android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :  કોઇ સલીમ સુરેશ બનીને લાગણીને ઠેસ પહોંચાડશે  તો એવા હાલ કરીશું કે.....હર્ષસંઘવી નો હૂંકાર
calendar_today February 20, 2026

Gujarat Latest News Live : કોઇ સલીમ સુરેશ બનીને લાગણીને ઠેસ પહોંચાડશે તો એવા હાલ કરીશું કે.....હર્ષસંઘવી નો હૂંકાર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar : લવ જેહાદ મુદ્દે હર્ષ સંઘવી આકરા પાણીએ , કોઇ સલીમ સુરેશ બનીને લાગણીને ઠેસ પહોંચાડશે  તો એવા હાલ કરીશું કે..
calendar_today February 20, 2026

Gandhinagar : લવ જેહાદ મુદ્દે હર્ષ સંઘવી આકરા પાણીએ , કોઇ સલીમ સુરેશ બનીને લાગણીને ઠેસ પહોંચાડશે તો એવા હાલ કરીશું કે..

નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે વિધાનસભા ગૃહમાં લગ્નની નોંધણીના નિયમોમાં ફેરફાર કર્યા હોવાની માહિતી આપી છે. હર્ષ સંઘવીએ 44 અંતર્ગત નવા નિયમો રજૂ કર્યા છે.આરોગ્ય વિભાગની વેબસાઇટ માટે નિયમો માટે સૂચનો આપી શકાશેતેમણે ગૃહમાં કહ્યું કે સરકારે વિવિધ સમાજો, સંસ્થાઓ અને રજૂઆતો ને ધ્યાને રાખી લગ્ન નોંધણી નિયમોમાં સુધારો કર્યો છે. કોઈ વાંધા સૂચનો મંગાવવામાં આવનાર છે. લોકો 30 દિવસ સુધી આરોગ્ય વિભાગની વેબસાઇટ માટે નિયમો માટે સૂચનો આપી શકશે  સરકાર પ્રેમ લગ્ન વિરોધી નથી. હર્ષ સંઘવીએ કહ્યું કે સરકાર પ્રેમ લગ્ન વિરોધી નથી. પ્રેમ શબ્દને બદનામ કરનારાઓ સામે કડક પગલા ભરવા સરકાર કટિબદ્ધ છે.સલીમ સુરેશ બની લાગણીઓને ઠેશ પહોંચાડશે તો... હર્ષ સંઘવીએ કહ્યું કે મારા રાજ્યની ભોળી દીકરીઓ પર સલીમ સુરેશ બની લાગણીઓને ઠેશ પહોંચાડશે તો સરકાર એવો હાલ કરશે કે એ જીવન ભર કોઈની સામે નહીં જોવે હું, જવાબદારી પૂર્વક હું કહું છું . કરોડો દીકરીઓના રક્ષણ માટે અમે ઊભા છીએ. રાવણે છળ કપટ થી સીતાજી નું હરણ કર્યું અને અલાઉદ્દીન ખિલજી એ પણ લાખો લોકોનું લોહી રેડ્યું . લવ જેહાદ આજે એનું આધુનિક સ્વરૂપ છે .પ્રેમ શબ્દ ને બદનામ કરનાર વ્યક્તિ સામે કડક પગલાં તેમણે કહ્યું કે અમારી સરકાર પ્રેમ વિરોધી નથી પણ પ્રેમ શબ્દ ને બદનામ કરનાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવા અમે કટિબધ્ધ છીએ. લગ્ન એ સોળ સંસ્કાર પૈકી મહત્વનો સંસ્કાર છે. બ્રહ્મ વિવાહ થી ગાંધર્વ વિવાહ સુધી પરંપરા છે . પરંપરા છળ અને કપટ ન થાય 

Read Full Story arrow_forward
Gandhinagar: શૈલેષભાઈ તમે લાવ્યા એ પાણી છે કે બીજું કંઈ તે ચેક કરવું પડશે, ગૃહમાં પ્રદર્શન કરવા મુદ્દે અધ્યક્ષે નિયમોની યાદ અપાવી
calendar_today February 20, 2026

