android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : મનરેગા યોજનામાં નર્મદા-છોટાઉદેપુર જિલ્લામાં મળી 22 ભ્રષ્ટાચારની ફરિયાદ, મંત્રીએ કહ્યું અધિકારીઓને જેલભેગા કરવા સરકાર મક્કમ
calendar_today February 20, 2026

Gandhinagar : મનરેગા યોજનામાં નર્મદા-છોટાઉદેપુર જિલ્લામાં મળી 22 ભ્રષ્ટાચારની ફરિયાદ, મંત્રીએ કહ્યું અધિકારીઓને જેલભેગા કરવા સરકાર મક્કમ

રાજ્યમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ સામે સરકાર કડક બની છે. મંત્રી કુંવરજી બાવળિયાએ વિધાનસભામાં જણાવ્યું કે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં મળેલી કુલ 22 ભ્રષ્ટાચારની ફરિયાદોમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.નર્મદા જિલ્લામાં કુલ 18 ફરિયાદો માહિતી મુજબ, નર્મદા જિલ્લામાં કુલ 18 ફરિયાદોમાંથી 14 કેસમાં કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે અને 4 ફરિયાદમાં તપાસ ચાલુ છે. છોટાઉદેપુરમાં 4માંથી 1 ફરિયાદમાં કાર્યવાહી થઈ ચૂકી છે અને 3 ફરિયાદોમાં તપાસ ચાલુ છે. અધિકારીઓને કાયદાકીય કાર્યવાહી હેઠળ જેલ ભેગા કરવા માટે સરકાર મક્કમ  મંત્રી કુવરજી બાવળિયાએ ગૃહમાં જણાવ્યું કે ગેરરીતિ કરનાર કોઈને પણ છોડવામાં નહી આવે. અધિકારીઓને કાયદાકીય કાર્યવાહી હેઠળ જેલ ભેગા કરવા માટે સરકાર મક્કમ છે, આ પણ વાંચો----     Gujarat Latest News Live : આજે લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર થશે, સામાજિક આગેવાનો ગૃહમાં રહેશે હાજર

Read Full Story arrow_forward
Morbi: ઓવરટેક કરવાની નાની બાબતમાં સોની યુવાનની ઘાતકી હત્યા, બજારો સજ્જડ બંધ
calendar_today February 20, 2026

Morbi: ઓવરટેક કરવાની નાની બાબતમાં સોની યુવાનની ઘાતકી હત્યા, બજારો સજ્જડ બંધ

મોરબી શહેરમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. વાહન ઓવરટેક કરવા જેવી ક્ષુલ્લક બાબતમાં થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક સોની વેપારીએ જીવ ગુમાવવો પડ્યો છે. આ હત્યાના વિરોધમાં આજે મોરબીની સોની બજાર સદંતર બંધ રહી હતી.મોરબીમાં સોની વેપારીની હત્યાપ્રાપ્ત વિગતો મુજબ, મૃતક સોની યુવાન જતિન રસિકભાઈ સોની મોડી રાત્રે સરદાર બાગ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન વાહન ઓવરટેક કરવા જેવી બાબતે અન્ય શખ્સો સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત આટલેથી ન અટકતા, ઉશ્કેરાયેલા શખ્સોએ જતિન સોની પર છરીના ઘા ઝીંકી દઈ તેમને લોહીલુહાણ કરી નાખ્યા હતા. ગંભીર ઈજાઓને કારણે તેમનું કરૂણ મોત નિપજ્યું હતું.બજાર બંધ રાખી વિરોધઆ હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા સોની જ્ઞાતિ અને વેપારી આલમમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ વેપારીઓએ પોતાની દુકાનોના શટર પાડી દીધા હતા અને સ્વયંભૂ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓની માંગ છે કે હત્યારાઓને વહેલી તકે ઝડપી પાડી કડકમાં કડક સજા કરવામાં આવે.આ પણ વાંચો: Ahmedabad: મહેસાણાનો શખ્સ ટ્રાફિક પોલીસ બનીને રોફ જમાવતો હતો, અસલી પોલીસે પહોંચાડ્યો જેલના સળિયા પાછળ

Read Full Story arrow_forward
Bardoli: રુવા ગામે કુરિયર બોય બની આવેલાનો વૃદ્ધ પર ચપ્પુ વડે હુમલો, આધેડના પ્રતિકાર સામે લૂંટારુના હોશ ઉડ્યા
calendar_today February 20, 2026

Bardoli: રુવા ગામે કુરિયર બોય બની આવેલાનો વૃદ્ધ પર ચપ્પુ વડે હુમલો, આધેડના પ્રતિકાર સામે લૂંટારુના હોશ ઉડ્યા

બારડોલી ગ્રામ્ય વિસ્તારમાં લૂંટારુઓ અને તસ્કરોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. બારડોલીના રુવા ગામે ધોળે દિવસે કુરિયર બોયના સ્વાંગમાં આવેલા એક લૂંટારુએ આધેડને ચપ્પુ બતાવી લૂંટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.આધેડને ચપ્પુ બતાવી લૂંટનો પ્રયાસબપોરના સમયે જ્યારે ગામમાં શાંતિ હોય છે, ત્યારે એક અજાણ્યો શખ્સ કુરિયર આપવાના બહાને એક ઘર પાસે પહોંચ્યો હતો. ઘરમાં પ્રવેશીને આ શખ્સે ત્યાં હાજર આધેડને ચપ્પુ બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આધેડે ગભરાવાને બદલે હિંમત દાખવી લૂંટારુને જોરદાર ધક્કો માર્યો હતો અને તેનો પ્રતિકાર કર્યો હતો.લૂંટારુ ભાગવામાં સફળઆધેડની બહાદુરી અને વળતા હુમલાથી લૂંટારુ ગભરાઈ ગયો હતો અને ત્યાંથી ભાગવા લાગ્યો હતો. આધેડે તેને પકડવા માટે પીછો કર્યો હતો, પરંતુ તે દરમિયાન આધેડ નીચે પડી જતા લૂંટારુ ભાગવામાં સફળ રહ્યો હતો. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે લૂંટારુએ અગાઉ રેકી કરી હતી અને તક મળતા જ વાર કર્યો હતો.આ પણ વાંચો: Morbi: ઓવરટેક કરવાની નાની બાબતમાં સોની યુવાનની ઘાતકી હત્યા, બજારો સજ્જડ બંધ

Read Full Story arrow_forward