Ahmedabad: રોંગ સાઈડમાં દોડતી સ્કૂલ વાન BRTSની રેલિંગ સાથે અથડાઈ, વાનનો કચ્ચરઘાણ
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી દોડતા સ્કૂલ વાન ચાલકોના કારણે આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. શહેરના ખોડિયાર નગર બ્રિજ પાસે વહેલી સવારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને લઈને જતી એક સ્કૂલ વાન અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદમાં સ્કૂલવાનનો અકસ્માતપ્રાપ્ત વિગતો અનુસાર, સ્કૂલ વાનનો ચાલક શોર્ટકટ લેવાના ચક્કરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવી રહ્યો હતો. આ દરમિયાન ચાલકે વાન પરનો કાબૂ ગુમાવતા વાન જોરદાર રીતે BRTSની રેલિંગ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વાનના આગળના ભાગને મોટું નુકસાન થયું હતું.વિદ્યાર્થીઓનો આબાદ બચાવઅકસ્માત સમયે વાનમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ સવાર હતા. અચાનક થયેલી આ ટક્કરથી વિદ્યાર્થીઓમાં ચીસાચીસ મચી ગઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી નથી. સ્થાનિક લોકોએ તુરંત મદદ માટે દોડી જઈ તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.સ્કૂલ વાન ચાલકો દ્વારા બાળકોના જીવ જોખમમાં મૂકીને રોંગ સાઈડમાં વાહન ચલાવવાની ઘટના સામે આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે વાન ચાલક સામે બેદરકારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Bodeli: કપડાની દુકાનમાં વહેલી સવારે ભીષણ આગ, લાખોનો સમાન બળીને ખાખ
Read Full Story arrow_forward