android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: પાલિકામાં પેપરલેસ કાર્યપ્રણાલીનો યુગ શરૂ, અધિકારીઓના પ્રમોશન અને ચાર્જની વિગતો પણ ઓનલાઇન
calendar_today February 20, 2026

Surat: પાલિકામાં પેપરલેસ કાર્યપ્રણાલીનો યુગ શરૂ, અધિકારીઓના પ્રમોશન અને ચાર્જની વિગતો પણ ઓનલાઇન

ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવાના દિશામાં સુરત મહાનગરપાલિકાએ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. પાલિકાના વહીવટી તંત્રને વધુ સુદ્રઢ અને પારદર્શક બનાવવા માટે હવે તમામ સરકારી અધિકારીઓના સર્વિસ રેકોર્ડ અને મિલકતની વિગતોને ડિજિટલ કરવામાં આવશે.મિલકતનો રેકોર્ડ થશે જાહેરસુરત મહાનગરપાલિકાના આ મોટા નિર્ણય અંતર્ગત, હવે પાલિકાના તમામ કક્ષાના અધિકારીઓએ પોતાની મિલકતની વિગતો ડિજિટલ ફોર્મેટમાં આપવી પડશે. આ રેકોર્ડ ડિજિટલ થવાથી કોઈપણ અધિકારીની મિલકત અંગેની વિગતો એક ક્લિક પર ઉપલબ્ધ થશે, જેનાથી વહીવટમાં પારદર્શિતા વધશે.પેપરલેસ કાર્યપ્રણાલી તરફ ડગલુંપાલિકા હવે પેપરલેસ (કાગળ મુક્ત) કાર્યપ્રણાલી તરફ આગળ વધી રહી છે. આ નવી ડિજિટલ વ્યવસ્થામાં અધિકારીઓએ હવે રજા માટે ઓનલાઇન જ અરજી કરવાની રહેશે. કયા અધિકારી પાસે કયા વિભાગનો ચાર્જ છે, તેની વિગતો પણ ઓનલાઇન અપડેટ થશે. અધિકારીઓના પ્રમોશનની પ્રક્રિયા પણ હવે મેન્યુઅલને બદલે ઓનલાઇન સિસ્ટમ દ્વારા સંચાલિત થશે.આ પણ વાંચો:Chhota Udepur: કમોસમી વરસાદથી લાખોની જણસ પલળી, ખેડૂતો માવઠાને કારણે મુશ્કેલીમાં મુકાયા

Read Full Story arrow_forward
Gandhinagar : લગ્ન નોંધણી સુધારા પર AAP MLA હેમંત ખવાનું નિવેદન, કાયદો બનાવવા બદલ સરકારને અભિનંદન, દીકરીઓને બ્લેકમેઇલ કરી આવા કૃત્યો થતા હોય છે
calendar_today February 20, 2026

Gandhinagar : લગ્ન નોંધણી સુધારા પર AAP MLA હેમંત ખવાનું નિવેદન, કાયદો બનાવવા બદલ સરકારને અભિનંદન, દીકરીઓને બ્લેકમેઇલ કરી આવા કૃત્યો થતા હોય છે

રાજ્ય વિધાનસભામાં આજે AAPના MLA હેમંત ખવાએ લગ્ન નોંધણી સુધારા વિધેયક પર પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે લગ્ન નોંધણી સુધારા વિધેયક ગઇકાલે મારા દ્વારા રજૂ કરાયું હતું અને કાયદો બનાવવા બદલ સરકારને અભિનંદન.દીકરીઓને બ્લેકમેઇલ કરીને આવા કૃત્યો થતાં હોય છે હેમંત ખવાને જણાવ્યું કે, “દીકરીઓને બ્લેકમેઇલ કરીને આવા કૃત્યો થતાં હોય છે. આ માટે કાયદો લાવવો જરૂરી હતો. જે મુજબ ગૃહમાં વાત કરવામાં આવી, તે અપેક્ષા મુજબ કાયદો બનશે.” અપેક્ષા મુજબ કાયદો બનશે તો ગૃહમંત્રીને પાઘડી પહેરાવી સ્વાગત કરીશ આવી ધારણાને ધ્યાનમાં રાખીને તેમણે ઉમેર્યું, “અપેક્ષા મુજબ કાયદો બનશે તો ગૃહમંત્રીને પાઘડી પહેરાવી સ્વાગત કરીશ.” રાજ્યભરમાં સૂચનો મગાવવાની પ્રક્રિયાને પણ પ્રશંસા કરી MLA ખવાએ કાયદા અંગે રાજ્યભરમાં સૂચનો મગાવવાની પ્રક્રિયાને પણ પ્રશંસા કરી અને જણાવ્યું કે આ કાયદો લાવવો જરુરી હતો આ પણ વાંચો-----    Gujarat Latest News Live : કોઇ સલીમ સુરેશ બનીને લાગણીને ઠેસ પહોંચાડશે તો એવા હાલ કરીશું કે.....હર્ષસંઘવી નો હૂંકાર

Read Full Story arrow_forward
Gandhidham: મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન ઝુંબેશ, ગોપાલપુરીથી ખોડિયારનગર સુધીના 160 ગેરકાયદે દબાણોનો સફાયો
calendar_today February 20, 2026

Gandhidham: મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન ઝુંબેશ, ગોપાલપુરીથી ખોડિયારનગર સુધીના 160 ગેરકાયદે દબાણોનો સફાયો

ગાંધીધામ શહેરમાં આજે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ તેજ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય વિસ્તારોમાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું અને બુલડોઝરની મદદથી રસ્તાઓ ખુલ્લા કર્યા હતા.ગાંધીધામમાં 160 ગેરકાયદે દબાણોનો સફાયોગાંધીધામ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગોપાલપુરી રેલવે સ્ટેશનથી લઈને ખોડિયારનગર સુધીના સમગ્ર પટ્ટામાં ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન અંદાજે 160 જેટલા ગેરકાયદેસર કાચા અને પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ દબાણોને કારણે ટ્રાફિક અને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી.સ્વેચ્છાએ જગ્યા ખાલી કરીપાલિકા દ્વારા આ કામગીરી પૂર્વે સંબંધિત લોકોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસની ગંભીરતા સમજીને કેટલાક જાગૃત નાગરિકો અને વેપારીઓએ તો બુલડોઝર ફરે તે પહેલા જ પોતાની મેળે જ જગ્યા ખાલી કરી દીધી હતી. જોકે, બાકી રહેલા જીદ્દી દબાણદારો સામે તંત્રએ કડક હાથે કામ લીધું હતું.પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરીકોઈ અઘટિત ઘટના ન બને તે માટે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. રસ્તાઓ પર થયેલા દબાણો દૂર થવાથી હવે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને મોટી રાહત મળશે. ગાંધીધામ મનપાના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.આ પણ વાંચો: Surat: પાલિકામાં પેપરલેસ કાર્યપ્રણાલીનો યુગ શરૂ, અધિકારીઓના પ્રમોશન અને ચાર્જની વિગતો પણ ઓનલાઇન

Read Full Story arrow_forward