android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: લગ્ન નોંધણીનો નવો કાયદો માત્ર પાટીદાર નહીં, દરેક સમાજને ફાયદો કરાવશે - જેરામભાઇ વાંસજાળીયા
calendar_today February 20, 2026

Rajkot: લગ્ન નોંધણીનો નવો કાયદો માત્ર પાટીદાર નહીં, દરેક સમાજને ફાયદો કરાવશે - જેરામભાઇ વાંસજાળીયા

ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણીના નિયમોમાં કરવામાં આવી રહેલા સુધારાના પડઘા રાજકોટમાં પણ પડ્યા છે. પાટીદાર સમાજના વરિષ્ઠ અગ્રણી જેરામભાઇ વાંસજાળીયાએ આ કાયદાકીય ફેરફારને સમર્થન આપતા જણાવ્યું છે કે આ પગલાથી છેવાડાના માનવી અને દરેક જ્ઞાતિના પરિવારને ફાયદો થશે.માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માગજેરામભાઇ વાંસજાળીયાએ ભારપૂર્વક જણાવ્યું કે, "અમારી મુખ્ય માંગ એ છે કે લગ્ન નોંધણી સમયે માતા-પિતાની સહી ફરજિયાત કરવામાં આવે. ઘણીવાર દીકરીઓ લાલચમાં કે છેતરાઈને ખોવાઈ જતી હોય છે અથવા કોઈ તેમને ફસાવીને લઈ જાય છે. આવા સમયે પરિવાર ભારે માનસિક અને સામાજિક મુશ્કેલીમાં મુકાઈ જાય છે. જો માતા-પિતાની સંમતિ હશે તો આવા કિસ્સાઓ અટકશે." ધારાસભ્યો સાથે સંપર્ક અને કમિટીની બેઠકતેમણે વધુમાં ખુલાસો કર્યો કે આ મુદ્દે કેટલાક ધારાસભ્યોના પણ તેમને ફોન આવ્યા છે અને સરકારના આ નિર્ણય અંગે ચર્ચા થઈ છે. આગામી સમયમાં પાટીદાર સમાજની કમિટી આ મામલે બેઠક યોજશે, જેમાં કાયદાના અમલીકરણ અને અન્ય જરૂરી સૂચનો અંગે વિચારણા કરવામાં આવશે.સામાજિક સુરક્ષાનું કવચવાંસજાળીયાએ ઉમેર્યું કે આ કાયદો કોઈ ચોક્કસ જ્ઞાતિ પૂરતો મર્યાદિત નથી. દરેક સમાજમાં દીકરીઓને સુરક્ષિત રાખવી અને પરિવારની એકતા જાળવવી જરૂરી છે. આ કાયદાથી સામાજિક વ્યવસ્થા જળવાઈ રહેશે અને છેતરપિંડીથી થતા લગ્નોના પ્રમાણમાં મોટો ઘટાડો જોવા મળશે.આ પણ વાંચો: Mehsana: લગ્ન નોંધણી તલાટી નહીં, પણ મામલતદાર કે કલેક્ટર કક્ષાએ થવી જોઈએ- SPG અધ્યક્ષ લાલજી પટેલ

Read Full Story arrow_forward
Morbi News: ઓવરટેક બાબતે યુવાનની હત્યા, બીકે બોરીચાના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ
calendar_today February 20, 2026

Morbi News: ઓવરટેક બાબતે યુવાનની હત્યા, બીકે બોરીચાના પુત્ર સામે નોંધાઈ ફરિયાદ

મોરબી શહેરમાં મોડી રાત્રે સામાન્ય બાબતે થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રાજકોટથી મોરબી પોતાના પરિવાર સાથે પરત ફરી રહેલા સોની યુવાન જતીન સોનીની કાર ઓવરટેક કરવા જેવી નજીવી બાબતમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. આ મામલે મૃતકના ભાઈએ મોરબી સીટી-એ ડિવિઝન પોલીસ મથકમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે.પરિવારની નજર સામે જ ખેલાયો ખૂની ખેલ ઘટનાની મળતી માહિતી અનુસાર, મૃતક જતીન સોની પોતાના પરિવાર સાથે કારમાં રાજકોટથી મોરબી આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં વાહન ઓવરટેક કરવા બાબતે અજાણ્યા શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે, આરોપીઓએ આવેશમાં આવી જતીનભાઈ પર છરી વડે હુમલો કરી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું. નામી શખ્સો સામે ફરિયાદ, સોની બજાર સજ્જડ બંધ મૃતકના ભાઈ મૌલિક સોનીએ નોંધાવેલી ફરિયાદમાં કુખ્યાત બી. કે. બોરીચાના પુત્ર નંદા અને ભુરિયા નામના શખ્સોના નામ આપ્યા છે. આ હત્યાના વિરોધમાં અને આરોપીઓની વહેલી તકે ધરપકડની માગ સાથે આજે મોરબીની સોની બજાર સજ્જડ બંધ રહી હતી. વેપારીઓએ રોષ સાથે માગ કરી છે કે, આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી તેમને કાયદાનું ભાન કરાવવામાં આવે. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Morbi: ઓવરટેક કરવાની નાની બાબતમાં સોની યુવાનની ઘાતકી હત્યા, બજારો સજ્જડ બંધ

