android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ai impact summit 2026: India-UAE વચ્ચે મિત્રતાનો અદ્ભૂત પુરાવો..AI ઇમ્પેક્ટ સમિટના રંગમાં રંગાયુ બુર્ઝ ખલીફા
calendar_today February 20, 2026

Ai impact summit 2026: India-UAE વચ્ચે મિત્રતાનો અદ્ભૂત પુરાવો..AI ઇમ્પેક્ટ સમિટના રંગમાં રંગાયુ બુર્ઝ ખલીફા

16 ફેબ્રુઆરીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થયેલી AI ઇમ્પેક્ટ સમિટ 2026નો આજે અંતિમ દિવસ છે. ત્યારે વિશ્વની સૌથી ઊંચી ઇમારત, પ્રતિષ્ઠિત બુર્જ ખલીફાએ ભારત AI ઇમ્પેક્ટ સમિટ 2026ની ઉજવણી કરી હતી. જે ભારત અને UAE વચ્ચે વધતી મિત્રતાને ઉજાગર કરે છે.બુર્ઝ ખલીફા પર એઆઇ સમિટને લઇને શું કહ્યું ? બુર્ઝ લીફા પર મોટા અક્ષરોમાં એઆઇ સમિટમાં હાજરી આપવા માટે વિનંતી કરી છે. તેમાં લખ્યું હતું કે ભારતે વિશ્વનો સૌથી મોટો AI કાર્યક્રમ યોજ્યો છે, અને તમારે 20 ફેબ્રુઆરીએ તેમાં હાજરી આપવી જ જોઈએ. ભારતમાં આ કાર્યક્રમ વિશેની માહિતી અને PM મોદીનો ઉલ્લેખ ખરેખર ટેકનોલોજી, નવીનતા અને AI માં ભારતની મજબૂત હાજરીને ઉજાગર કરે છે. AI ને સામાન્ય લોકો માટે સુલભ બનાવવું જોઈએ.- PM 19 ફેબ્રુઆરીએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 દરમિયાન નેતાઓના પૂર્ણ સત્રને સંબોધિત કર્યું. તેમણે કહ્યું મારા મતે, આ ટેકનોલોજીકલ ક્રાંતિ વિશ્વને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવશે. તેમણે ઉમેર્યું કે તે ત્યારે જ સફળ થશે જ્યારે તેનું લોકશાહીકરણ થશે. જ્યારે તે સામાન્ય લોકોનું હોય, સામાન્ય લોકો દ્વારા બનાવવામાં આવે અને સામાન્ય લોકો માટે ઉપયોગી હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત AI થી ડરતું નથી, પરંતુ તેમાં ભાગ્ય અને ભવિષ્ય બંને જુએ છે. તેમણે AI ને વૈશ્વિક સામાન્ય ભલાઈ તરીકે વિકસાવવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે જો તે વહેંચાય તો જ વિશ્વને ફાયદો થશે. નવી દિલ્હીમાં ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું કે ભારત કેટલાક દેશો અને કંપનીઓથી અલગ રીતે વિચારે છે. તેમણે કહ્યું કે એ ઓળખવું મહત્વપૂર્ણ છે કે AI એક વ્યૂહાત્મક સંપત્તિ છે અને તેને ગુપ્ત રીતે વિકસાવવામાં આવવી જોઈએ. આ કાર્યક્રમમાં પીએમ મોદીના સંબોધન દરમિયાન વૈશ્વિક નેતાઓ, મોટી ટેક કંપનીઓના સ્થાપકો અને CEO હાજર હતા.AI માં MANAV શું છે? પીએમ મોદીએ કહ્યું, "હું AI માટે ભારતનું વિઝન રજૂ કરું છું. MANAV એટલે માનવ. MANAV એટલે વિઝન. M એટલે નૈતિક અને નૈતિક પ્રણાલીઓ, જેનો અર્થ AI નૈતિક માર્ગદર્શિકાઓ પર બનેલ હોવો જોઈએ. A એટલે જવાબદાર શાસન, જેનો અર્થ પારદર્શક નિયમો અને મજબૂત દેખરેખ હોવો જોઈએ. N એટલે રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, જેનો અર્થ ડેટા તે લોકોનો છે જેઓ તેને બનાવે છે. A એટલે સુલભ અને સમાવેશી. AI એ એકાધિકાર ન હોવો જોઈએ. V એટલે માન્ય અને કાયદેસર, જેનો અર્થ AI કાયદેસર અને ચકાસી શકાય તેવું હોવું જોઈએ. ભારતનું MANAV વિઝન 21મી સદીના AI-સંચાલિત વિશ્વમાં માનવ સુખાકારી માટે એક આવશ્યક કડી હશે.

