android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી રેડ, 4 કરોડનો દારૂ ઝડપાયો
calendar_today February 20, 2026

ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી રેડ, 4 કરોડનો દારૂ ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ કચ્છ જિલ્લામાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. ભુજ તાલુકાના ધાણેટી પાસે SMC ની ટીમે બાતમીના આધારે રેડ કરીને અંદાજિત 4 કરોડ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લીધો છે. આ રેડથી સમગ્ર રાજ્યના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કટિંગ સમયે જ ત્રાટકી SMC ની ટીમ ઘટનાની મળતી માહિતી અનુસાર, ભૂજના ધાણેટી પાસે જ્યારે વિદેશી દારૂના મોટા જથ્થાનું કટિંગ ચાલી રહ્યું હતું, બરાબર તે જ સમયે ગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આકસ્મિક રેડ કરવામાં આવી હતી. પોલીસની ગાડીઓ જોઈને બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરીને દારૂનો જંગી જથ્થો અને વાહનો કબ્જે કર્યા હતા. કરોડોનો મુદ્દામાલ અને તપાસનો ધમધમાટ આ રેડમાં દારૂની હજારો બોટલો સાથે ટ્રક અને અન્ય વાહનો સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં SMC દ્વારા દારૂની બોટલોની ગણતરી અને પકડાયેલા વાહનોની તપાસ ચાલી રહી છે. સ્થાનિક પોલીસની જાણ બહાર થયેલી આ સીધી કાર્યવાહીએ જિલ્લા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે. આ કેસમાં સંડોવાયેલા મોટા માથાઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ પણ વાંચો - Gandhinagar : લગ્નની નોંધણીના હવે ક્યા નવા નિયમો ? વાંચો સ્ટેપ બાય સ્ટેપ

Read Full Story arrow_forward
Ahmedabad: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, એરપોર્ટ પર ભવ્ય સ્વાગતની તૈયારી
calendar_today February 20, 2026

Ahmedabad: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, એરપોર્ટ પર ભવ્ય સ્વાગતની તૈયારી

ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આજથી તેમના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ આ તેમનો પ્રથમ સત્તાવાર પ્રવાસ હોવાથી ગુજરાત ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.એરપોર્ટ પર ભવ્ય સ્વાગત અને કાર્યકર સંમેલનઆજે બપોરે 1:15વાગ્યે નીતિન નબીન અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે. તેમના સ્વાગત માટે એરપોર્ટ મેદાને એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા છે. એરપોર્ટ પર જ એક ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાશે, જેમાં તેઓ હજારો કાર્યકરોને સંબોધિત કરી સંગઠનમાં નવી ઉર્જા ફૂંકશે. MP-MLA સાથે વ્યૂહાત્મક બેઠકએરપોર્ટ પરના કાર્યક્રમ બાદ, બપોરે 3:30 વાગ્યે નીતિન નવીન અમદાવાદમાં આવેલી GSC બેંક ખાતે પહોંચશે. અહીં તેઓ રાજ્યના તમામ સાંસદો (MP) અને ધારાસભ્યો (MLA) સાથે બેઠક યોજશે. આ બેઠકમાં આગામી રાજકીય રણનીતિ અને સંગઠનાત્મક બાબતો પર ચર્ચા થવાની શક્યતા છે.ગિફ્ટ સિટીમાં 'બજેટ સંવાદ'સાંજે 5:30 વાગ્યે તેઓ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી જશે. અહીં તેઓ શહેરના પ્રબુદ્ધ નાગરિકો, આર્થિક નિષ્ણાતો અને ઉદ્યોગ સાહસિકો સાથે બજેટ મુદ્દે સંવાદ કરશે. કેન્દ્ર સરકારના બજેટની સામાન્ય માણસ અને ઉદ્યોગ જગત પર થનારી અસરો અંગે તેઓ માર્ગદર્શન આપશે.મુખ્યમંત્રી સાથે બેઠક અને રાત્રિ ભોજનઆજના દિવસના અંતે, રાષ્ટ્રીય અધ્યક્ષ મુખ્યમંત્રી નિવાસસ્થાને જશે, જ્યાં તેઓ રાજ્ય મંત્રીમંડળના સભ્યો સાથે બેઠક કરશે અને રાત્રિ ભોજન લેશે.

