android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Happy Birthday Ahmedabad: "જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને શહેર બસાયા.", જાણો ઐતિહાસિક શહેરના સ્થાપનાની સુંદર ગાથા
calendar_today February 20, 2026

Happy Birthday Ahmedabad: "જબ કુત્તે પે સસ્સા આયા, તબ અહમદશાહને શહેર બસાયા.", જાણો ઐતિહાસિક શહેરના સ્થાપનાની સુંદર ગાથા

26 ફેબ્રુઆરી 2026 ના રોજ અમદાવાદ શહેર પોતાના ગૌરવશાળી અસ્તિત્વના 615 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. સાબરમતી નદીના તટ પર વસેલું આ શહેર માત્ર ગુજરાતનું આર્થિક પાટનગર નથી, પરંતુ ભારતના પાંચમા ક્રમનું સૌથી મોટું અને સાતમા ક્રમનું સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું મહાનગર છે. 1960 થી 1971 સુધી ગુજરાતના પાટનગર તરીકેની જવાબદારી નિભાવનાર આ શહેરનો ઇતિહાસ અનેક સ્થિત્યંતરોથી ભરેલો છે. પ્રાચીન મૂળ અને નામકરણની કથા અમદાવાદનો પ્રારંભિક ઇતિહાસ 11 મી સદીમાં મળે છે, જ્યારે આ વિસ્તાર 'આશાવલ' કે 'આશાપલ્લી' તરીકે જાણીતો હતો. અણહીલવાડના સોલંકી રાજા કરણદેવે ભીલ રાજાને હરાવીને અહીં 'કર્ણાવતી' નગર વસાવ્યું હતું, જેનો વિસ્તાર હાલના મણિનગર પાસે હોવાનું મનાય છે. 1411 માં જ્યારે મુઝફ્ફરીદ વંશના સુલતાન અહમદશાહે સત્તા સંભાળી, ત્યારે તેમણે કર્ણાવતી પાસે પોતાની નવી રાજધાની સ્થાપવાનું નક્કી કર્યું. તેમના નામ પરથી આ શહેર 'અહમદાબાદ' તરીકે ઓળખાયું, જે કાળક્રમે અપભ્રંશ થઈને 'અમદાવાદ' બની ગયું. બહાદુરીની દંતકથા શહેરની સ્થાપના પાછળ એક જાણીતી લોકવાયકા છે. કહેવાય છે કે જ્યારે સુલતાન અહમદશાહ સાબરમતી કિનારે ટહેલતા હતા, ત્યારે તેમણે એક નાના સસલાંને શિકારી કૂતરાનો પીછો કરતા જોયું. આ અદભૂત બહાદુરી જોઈ સુલતાન પ્રભાવિત થયા અને તેમણે આ પવિત્ર અને શૌર્યવાન ભૂમિ પર 26 ફેબ્રુઆરી 1411 ના રોજ માણેક બુર્જ પાસે શહેરનો પાયો નાખ્યો. આ ઘટના પરથી જ પ્રખ્યાત કહેવત પડી: "જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા." ઐતિહાસિક ઉત્ક્રાંતિ અને સ્થાપત્ય 1487માં મહમદ બેગડાએ શહેરના રક્ષણ માટે 10 કિલોમીટર લાંબો કોટ ચણાવ્યો, જેમાં 12 દરવાજા અને 189 બુરજો હતા. મુગલકાળમાં આ શહેર આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કેન્દ્ર બન્યું. સમ્રાટ અકબરથી માંડીને શાહજહાં સુધીના શાસકોએ અહીં કાળ વિતાવ્યો હતો; શાહીબાગનો મોતી શાહી મહેલ આજે પણ મુગલ સ્થાપત્યની સાક્ષી પૂરે છે. ત્યારબાદ મરાઠાઓ અને છેવટે અંગ્રેજોના શાસન હેઠળ અમદાવાદે આધુનિકતાના પગરણ માંડ્યા. પૂર્વનું માન્ચેસ્ટર અને વર્તમાન સ્થિતિ ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન અમદાવાદ તેના કાપડ ઉદ્યોગને કારણે વિશ્વભરમાં 'માન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ' તરીકે વિખ્યાત થયું.2011 ની વસ્તી ગણતરી મુજબ શહેરની વસ્તી 56 લાખથી વધુ હતી, જે આજે વધીને ઘણી વધારે થઈ હોવાનો અંદાજ છે. ભલે આજે ગાંધીનગર પાટનગર હોય, પરંતુ અમદાવાદ આજે પણ ગુજરાતના ધબકાર સમાન છે. આ પણ વાંચોઃ Bardoli: રુવા ગામે કુરિયર બોય બની આવેલાનો વૃદ્ધ પર ચપ્પુ વડે હુમલો, આધેડના પ્રતિકાર સામે લૂંટારુના હોશ ઉડ્યા

