android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: PM મોદીનો એક સવાલ અને ત્રણ સપ્તાહમાં તૈયાર થઈ સરલાબેન AI APP, જાણો ઈન્ફોસિસના નંદન નીલેકણીએ શું કહ્યુ?
calendar_today February 20, 2026

Gujarat News: PM મોદીનો એક સવાલ અને ત્રણ સપ્તાહમાં તૈયાર થઈ સરલાબેન AI APP, જાણો ઈન્ફોસિસના નંદન નીલેકણીએ શું કહ્યુ?

દિલ્હી ખાતે ભારત મંડપમમાં યોજાયેલી India Ai Impact Summitમાં અનેક દેશો અને અગ્રણી ટેક CEO ભાગ લઈ રહ્યા છે. આ સમિટમાં ઈન્ફોસિસના સહ સ્થાપક નંદન નીલેકણીએ પ્રેરણાદાયક નિવેદન આપ્યું હતું. નીલેકણીએ વડાપ્રધાન મોદી સાથેની તેમની મુલાકાતનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. તેમણે આ કિસ્સાને લઈને કહ્યું કે, પીએમ મોદીએ ખેડૂતો માટે AI લાગુ કરવાનો વિચાર કેવી રીતે સૂચવ્યો.તેમણે કહ્યું કે આ સાબિત કરે છે કે નેતાઓ ટેકનોલોજીને કેટલી ઊંડાણપૂર્વક સમજી શકે છે.પીએમ મોદીની સલાહથી કંપનીની દિશા બદલાઈ અને તેમણે "સરલાબેન" એપ બનાવી, જે ગુજરાતના લાખો ખેડૂતોને મદદ કરશે. ડેરીમાં AI લાગુ કરવાનું પોતાનું વિઝન આપ્યું નીલેકણીએ કહ્યું કે, જ્યારે હું 8 જાન્યુઆરીએ પીએમ મોદીને મળ્યો અને ખેડૂતો માટે AIનો અમલ કરવા અંગે વાત કરી, ત્યારે તેમણે કહ્યું, આપણે તેને ગાય અને ઢોર પર કેમ લાગુ ન કરી શકીએ? કારણ કે જો ગાય બીમાર હોય તો તે તમને કહી શકતી નથી કે તે બીમાર છે.તમે આ સમસ્યાને કેવી રીતે હલ કરી શકો? તેમણે અમને ખેતી અને ડેરીમાં AI લાગુ કરવાનું પોતાનું વિઝન આપ્યું. 8 જાન્યુઆરીના રોજ, પીએમ ઓફિસમાં અધિકારીઓ, અમૂલના પ્રતિનિધિઓ અને તેમના કેટલાક સાથીદારો સાથે એક બેઠક યોજાઈ હતી.માત્ર ત્રણ અઠવાડિયામાં એપ્લિકેશન લાઇવ થઈ ગઈ.આ વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા છે, જેમાં 3.6 મિલિયન ખેડૂતો, વાર્ષિક 2 અબજ દૂધના ટ્રાન્ઝેક્શન અને 40 મિલિયન પશુઓ છે.Technology is most powerful when it speaks the language of the people.Glad to hear @NandanNilekani Ji at the #IndiaAiImpactSummit share the story behind our Amul AI initiative, a testament to Hon'ble PM Shri @narendramodi Ji’s vision for a tech-empowered rural India.I had the… pic.twitter.com/bPUgJIEJ5F— Bhupendra Patel (@Bhupendrapbjp) February 19, 2026 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ‘Amul AI’ની પહેલને લઇ પોસ્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર વીડિયો પોસ્ટ કર્યો હતો.જેમાં લખ્યું હતું કે, ટેકનોલોજી જયારે લોકની ભાષા બોલે છે ત્યારે ત્યારે તે સૌથી શક્તિશાળી બની જાય છે. વડાપ્રધાન મોદીના ટેકનોલોજીથી સશક્ત એવા ગ્રામીણ ભારતની દૂરદર્શિતાને સ્પર્શતી અમારા ‘Amul AI’ની પહેલનો ઉલ્લેખ નંદન નીલકેનીજીએ India Ai Impact Summit દરમિયાન કર્યો તે વાત જાણીને મને અત્યંત હર્ષની લાગણી થઇ. તાજેતરમાં જ આ પ્લેટફોર્મનો પ્રારંભ કરાવવાની મને તક મળી. ‘Amul AI’ 200 કરોડ ડેટાનો ઉપયોગ કરી અનેકોની જિંદગીમાં પરિવર્તન લાવી રહ્યું છે. અમૂલનું AI સહાયક 'સરલાબેન' અમારા પશુપાલકો માટે ગેમ-ચેન્જર છે, જે પશુ સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા પર વાસ્તવિક સમયની સમજ પૂરી પાડે છે. પશુપાલનમાં ટેકનોલોજીના સમાવેશ કરીને અમે દૂધ ઉત્પાદકો - ખાસ કરીને અમારી મહેનતુ મહિલાઓ માટે અભૂતપૂર્વ સફળતા સુનિશ્ચિત કરી છે. આ પણ વાંચોઃ Ahmedabad: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં વરસાદી ઝાપટાની શક્યતા

Read Full Story arrow_forward
Veraval News: પાકિસ્તાન જેલમાં કેદ માછીમારો માટે બહેનોનો હૃદયદ્રાવક પોકાર
calendar_today February 20, 2026

