્યતા

Read Full Story arrow_forward
Valsad જિલ્લાના કપરાડામાં ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 6 ના મોત
calendar_today February 20, 2026

Valsad જિલ્લાના કપરાડામાં ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 6 ના મોત

વલસાડ જિલ્લાના કપરાડામાં ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે જેમાં 6 ના મોત અને   2 વ્યક્તિ  ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.કપરાડાનાં કુંભઘાટ પાસે અકસ્માત પ્રાપ્ત માહિતી અનુસાર, કપરાડાનાં કુંભઘાટ પાસે ઇકો કાર અને સામે તરફથી આવી રહેલા ટ્રક વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે 6 વ્યક્તિના મોત થયા હતા.મૃતકો આંબા જંગલ વિસ્તારમાં રહેતા હતા.અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ લોકો આંબા જંગલ વિસ્તારમાં રહેતા એક જ પરિવારના હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ સ્થળ પર પહોંચી ઘટનાની જાણ થતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read Full Story arrow_forward
Anand News: 10 હજારની લાંચ લેતા રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂતની ધરપકડ
calendar_today February 20, 2026

Anand News: 10 હજારની લાંચ લેતા રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂતની ધરપકડ

ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોએ લાલ આંખ કરી છે. આણંદ સેવા સદન ખાતે આવેલી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂત રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતાં મહેસૂલી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. આણંદ ACBની ટીમે સેવા સદન કેમ્પસમાં જ છટકું ગોઠવીને આ સફળ ટ્રેપ કરી હતી.સેવા સદનમાં જ ગોઠવ્યું લાંચનું છટકું ઘટનાની મળતી વિગત અનુસાર, ફરિયાદીના કોઈ મહેસૂલી કામકાજ અર્થે રેવન્યુ તલાટી ગૌરવ રાજપૂતે રૂપિયા 10,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આણંદ ACBનો સંપર્ક કર્યો હતો. જે બાદ, એસીબીના અધિકારીઓએ પૂર્વ આયોજિત પ્લાન મુજબ આણંદ સેવા સદન ખાતે છટકું ગોઠવ્યું હતું. તલાટી જેવો લાંચની રકમ સ્વીકારવા ગયો કે તરત જ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. તલાટી ગૌરવ રાજપૂત સામે કાયદેસરની કાર્યવાહી આણંદ એસીબીની ટીમ દ્વારા લાંચની રકમ જપ્ત કરી તલાટી ગૌરવ રાજપૂતની અટકાયત કરી લેવામાં આવી છે. સરકારી કચેરી એટલે કે સેવા સદન જેવા વ્યસ્ત સ્થળે જ લાંચ લેતા ઝડપાતા અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે. હાલમાં એસીબી દ્વારા આરોપી તલાટી વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Anand: પેટલાદ પાલિકાની સામાન્ય સભામાં વિકાસના 9 કામને બહાલી અપાઈ

Read Full Story arrow_forward