Read Full Story arrow_forward
Gandhinagar : લગ્નની નોંધણીના હવે ક્યા નવા નિયમો ? વાંચો સ્ટેપ બાય સ્ટેપ
calendar_today February 20, 2026

Gandhinagar : લગ્નની નોંધણીના હવે ક્યા નવા નિયમો ? વાંચો સ્ટેપ બાય સ્ટેપ

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે લગ્નના નિયમોમાં ફેરફાર ગૃહમાં રજૂ કર્યા હતા.સુચિત નવી લગ્ન નોંધણી પધ્ધતિ સ્ટેપ-૧ વગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારી અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નીટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઇવિંગ થાઇસંસ, પાસપોર્ટ, ફોટી ઓળખ પત્ર આપવાના રહેશે. સ્ટેપ-2 A): સરકારશ્રી દ્વારા દરેક લગ્ન નોંધણી જે તે કુકુમત ધરાવતા આસિસ્ટંટ રજીસ્ટ્રાર સમક્ષ રજૂ કરવામાં આવશે અને આ લગ્ન નોંધણી અરજીનો નમૂનો-1(આઇ) મુજબ વિગતો અને દસ્તાવેજો સાથે રજૂ કરવાના રહેશે.વર-વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ. વર-વધુએ જન્મનું પ્રમાણપત્ર કે શાળા છોડયાનું પ્રમાણપત્ર લગ્નની કંકોત્રી કે આમંત્રણ પત્રિકા વર-વધૂના અલગ અલગ રીતે બે પાસપોર્ટ સાઇઝના ફોટો. વર-વધુની લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો ફોટોગ્રાફ. સાક્ષીઓના તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટા અરજી સાથે વર-વધુએ તેમના માતા-પિતાને આ લગ્ન બાબતે જાણ કરેલ છે. કે કેમ તે અંગેનું ડિક્લેરેશન.સ્ટેપ-3 ): વર-વધુએ માતા-પિતાના નીચે દર્શાવલ દસ્તાવેજો રજુ કરવાના રહેશે. 1. માતા/પિતાનું આધાર કાર્ડ 2. પિતાનું પૂરું નામ. ૩. પિતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે. 4 પિતાની મોબાઈલ નંબર 5. માતાનું પૂરુ નામ 6. માતાનું સામાન્ય રીતે રહેવાનું સરનામું પૂરી વિગતો સાથે. 7. માતાના મોબાઈલ નંબર સ્ટેપ-3[A]: આસિસ્ટંટ રજિસ્ટ્રારને ખાતરી/સંતોષ થયેથી દસ કામકાજના દિવસોમ વ્યવહારુ શક્ય બને તે રીતે વર-વધુના માતા-પિતાને જાણ કરવામાં આવશે અને તે જાણ ઇલેક્ટ્રોનિક રીતે કે ભૌતિક વ્યવહારુ રીતે કરવામાં આવશે. (સરકારે નક્કી કરેલા માધ્યમં (1219) સ્ટેપ-3[B]: આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર આ અરજી મળ્યાથી તે સબંધિત જીલ્લા કે તાલુકાન રજિસ્ટ્રારને મોકલી આપશે. રજીસ્ટારશ્રીને ખાતરી થયેથી પેટા નિયમો (૧ થી ૭) મ દર્શાવ્યા મુજબની પુર્તતા થયા બાદ ૩૦ દિવસ પુર્ણ થયેથી લગ્ન નોંધણી કરવામાં આવશે સ્ટેપ-૪: રજિસ્ટ્રાર દ્વારા આ તમામ વિગતો સરકારશ્રી દ્વારા બનાવવામાં આવનાર ઓનલાઇન પોર્ટલ ઉપર મુકવામાં આવશે અને તે માટે સિરિયલ નંબર, પેજ નંબર, વોલ્યુમ સહિતની વિગતો મૂકવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી પુર્ણ થયેથી રજિસ્ટ્રાર દ્વારા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર ફોર્મ-૨ મુજબ તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણપત્ર વ્યક્તિગત રીતે કે પોસ્ટ દ્વારા પક્ષકારોને પહોંચાડવામાં આવશે.