Read Full Story arrow_forward
BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાતની 3 દિવસીય મુલાકાતે, અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું
calendar_today February 20, 2026

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાતની 3 દિવસીય મુલાકાતે, અમદાવાદ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આજે ગુજરાતની 3 દિવસીય મુલાકાત પર પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ હાજર રહ્યા હતા.કેટલાક લોકો ચૂંટણી આવશે એટલે ફૂલ ટાઇમ પોલિટિકસ કરશે નીતિન નવીને કહ્યું હતું કે સ્વાગત માટે તમે ઉપસ્થિત થયા તે માટે આભાર, મારો ગુજરાતમાં અધ્યક્ષ તરીકે પહેલો પ્રવાસ છે. ગુજરાત આજે દેશ અને વિશ્વનું નેતૃત્વ કરે છે. મહાત્મા ગાંધી જેણે અહિંસાનો વિચાર આપ્યો, સરદાર પટેલ જેણે આખા દેશને એક કર્યો છે. ગુજરાતે મહાપુરુષોને જન્મ આપ્યો છે, મહાપુરુષોએ દેશને દિશા આપી છે, 21મી સદીમાં વિકાસનો શ્રેય PM મોદીને જાય છે, અમે તો ફૂલ ટાઇમ પોલિટિક્સ કરવા વાળા છીએ, કેટલાક લોકો ચૂંટણી આવશે એટલે ફૂલ ટાઇમ પોલિટિકસ કરશે, આવા લોકો આવે તે પહેલા જનતા સાથે સબંધ વધારીએઆજે શહેરમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો નીતિન નવીનની આગેવાનીમાં આજે શહેરમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. નીતિન નવીન ભાજપના પદાધિકારીઓ, MLA અને સાંસદો સાથે સંવાદ કરશે, જેમાં રાજ્યની પ્રવૃત્તિઓ અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ઉદ્યોગપતિઓ સાથે બેઠકતેઓ GSC બેંક ખાતે ઉદ્યોગપતિઓ અને સીએ (CA) સાથે પણ બેઠક યોજશે તથા સાંજે 5:30 કલાકે ઇન્ફો સિટી ગાર્ડનમાં નીતિન નવીન માટે કાર્યક્રમ યોજાશે, જેમાં ઉદ્યોગ અને સામાજિક વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ, 7:30 વાગ્યે CM નિવાસસ્થાને નીતિન નવીનની સાથે બેઠક યોજાવાની છે.નીતિન નવીનનું ગુજરાતમાં સ્વાગત છે આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે PMએ ગુજરાતની વિશ્વને ઓળખ કરાવી છે. નીતિન નવીનનું ગુજરાતમાં સ્વાગત છે .નીતિન નવીનનું તમામ કાર્યકર્તાને માર્ગદર્શન મળશે, સામાન્ય કાર્યકર્તાથી નીતિનજી રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે આજે ગુજરાત ભાજપ માટે મહત્વનો દિવસ છે, હું તેમનું સૌ વતી હાર્દિક સ્વાગત કરું છું, PMએ તેમને મિલેનિયમ રાષ્ટ્રીય અધ્યક્ષ કહ્યા છે . નીતિન નવીનને સરકાર સંગઠનનો અનુભવ છે. તેમણે કહ્યું કે ભાજપ ખાલી પોલિટિકલ પાર્ટી નથી વિકાસની ચળવળ છે.આ પણ વાંચો----    Gujarat Latest News Live : કોઇ સલીમ સુરેશ બનીને લાગણીને ઠેસ પહોંચાડશે તો એવા હાલ કરીશું કે.....હર્ષસંઘવી નો હૂંકાર

Read Full Story arrow_forward