Veraval News: પાકિસ્તાન જેલમાં કેદ માછીમારો માટે બહેનોનો હૃદયદ્રાવક પોકાર

ગીર સોમનાથના વેરાવળ ખાતે આયોજિત 'ચોપાલ' કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રીની ઉપસ્થિતિમાં સ્થાનિક માછીમાર મહિલાઓએ પોતાની વ્યથા રજૂ કરી હતી. વર્ષોથી સરહદ પારની જેલમાં યાતના વેઠી રહેલા પોતાના પતિ, પુત્ર અને ભાઈઓને છોડાવવા માટે મહિલાઓએ અશ્રુભીની આંખે મદદની ગુહાર લગાવી હતી. માછીમાર બહેનોએ અત્યંત ગમગીન હૈયે રજૂઆત કરી હતી કે, "પાકિસ્તાનથી માછીમારોના મૃતદેહ આવે છે, પરંતુ અમારા જીવતા સ્વજનો પરત આવતા નથી."વર્ષોથી પાકિસ્તાન જેલમાં યાતના વેઠે છે માછીમારોતેમણે જણાવ્યું કે અત્યારે અંદાજે 198 જેટલા હતભાગી માછીમારો છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાનની જેલમાં નરક જેવી સ્થિતિમાં સબડી રહ્યા છે. અનેકવાર દિલ્હી સુધી રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ ન આવતા પરિવારોમાં ભારે વસવસો જોવા મળી રહ્યો છે. માત્ર માછીમારો જ નહીં, પરંતુ તેમની આજીવિકાનું સાધન એવી બોટો પણ પાકિસ્તાન પાસે ગીરવે છે. અંદાજે 1,100 થી વધુ ફિશિંગ બોટ પાકિસ્તાનના કબજામાં છે. માછીમારના મૃતદેહ આવે છે, સ્વજનો નથી આવતાએક બોટની કિંમત રૂ.50થી રૂ.60 લાખ ગણીએ, તો કરોડો રૂપિયાની મિલકત ત્યાં ધૂળ ખાઈ રહી છે. બોટ અને કમાનાર વ્યક્તિ બંને પાકિસ્તાનમાં હોવાથી ગુજરાતના દરિયાકાંઠે વસતા સેંકડો પરિવારો આજે આર્થિક પાયમાલીનો સામનો કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ આ તમામ વેદના સાંભળી માછીમાર સમાજને આશ્વાસન આપ્યું હતું કે સરકાર રાજદ્વારી સ્તરે આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે ગંભીરતાથી પ્રયત્નશીલ છે. જોકે, વર્ષોથી પ્રતીક્ષા કરી રહેલા આ પરિવારો માટે હવે ધીરજ ખૂટી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot News: સોમવારે જંગલેશ્વરમા ડિમોલિશન થવાની શક્યતા, અસરગ્રસ્તો હાઈકોર્ટના શરણે
calendar_today February 20, 2026

Rajkot News: સોમવારે જંગલેશ્વરમા ડિમોલિશન થવાની શક્યતા, અસરગ્રસ્તો હાઈકોર્ટના શરણે

રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશનનો ભારે વિરોધ થઈ રહ્યો છે. હવે આ વિસ્તારના અસરગ્રસ્તોએ હાઈકોર્ટની શરણ લીધી છે. આજે અસરગ્રસ્ત લોકો તરફથી વકીલે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. આ ઉપરાંત સરકારી વકીલ પણ આજે સોગંદનામું રજૂ કરશે. હાલમાં હાઈકોર્ટ દ્વારા ડિમોલિશન મામલે કોઈ સ્ટે અપાયો નથી. સરકાર દ્વારા સોગંદનામું રજૂ થયા બાદ વધુ સ્પષ્ટતા થશે. સોમવારે તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવી શકે છે. જ્યારે અસરગ્રસ્તોના પુનર્વસન માટે આગામી 27 તારીખે કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવશે. જંગલેશ્વરમાં ડિમોલિશનનો ભારે વિરોધ રાજકોટના જંગલેશ્વરના ડિમોલિશન મુદ્દે અસરગ્રસ્તો હવે હાઈકોર્ટની શરણે પહોંચ્યા છે. આજે તેમના વકીલ દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ આ વિસ્તારના લોકોએ કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે, અમે ટીપી રોડ કે કપાત સહિતના વિકાસ કામોમાં અવરોધ બનવા નથી માંગતા. તંત્ર સામે માત્ર અમારી માગ એટલી જ છે કે અમને પુનર્વસન માટે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે. બીજી તરફ સરકાર દ્વારા હજી કોર્ટમાં સોગંદનામું રજૂ કરાયું નથી. જેથી આ સોગંદનામું રજૂ થાય ત્યાર બાદ વધુ સ્પષ્ટતા આવી શકે છે. સોમવારે તંત્ર દ્વારા દબાણ તોડવાની કામગીરી થઈ શકે છે. આ પણ વાંચોઃ Rajkot News: RTOમાં એક બે નહીં 30 જેટલા એજન્ટો પકડાયા, ટ્રાયલ વિના લાઈસન્સ કઢાવવાના ચાર હજાર વસૂલતા હતાં

Read Full Story arrow_forward