Read Full Story arrow_forward
Gandhinagar : હર્ષ સંઘવીએ કહ્યું... નિયમોની છટકબારી શોધી હજારો દીકરીઓના જીવન બગાડવાની કોશિશ થતી હતી
calendar_today February 20, 2026

Gandhinagar : હર્ષ સંઘવીએ કહ્યું... નિયમોની છટકબારી શોધી હજારો દીકરીઓના જીવન બગાડવાની કોશિશ થતી હતી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં આજે લગ્નની નોંધણીના નિયમોમાં ફેરફાર રજૂ કર્યા હતા. ત્યાર બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે લગ્ન નોંધણી બાબતે રાજ્યની લાખો માતાઓની વેદનાને વાચા આપવા લગ્ન નોંધણી નિયમોમાં કડકાઈ સાથે ટ્રાન્સપરન્સી કરી છે. સરકાર દ્વારા માતાઓને અદ્ભુત કવચ આપવામાં આવ્યું છે.નિયમોની છટકબારી શોધી હજારો દીકરીઓના જીવન બગાડવાની કોશિશ તેમણે કહ્યું કે દીકરી જન્મે ત્યારે બાપના આંગણમાં તુલસીનો ક્યારો બની ઉછરે છે . દીકરી યુવાન થાય ત્યારે લેભાગુ, ટપોરીઓ દીકરીઓને ટાર્ગેટ કરે છે અને દીકરીઓનું જીવન બગાડે છે . તુલસીનો ક્યારો વિખેરી નાખવાનું આવા ટપોરીઓ કરે છે. બે વર્ષમાં નિયમો ની છટકબારી શોધી હજારો દીકરીઓના જીવન બગાડવાની કોશિશ થઈઅધિકારી અને લોકો સામે કડકાઈ થી પગલા ભરાયા તેમણે કહ્યું કે જે અધિકારીઓ આવા લોકો સાથે જોડાયા હતા આવા અધિકારી અને લોકો સામે કડકાઈ થી પગલા ભરાયા છે તથા સિસ્ટમમાં રહેલા લોકોને કેસ કરી જેલના સળિયા પાછળ મોકલાયા છે. પંચમહાલ મા કંકોડા કુઈ અને નાથ કુવા ના ઉદાહરણ છે . બે ગામમાં કોઈ મુસ્લિમ રહેતું નથી, કોઈ દરગાહ નથી . છતાં પણ આ ગામમાં અગણિત નિકાહ કેવી રીતે થાય યુવક યુવતીઓનું હિત પણ જરૂરી છે તપાસ કરતા ધ્યાને આવ્યું કે નિયમો બદલવા પડશે અને અનેક રજૂઆતો આવી હતી . અમે અનેક બેઠકો કરી સામાજીક અને માતાપિતાનું હિત જળવાય જરૂરી છે. યુવક યુવતીઓનું હિત પણ જરૂરી છે . નિયમોમાં પોતાના વાંધા આપવા માટે ૧ મહિનાનો સમય આપ્યો છે આજે જાહેર થયેલ નિયમોમાં આરોગ્ય વિભાગમાં ઓનલાઇન વાંધા આપી શકાશે . કાયદાની મર્યાદામાં સુધારા અને વાંધા અંગે નિર્ણય કરાશે. અસામાજિક, ટપોરી, લેભાગુ ને સરકાર છોડશે નહી તેમણે કહ્યું કે એક કમિટી બનાવી છે . એ કમિટી સૂચનો અભ્યાસ કરી નિર્ણય કરશે. ગુજરાત ક્યારેય પ્રેમ અને લગ્નના વિરોધમાં ના હોય શકે. બે અક્ષરમાં પ્રેમ દુનિયાને સાથે રાખવાનું કામ કરે છે . પવિત્ર પ્રેમ ને છળ કપટ થી ફસાવવાની કોશિશ થશે તો છોડવામાં નહી આવે. આવા એક એક અસામાજિક, ટપોરી, લેભાગુ ને સરકાર છોડશે નહી

Read Full Story arrow_forward