Read Full Story arrow_forward
Surat  કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર વતી 4 લાખની લાંચ લેતો પત્રકાર એસીબીને જોઇને ભાગ્યો, એસીબીએ બંને સામે નોંધ્યો ગુનો
calendar_today February 20, 2026

Surat કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર વતી 4 લાખની લાંચ લેતો પત્રકાર એસીબીને જોઇને ભાગ્યો, એસીબીએ બંને સામે નોંધ્યો ગુનો

સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરીના કાર્યપાલક ઇજનેર વતી નિષ્પક્ષ ગુજરાત અખબારનો પત્રકાર 4 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. એ જ સમયે એસીબીએ રેઇડ કરતાં આ પત્રકાર ભાગી છુટ્યો હતો. એસીબીએ પત્રકાર અને કોર્પોરેશનના કાર્યપાલક ઇજનેર સામે ગુનો નોંધ્યો છે. બાંધકામ નહી તોડવા બાબતે કાર્યપાલક ઇજનેર વતી આ પત્રકારે 15 લાખની લાંચ માગી હતી.અધિકારી અને પત્રકાર સામે ગુનો એસીબીએ આ મામલે વિપુલ શશીકાંતભાઇ ગણેશવાલા, કાર્યપાલક ઇજનેર, વર્ગ-૧, લિંમ્બાયત ઝોન, સુરત મહાનગર પાલિકા સુરત તથા મહંમદઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ (પત્રકાર) નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબાર સુરત. સામે ગુનો નોંધ્યો છે. અખબારની ઓફિસમાં જ છટકું  એસીબીએ નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક અખબારની ઓફિસ ૧૦૪, શાંતિનગર આંજણા ઇન્ડસ્ટ્રીઝ રઘુકુળ માર્કેટ પાસે સલાબતપુરા સુરતમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું.ડિમોલીશનની કાર્યવાહી એસીબીએ જણાવ્યું કે ફરીયાદીના સંતોષ સબ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નં.૧૩૪-૧૩૫ ના બાંધકામની સાઇડ ઉપર સુરત મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારી દ્વારા ગઇ તા:૧૦/૧૧/૨૦૨૫ ના રોજ મનાઇ હુકમની નોટીસ આપી ગયેલ અને ગઇ તા:૧૩/૦૨/૨૦૨૬ ના રોજ બાંધકામ વાળી જગ્યાએ નોટીસ ચોંટાડી ડિમોલેશનનુ કામ ચાલુ કરેલ અને ડિમોલેશન ચાર્જ પેટે રૂ.૧,૭૦,૦૦૦/- વસુલી આરોપી કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાની સુચનાથી ડિમોલેશન બંધ કરાવ્યું હતું. 15 લાખની માંગણી કરી ત્યારબાદ વિપુલ ગણેશવાલાનો ખાસ માણસ પત્રકાર મહંમદઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ ફરીયાદીને અવાર-નવાર રૂબરૂ મળીને ફરીયાદી પાસે બાંધકામ નહી તોડવાના અવેજ પેટે વિપુલ ગણેશવાલાને રૂ.૨૧,૦૦,૦૦૦/- લાંચની રકમ વ્યવહાર પેટે આપવાની વાત કરેલ જેમાં રકઝક્ના અંતે વિપુલ સાથે ટેલિફોનીક ચર્ચા થયા મુજબ રૂ.૧૫,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જે પૈકી તા:૧૯/૦૨/૨૦૨૬ ના રોજ રૂ.૪,૦૦,૦૦૦/- અને સોમવાર સુધીમાં બાકીના રૂ.૧૧,૦૦,૦૦૦/- પુરા કરવાની વાત કરી હતી. ગંધ આવતા પત્રકાર ભાગ્યો જે લાંચની રકમ ફરિયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય, ફરીયાદીએ સુરત શહેર એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન પત્રકાર મહંમદઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલખાન પઠાણ એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ.૪,૦૦,૦૦૦/- સ્વીકારી તેને શંકા જતા લાંચની રકમ લઈને નાસી ગયેલ તેમજ વિપુલ તપાસ દરમ્યાન મળી આવેલ નહી જે પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી પત્રકાર ના મેળાપીપણામાં ગુનાહીત ગેરવર્તણુક આચરી ગુનો કર્યો હતો.આ પણ વાંચો----     Gujarat Latest News Live : કોઇ સલીમ સુરેશ બનીને લાગણીને ઠેસ પહોંચાડશે તો એવા હાલ કરીશું કે.....હર્ષસંઘવી નો હૂંકાર

Read Full Story arrow_forward