Gandhinagar: શૈલેષભાઈ તમે લાવ્યા એ પાણી છે કે બીજું કંઈ તે ચેક કરવું પડશે, ગૃહમાં પ્રદર્શન કરવા મુદ્દે અધ્યક્ષે નિયમોની યાદ અપાવી

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન આજે પ્રદૂષિત પાણીના મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રજાના હિતમાં પ્રદૂષિત પાણીનો મુદ્દો ઉઠાવવા માટે ગૃહમાં પ્રદૂષિત પાણી બતાવવાનો પ્રયાસ કર્યો હતો, જેની સામે ભાજપના નેતાઓએ 'પોઈન્ટ ઓફ ઓર્ડર' ઉઠાવી ભારે વિરોધ નોંધાવ્યો હતો. જીતુ વાઘાણીનો પોઈન્ટ ઓફ ઓર્ડર અને અધ્યક્ષની સૂચનાપૂર્વ મંત્રી જીતુ વાઘાણીએ ગૃહના નિયમોને ટાંકીને જણાવ્યું હતું કે, કોઈ પણ સભ્ય ગૃહમાં વસ્તુ લાવી કે બતાવી શકે નહીં. તેમણે શૈલેષ પરમારને સંબોધતા કહ્યું કે, "તમે સારા વ્યક્તિ છો, આવા નિયમોનો દુરુપયોગ ન કરો." આ મામલે અધ્યક્ષે પણ કડક વલણ અપનાવતા કહ્યું કે, "ગૃહમાં કોઈ પ્રદર્શન કરી શકાતું નથી. શૈલેષભાઈ તમે સિનિયર છો, તમે લાવ્યા એ પાણી છે કે બીજું કંઈ એ મારે ચેક કરવું પડશે." શૈલેષ પરમારનો વળતો જવાબપોતાનો બચાવ કરતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, "મારું મગજ ઠેકાણે છે અને મને ખબર છે કે અહીં પ્રદર્શન ન થાય. મારો ઈરાદો પ્રદર્શનનો નહોતો, પરંતુ સરકારે જ્યારે કહ્યું કે બધું બરાબર છે, ત્યારે પ્રજાના હિતમાં મેં સત્ય બતાવવાનો પ્રયાસ કર્યો છે." અર્જુન મોઢવાડિયાના આકરા પ્રહારોઆ ચર્ચામાં કૂદતા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આમ આદમી પાર્ટી (AAP) અને પંજાબ સરકાર પર નિશાન સાધ્યું હતું. ગોપાલ ઇટાલિયાના નિવેદનનો સંદર્ભ આપતા તેમણે કહ્યું કે, "ઇટાલિયા કહે છે પંજાબથી શીખીને શાળા બનાવો, પણ પંજાબમાં શું ચાલે છે એ જુઓ. પંજાબમાં કોણ 'ટલ્લી' થઈને ભાષણ કરે છે એ જગજાહેર છે." તેમણે વધુમાં ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, "તમારા મુખ્યમંત્રી દારૂ વેચીને કરોડો કમાયા છે."ગૃહમાં હાસ્ય અને કટાક્ષચર્ચા દરમિયાન લોકસભા અને પંજાબમાં દારૂ પીને આવતા નેતાઓ અંગેના કટાક્ષોથી ગૃહમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. અર્જુન મોઢવાડિયાએ શૈલેષ પરમારને સલાહ આપી હતી કે તેઓ જાણકાર છે, તેમણે દિલ્હી કે પંજાબની રાજનીતિથી શીખવાની જરૂર નથી.આ પણ વાંચો: Bardoli: રુવા ગામે કુરિયર બોય બની આવેલાનો વૃદ્ધ પર ચપ્પુ વડે હુમલો, આધેડના પ્રતિકાર સામે લૂંટારુના હોશ ઉડ્યા

Read Full Story arrow_forward