Read Full Story arrow_forward
Rajkot : PGVCLની 4.5 લાખ ગ્રાહકોને નોટિસ, 182 કરોડના બાકી બિલ ભરવા તાકીદ, બિલ નહીં ભરે તો વીજ જોડાણ કાપવાની ચીમકી
calendar_today February 20, 2026

Rajkot : PGVCLની 4.5 લાખ ગ્રાહકોને નોટિસ, 182 કરોડના બાકી બિલ ભરવા તાકીદ, બિલ નહીં ભરે તો વીજ જોડાણ કાપવાની ચીમકી

સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વીજ બીલ નહી ભરનારા 4.5 લાખ ગ્રાહકોને PGVCLએ નોટિસો મોકલીને 182 કરોડના બાકી બિલ વસુલવાની કાર્યવાહી શરૂ કરી છે.બે બિલથી વધુ બાકી રકમ ધરાવતા ગ્રાહકોને કડક નોટિસ માહિતી મુજબ, બે બિલથી વધુ બાકી રકમ ધરાવતા ગ્રાહકોને કડક નોટિસ આપવામાં આવી છે. બાકીદારોને જો બાકી રકમ નહી ભરવામાં આવે તો તાકીદે વીજ જોડાણ કાપવાની કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. ગત મહિને 26 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડાઇ ગત મહિને 26 કરોડ રૂપિયાની વીજ ચોરી પકડાઇ હોવાનું PGVCLએ જણાવ્યું છે. નિયમીત બિલ ભરવા અપીલ PGVCLના અધિકારીઓએ ગ્રાહકોને નિયમિત રીતે બિલ ચૂકવવા અને નોટિસના ધ્યાનમાં લેવા અપીલ કરી છે. આ પણ વાંચો----      Gujarat Latest News Live : આજે લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર થશે, સામાજિક આગેવાનો ગૃહમાં રહેશે હાજર

Read Full Story arrow_forward
Ankleshwar: GIDCમાં અકસ્માતોની વણઝાર, ગટ્ટુ ચોકડી પાસે રોડ પર ઓઇલ ઢોળાતા વાહનો સ્લીપ થયા
calendar_today February 20, 2026

Ankleshwar: GIDCમાં અકસ્માતોની વણઝાર, ગટ્ટુ ચોકડી પાસે રોડ પર ઓઇલ ઢોળાતા વાહનો સ્લીપ થયા

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા અંકલેશ્વર GIDC વિસ્તારમાં આજે એક મોટી બેદરકારી સામે આવી છે. GIDCની વ્યસ્ત એવી ગટ્ટુ ચોકડી પાસે અચાનક રોડ પર ઓઈલ ઢોળાવાને કારણે વાહનચાલકો માટે મોતની લપસણી જેવી સ્થિતિ સર્જાઈ હતી.અંકલેશ્વર GIDCમાં અકસ્માતોની હારમાળારોડ પર વ્યાપક પ્રમાણમાં ઓઈલ ઢોળાયેલું હોવાથી પસાર થતા ટુ-વ્હીલર અને અન્ય વાહનો એકપછી એક સ્લીપ થવા લાગ્યા હતા. આ અકસ્માતોની વણઝારમાં એક મોપેડ ચાલક મહિલા ગંભીર રીતે નીચે પટકાઈ હતી. મહિલાને શરીરે ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.પાણીનો મારો ચલાવી ઓઈલ સાફ કર્યું ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તાત્કાલિક ધોરણે DPMCના ફાયર ટેન્ડરને બોલાવવામાં આવ્યા હતા. ફાયરની ટીમે રોડ પર પાણીનો મારો ચલાવી ઓઈલ સાફ કર્યું હતું, ત્યારબાદ વાહનવ્યવહાર ફરી પૂર્વવત કરવામાં આવ્યો હતો..આ પણ વાંચો: Vadodara: દાહોદ, ભરૂચ અને વડોદરામાં કમોસમી વરસાદ, ખેતી પાકને ભારે નુકસાનની ભીતિ

Read Full Story arrow_forward